ભક્તિભાવ ચૈતન્ય

અર્થાત સ્વયંભગવાન ત્રિવિક્રમ (The Supreme Personality of Godhead) નાં બનીને રહેવુ અને "આ (સ્વયંભગવાન) મારી સાથે સદૈવ છે’ એવી અનુભૂતિ રાખવી.

અર્થાત

વાસ્તવિક ભગવત્‌-જ્ઞાન અને વાસ્તવિક ભગવત્‌-ભાન (ભાન=અનુભૂતિ)

સચ્ચિદાનંદ અર્થાત સત્‌, ચિત્‌, આનંદ સ્વરુપ પરમેશ્વર દત્તગુરુ, આદિપિતા સહજશિવ નારાયણ અને આદિમાતા જગદંબા નારાયણી આ ત્રિ-નાથો નાં સમગ્ર વિશ્વને વ્યાપ્ત કરનારા અને ભક્તોનાં જીવનમાં સર્વત્ર ભરીને રહેનાર ’જીવિત આનંદ’ જ છે સ્વયંભગવાન, અર્થાત ત્રિવિક્રમ એટલે કે ત્રિ-નાથોનો આનંદ.

’ત્રિવિક્રમ’ અને ’સ્વયંભગવાન’ આ બે શબ્દ એકરુપ જ છે.

સ્વયંભગવાનનું જે રુપ આપણને ગમતુ હોય, રુપ સાથે સ્વયંને બાંધી રાખવુ અને રુપની સાથે સ્વયંને અધિકાધિક બાંધતા રહેવુ ભક્તિભાવ ચૈતન્ય છે.

આ ભક્તિભાવ ચૈતન્ય અને તેના મૂળ સ્ત્રોત આ બંને પણ અથાગ અને અનિરુધ્ધ છે એટલે કે જેની ગતિને કોઈપણ જાણી શકતુ નથી અને જેની ગતિને કોઈપણ રોકી શકતુ નથી એવા !

રામ, હરિ, હર, હરિહર, કૃષ્ણ, શિવ, ઈશ્વર, સર્વેશ્વર અથવા જે અન્ય કોઈપણ નામ તમને ગમતુ હોય, એ નામથી તમે એને બોલાવી શકો શકો છો.

ભક્તિભાવ ચૈતન્યમાં રહેવુ એ કોઈ કડક, કઠિણ તથા કષ્ટદાયક નિયમોનો માર્ગ નથી, પરંતુ ભક્તિભાવ ચૈતન્ય એ ભગવાન સાથે શુદ્ધ અને જીવિત સંબંધ કાયમ રાખવાનો માર્ગ છે - આ માર્ગ પર જે કંઈ કરવાનું છે, એ માત્ર પ્રેમથી જ. કોઈપણ નિયમ બનાવવા અને તેનું પાલન કરવુ, તે પણ પ્રેમથી જ.

પોતાનું જીવન વ્યતીત કરતા ભગવાન માટે અનેક વાતો કરતા રહેવુ અને પોતાના હાથે કરેલ સમગ્ર સારા કર્મો ભગવાનનાં ચરણોમાં અર્પણ કરતારહેવુ, એ જ ભક્તિભાવ ચૈતન્યનો એકમાત્ર નિયમ છે.

આ ભક્તિભાવ ચૈતન્યમાં સ્વયંભગવાનની મંત્રગજર  આ સર્વોચ્ચ મંત્ર માનવામાં આવે છે. કારણ કે તેની રચના દત્તભગિની શુભાત્રેયી દ્વારા કરવામાં આવી છે.

આ મંત્રગજરથી ભક્તિભાવ ચૈતન્યની લહેરો ઉદ્‌ભવતી રહે છે અને જેને કોઈને પોતાનું જીવન ઉત્તમ બનાવવુ છે, તેને બધી જ વાતોની પૂર્તિ કરવામાં આવે છે.

જે શ્રદ્ધાવાન  આ મંત્રગજરની ૧૬ માળા (જાપ કરવાની માળામાં ૧૦૮ મણકા હોય છે, આવી રીતે એક માળા કરવી એટલે ૧૦૮ વાર જાપ કરવા એવો અર્થ થાય છે.) પ્રતિદિન, કમ સે કમ ૩ વર્ષ સુધી કરે છે, એ શ્રદ્ધાવાનના વિશુદ્ધ ચક્રનાં (કંઠકૂપ ચક્રનાં) બધા જ સોળ દળ શુદ્ધ બની જાય છે અર્થાત તેમનું વિશુદ્ધ ચક્ર "હનુમંત્‌ ચક્ર’ બની જાય છે. પછી કોઈપણ જન્મમાં તે સુખપૂર્વક જન્મ લે છે, આનંદથી જીવન વ્યતીત કરે છે અને આનંદમાં જ વિલીન થાય છે.

૧ માળા - ૧૦૮ વાર સદગુરુ શ્રી અનિરુધ્ધ બાપુના આવાજમાં

(સમય ૧૮.૨૬ મિનિટ)

જેનાં માટે પ્રતિદિન ૧૬ માળા કરવી સંભવ ના હોય, તે પોતાની ક્ષમતા અનુસાર "ગણતરી કર્યા વગર” (જાપની ગણતરી ન કરતાં) આ મંત્રગજર કરતા રહે અને આ જાપને "એ’નાં ચરણોમાં અર્પણ કરતા રહે - આવી રીતે કરનાર શ્રદ્ધાવાનનું જીવન પણ સુંદર બનતુ જ રહેશે.

સ્વયંભગવાનનો સ્પર્શ જેને થાય છે, તે વસ્તુ, પદાર્થ, વ્યક્તિ આપોઆપ જ પવિત્ર બની જાય છે અને આ વાતમાં કોઈ અપવાદ (એક્સેપ્શન) નથી.

’આ સ્વયંભગવાન પ્રેમાળ અને કૃપાળુ છે’ એવો દ્રઢ વિશ્વાસ રાખીને જ જાપ કરો, તેમની પ્રતિમાનું પૂંજન કરો, તેમની પાદુકાનું અર્ચન કરો, તેમનાં ચરણો તરફ નિહાળતા રહો, તેમનાં મુખ તરફ જોતાં જોતાં તેમની સુંદરતાનું પાન કરતા રહો, તેમની મૂર્તિને અર્થાત અર્ચનવિગ્રહને "જીવિત ભગવાન’ માનીને સર્વ પ્રકારે સેવા કરો અને માત્ર તેમને ગમે છે, એટલે વાસ્તવિક આવશ્યકતામંદ શ્રદ્ધાવાનોની સહાયતા કરો,

પણ ભક્તિભાવ ચૈતન્ય છે.

’આ સ્વયંભગવાન, દેવાધિદેવ, ત્ર્યંબકરાજ જ અનંતકોટી બ્રહ્માંડોનાં અને એટલે મારુ પણ પાલન કરનાર અને ઉદ્ધારક છે’ આ વાત પ્રતિદિન પોતાના મનને કહેતા રહો; કારણ કે મન ચંચળ હોય છે, તેને પ્રતિદિન કહેતા રહેવુ જરુરી હોય છે.

’આ સ્વયંભગવાન દેવાધિદેવ પ્રેમસ્વરુપ, નિત્યતૃપ્ત, સર્વજ્ઞ, સર્વગામી અને સર્વસમર્થ છે’ આ વાતનો અનુભવ ભક્તિભાવ ચૈતન્યમાં જ થાય છે.

સ્વયંભગવાન ત્રિવિક્રમને પ્રેમ કરવા સમાન બીજી કોઈ પવિત્ર વાત નથી.

લાખો સેવાઓ કરી, મોટા મોટા કાર્યોનું નિર્માણ કર્યુ, સમાજમાં લોકપ્રિય રહેનારા બધા નિયમોનું ઉત્કૃષ્ટાથી પાલન કર્યુ; પરંતુ તેમને પ્રેમ કર્યો નહિં, તેમની સેવા કરી નહિં, તો આ બધા કર્મો પીડાદાયક જ સાબિત થાય છે.

ભક્તોનો સાદ તત્કાલ (એ જ ક્ષણે) સાંભળીને, એ જ ક્ષણે કાર્યરત થનારા સમર્થસેતુ આ એક જ છે.

આ દેવાધિદેવ બહુ જ સરળ, આસાન, સહજતાથી વિચરણ કરનાર, રોફ ન દેખાડનારા, પોતાની મહાનતાનું પ્રદર્શન ન કરનારા અને પોતે કરેલા ઉપકારોનું બીજાને સ્મરણ સુદ્ધા ન કરાવનારા અને માત્ર કંઈ પણ કહ્યા વગર પ્રેમ કરતા રહેનારા છે;

અને તેથી આપણે તેમની સાથે વાત કરવી જોઈએ - વારંવાર, જ્યારે આપણે ઈચ્છીએ ત્યારે, જ્યાં આપણે ઈચ્છીએ ત્યાં, અહીં સુધી કે તેમની પ્રતિમા સામે ના હોવા છતાં પણ, કોઈપણ કારણ વગર પણ,

મનોમન વાતો કરો - તેમની પ્રતિમાની સમક્ષ મુખેથી વાત કરો -  એકાંતમાં વાતો કરો - પરંતુ વાતો કરતા રહો. કારણ કે પોતાના ભક્તોનાં શબ્દો સાંભળવા તેમને બહુ ગમે છે.

શ્રદ્ધાવાનોની ભક્તિભરી વાતો આ દેવાધિદેવના કાનોને સર્વોત્તમ અને સર્વોત્કૃષ્ટ અમૃતથી પણ મધુર પ્રતીત થાય છે.

’હે દેવાધિદેવા ! હે સ્વયંભગવાન ! હે મારા ભગવાન ! હું તમને પ્રેમ કરુ છું, મારી નિષ્ઠા તમારા ચરણોમાં છે’ આ વાત ઉચ્ચારતાં આપોઆપ શ્રદ્ધાવાનનાં જીવનની અનેક બાબતો અને પાપ દૂર થતા રહે છે.

’સ્વયંભગવાન મને પ્રેમ કરે છે કે નહિં’ એવો વિચાર કરવો એ જ સૌથી મોટુ પાપ છે.

संदर्भ : दैनिक प्रत्यक्ष तुलसीपत्र १५७७

भक्तीभाव चैतन्य विस्तृत

Scroll to top