"અધ્યાત્મ”

આ શબ્દ સાંભળીને ઘણીવાર સામાન્ય માનવની સ્થિતી "સાધાસુધા જીવ અધ્યાત્મ કળેના, ઘાબરુન રાહી દૂર દૂર” (ભોળોભલો જીવ, ના સમજે અધ્યાત્મ, રહે ડરીને દૂર દૂર) આવી કંઈક હોય છે.

સામાન્ય માનવનાં મનમાં રહેતાં અધ્યાત્મ વિષયક ભયને દૂર કરીને, ભક્તિ વિષે ઉદ્‍ભવતી ગેરસમજને દૂર કરીને, "ભગવાનનાં ભક્તિભાવ ચૈતન્ય માં રહીને પ્રત્યેક વ્યક્તિ ભગવાનનાં સામીપ્યની પ્રાપ્તિ કરી શકે છે.”

આ વિશ્વાસ દ્રઢ કરવાનું કાર્ય તથા સાદાસરળ શબ્દોમાં ભક્તિ વિષયક માર્ગદર્શન કરવાનું કાર્ય સદ્‍ગુરુ શ્રીઅનિરુધ્ધ (બાપુ) સ્વયંની વાણી, લેખન અને આચરણનાં માધ્યમથી કરી રહ્યાં છે.

શ્રીમદ્પુરુષાર્થ ગ્રંથરાજ પ્રથમખંડ -

આત્યંતિક નિવૃત્તિવાદ અને ઐહિક સ્વાર્થ સાથે બંધાયેલ પ્રવૃત્તિવાદ આ બંને એકાંતિક વાતોથી વ્યક્તિગત જીવનમાં અને સમાજમાં અસમતોલ નિર્માણ થાય છે; ભક્તિ ની સહાયતાથી નિષ્કામ કર્મયોગ શીખવનાર માર્ગ જ માનવધર્મને પરમેશ્વરી ઐશ્વર્ય પ્રાપ્ત કરાવે છે.

આધ્યાત્મિક જીવન

શ્રીમદ્પુરુષાર્થ ગ્રંથરાજ પ્રથમખંડ "સત્યપ્રવેશ” ચરણ :૧.

"આપણાં જીવનનું પ્રત્યેક કાર્ય આપણે પરમેશ્વર માટે કરી રહ્યાં છીએ અને પરમેશ્વરને પ્રત્યેક વાત એ જ ક્ષણે જ્ઞાત થાય છે,

આ વાત ધ્યાનમાં રાખીને જીવવુ એ જ આધ્યાત્મિક જીવન છે; અને આ જ માર્ગ વાસ્તવિક સંતોષ,

શાંતિ અને નિત્યપ્રસન્નતા પ્રદાન કરનાર છે.”

અધ્યાત્મ શું છે, આ વાત સ્પષ્ટ કરતા સદ્‍ગુરુ શ્રીઅનિરુધ્ધ (બાપુ) કહે છે -

અનિરુધ્ધ ભક્તિભાવ ચૈતન્ય ‣ sadguru aniruddha bapu |aniruddha bapu |

"સન્માર્ગ પર ચાલતાં ચાલતાં વ્યવહાર કરતા રહેવુ અને આવી રીતે વ્યવહાર કરતા કરતા અંતર્મનને ધીરે ધીરે પરમેશ્વરી મનનાં પ્રવેશ માટે ખાલી કરતા રહેવુ એ જ અધ્યાત્મ છે; અને જીવનમાં "અધ્યાત્મ” આ અંતિમ ધ્યેયને સાકાર કરવા માટે દેહોપયોગી ક્રિયા સન્માર્ગથી કાર્યરત રાખવી એ જ વ્યવહાર છે.

"સત્ય, પ્રેમ, આનંદ”  આ જ એકમાત્ર અધ્યાત્મની ત્રિસૂત્રી છે.ભક્તિ,સેવા અને સંસ્કારોનું શુદ્ધીકરણ એ જ અધ્યાત્મના સાધન છે.

વ્યવહારિક જીવન જીવતા સમયે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ અધિક સન્માર્ગથી કરવા અર્થાત ધર્મથી અર્થ અને કામ આ પુરુષાર્થોની પ્રાપ્તિ કરવી એ જ આધ્યાત્મિક જીવનની પહેલી સીડી છે અને આવી રીતે ગૃહસ્થી કરતા સેવા અને ભક્તિનું અવલંબન કરીને સ્વયંનું અધિક શુદ્ધિકરણ કરીને બદલાવ લાવવો એ અધ્યાત્મવાદની બીજી સફળ સીડી છે.’’

અધ્યાત્મ અને વાસ્તવ આ બંનેનું ભાન રાખવુ આવશ્યક છે,આ વિષે બાપુ કહે છે -

"જે અધ્યાત્મનો ઉપયોગ વ્યાવહારિક સ્વરુપમાં થાય નહિં એટલે કે જે અધ્યાત્મને વાસ્તવનું ભાન થતુ નથી, એ અધ્યાત્મ વ્યર્થ જ છે. આવી રીતે જે વ્યવહારમાં અધ્યાત્મનું ભાન છુટી જાય છે, પરમેશ્વરની વિસ્મૃતિ થાય છે, એ વ્યવહાર માત્ર વ્યર્થ જ નહિં, પરંતુ દુ:ખદાયક પણ સાબિત થાય છે.”

’દૈનિક પ્રત્યક્ષ’નાં પહેલાં અગ્રલેખમાં ડો. અનિરુધ્ધ ધૈર્યધર જોશી લખે છે -

અનિરુધ્ધ ભક્તિભાવ ચૈતન્ય ‣ sadguru aniruddha bapu |aniruddha bapu |

જીવનનો સર્વાંગી વિકાસ કરતા શાંતિ અને તૃપ્તિનો આનંદ લૂંટવા માટે પ્રત્યેકને આવશ્યકતા રહે છે ઉદ્ધરેત્‌આત્મનાઆત્માનમ્‌' આ મહાવાક્યનો અર્થ સુચાર રુપે સમજીને એ અનુસાર આચરણ કરવાની.

એકદમ સરળસાદી ભાષામાં, "માઝા ઉદ્ધાર ફક્ત મીચ કરુ શકતો” (મારો ઉદ્ધાર માત્ર હું જ કરી શકુ છું.) ભલે પછી એ સામાન્ય પ્રાપંચિક જીવનના વિકાસનો માર્ગ હોય અથવા પૂર્ણત: ’હું’ પણા (અહં)ને નાશ કરીને પરમેશ્વરની સાથે એકરુપ થવાનો મોક્ષપ્રાપ્તિનો માર્ગ હોય, પરિશ્રમ મારે જ કરવાના રહે છે.

પરંતુ આ માર્ગક્રમણમાં - "સત્ય એટલે શું અને "પ્રેમ” એટલે શું, આ બાબતનો યોગ્ય પરિચય રહે એ આવશ્યક છે. જેનાથી પવિત્રતા ઉત્પન્ન થાય છે અથવા કાયમ રહે છે એ જ સત્ય છે.

પરંતુ જીવનના પ્રવાસમાં જો "પ્રેમ” ના હોય, સત્ય અશક્ત બની જાય છે. પ્રેમ એટલે "લાભ વગરની પ્રીતિ”. આવો પ્રેમ આ દુનિયાની સૌથી મોટી તાકાત છે. પ્રેમની તાકાત સામે કોઈપણ સંહારક અને વિઘાતક પીડાદાયી શક્તિ હંમેશા હારી જાય છે. મારો પ્રપંચ, મારો ગૃહસ્થાશ્રમ, એ આ પ્રકારનો પ્રેમ કરવાની શીખવતી સૌથી મોટી અને એકદમ સરળ કાર્યશાળા છે.

પોતાના જીવનમાંથી બાકી બધા તત્વો  ફેંકીને જો વાસ્તવિક રુપે આત્મનિર્ભર બનવુ હોય તો સત્ય અને પ્રેમનુ અનુકરણ કરીને "પરમેશ્વર જ મારા એકમાત્ર અને વાસ્તવિક આધાર છે” આવો દ્રઢ વિશ્વાસ મન પર અંકિત કરવાની આવશ્યકતા રહે છે.

સત્ય અને પ્રેમ વગર કરવામાં આવતા સમગ્ર કર્મકાંડ, વિધીઓ અને ભક્તિના નાટક એટલે ખાલી ખોખલી ગાડી છે. તેમના ઉપયોગથી આપણે વધારે અને વધારે અપંગ બનતા જઈએ છીએ. જ્યારે સત્ય અને પ્રેમના માર્ગ પર ચાલીને કરવામાં આવતી ભક્તિ આપણને સંપૂર્ણત: આત્મનિર્ભર બનાવે છે અને તેથી જ સફળ બનાવે છે.

 

author avatar
Aniruddha Premsagar
Scroll to top