"શ્રધ્ધાવાન” આ સંકલ્પનાને વિષદ કરતાં સદ્‌ગુરુ શ્રીઅનિરુધ્ધ "દૈનિક પ્રત્યક્ષ” માં પ્રકાશિત ‘તુલસીપત્ર’ અગ્રલેખ ક્રમાંક ૧૫૯૭માં લખે છે -

’શ્રધ્ધાવાન’ આ શબ્દનું ઉચ્ચારણ ભગવાન શ્રીકૃષ્ણએ સ્વયં ગીતાના પહેલા ચતુર્થ અધ્યાયમાં, ત્યારબાદ છઠ્ઠા અને અઢારમાં અધ્યાયમાં અર્થાત ત્રણ વાર કર્યું છે અને એટલે જ..

"ભક્ત” નો અર્થ છે ’જે ભક્તિ કરે છે તે’ અને ’જે ભક્તિભાવ ચૈતન્યમાં રહે છે, એ વાસ્તવિક સાચો ભક્ત છે’ અર્થાત ’શ્રધ્ધાવાન’ છે.

આ વાત ભૂલતા નહીં.

શ્રધ્ધાવાન લભતે જ્ઞાનં તત્પર: સંયતેન્દ્રિય: |

જ્ઞાનં લબ્ધ્વા પરાં શાન્તિમચિરેણાધિગચ્છતિ ||

 - શ્રીમદ્‌ભગવદ્‌ગીતા ૪/૩૯

અર્થ - ભગવાનની સાથે એકનિષ્ઠ રહીને ભક્તિમાં તત્પર રહેનારા, ભક્તિ દ્વારા ઇન્દ્રિયોને સંયમમાં રાખનારા શ્રધ્ધાવાન જ્ઞાન પ્રાપ્ત કરે છે. જ્ઞાન પ્રાપ્ત કરીને તે તત્કાલ ભગવદ્‌-પ્રાપ્તિરૂપી શ્રેષ્ઠ શાંતિ પ્રાપ્ત કરે છે.

     યોગિનામપિ સર્વેષાં મદ્તેનાન્તરાત્મના |

     શ્રધ્ધાવાન્ ભજતે યો માં મે યુક્તતમો મત: ||

                                      -  શ્રીમદ્‌ભગવદ્‌ગીતા  ૬/૪૭

અર્થ - કર્મમાર્ગ, જ્ઞાનમાર્ગ, યોગમાર્ગ વગેરે માર્ગોના બધા સાધકોમાં જે શ્રધ્ધાવાન પોતાના અંતરાત્માથી મારી અનન્યભક્તિ કરે છે, એ સર્વશ્રેષ્ઠ છે એવું હું માનુ છું કારણકે તે મારી સાથે અખંડતાથી અને સંપૂર્ણરીતે બંધાયેલ હોય છે.

 

     શ્રધ્ધાવાન્ અનસૂયશ્ચ શૃણુયાદપિ યો નર: |

     સોડપિ મુક્ત: શુભાન્ લોકાન્ પ્રાપ્રુયાત્ પુણ્યકર્મણામ્ ||

                                           - શ્રીમદ્‌ભગવદ્‌ગીતા ૧૮/૭૧

અર્થ - કોઈના પણ પ્રત્યે અસૂયા (ઈર્ષા) ન રાખનાર જે શ્રધ્ધાવાન માનવ આ શ્રીમદ્‌ભગવદ્‌ગીતાનું શ્રવણ કરશે, એ પણ સમગ્ર બંધનોમાંથી મુક્ત થઈને પુણ્યકર્મ કરનારા શુભ લોકોમાં જશે.

સર્વસામાન્ય માનવ, ભક્ત, શ્રદ્ધાવાન અને સાચો શ્રદ્ધાવાન આ ભક્તિમાર્ગના પ્રવાસના વિભિન્ન પડાવ

સર્વસામાન્ય માનવ

ઉપભોગો માટે ( ઉપભોગ પ્રાપ્ત કરવા માટે) ભક્તિ કરવી અને ભગવાનને ભૂખ્યાં રાખવા અને પોતાનું કામ પુરુ થઈ જતાં જ તેમને ભૂલી પણ જવા અને જરુરિયાત હોય ત્યારે ભગવાનને યાદ કરવા.

ભક્ત

જે ભક્તિ કરે છે, તે ભક્ત છે. ભક્તિમાર્ગમાં ભક્ત માત્ર તેની પાસે જેટલી અને જેવી શ્રદ્ધા છે, એ શ્રદ્ધાથી આરંભ કરે છે.

ક્ષમતા અનુસાર પોતાના ઇષ્ટદેવતાની ભક્તિ કરતો રહે છે અને મુખ્ય વાત એ છે કે તે સદૈવ ભગવાન પ્રત્યે કૃતજ્ઞ રહે છે અને

"હે ભગવાન, તમે જ મારા જીવનના સૂત્રધાર છો’ એવુ ભગવાનને વારંવાર કહેતા ભજન, પૂંજન, મંત્રજાપ, નામના જાપ કરતા રહે છે.

ભક્તિમાર્ગમાં આ ભક્ત "હું અલ્પ છું, હું સીધોસાદો છું; પરંતુ મારા ભગવાન અનંત છે અને અપરંપાર સામર્થ્યથી યુક્ત છે અને મારા ભગવાન પ્રેમથી મોહિત થાય છે” આ અનુભૂતિને મનમાં અધિકાધિક દ્રઢ કરતા જીવનની દરેક વાતનું સ્વાગત કરે છે.

આવા ભક્તનું ધ્યેય એક જ હોય છે - મારે મારા ભગવાનના દાસ અને સખા બનવાનું છે અને તેમની ખૂબ સેવા કરવાની છે અને તેમના શરણમાં રહીને જ જીવન વ્યતીત કરવાનું છે.

શ્રદ્ધાવાન

જ્યારે ભક્તનાં મનમાં દાસ્ય, સખ્ય અને શરણાગતિ આ ભાવનાઓનું વચ્ચે વચ્ચે જ પરંતુ ઉચ્ચારણ થાય છે ત્યારે સ્વયંભગવાન સ્વયં આ ભક્તિમાર્ગીને ઝડપથી આગળ લઈ જાય છે અને તેના દ્વારા કરવામા આવેલ અલ્પ-સ્વલ્પ સેવાને દસગણી બનાવીને સ્વીકાર કરતા રહે છે અને અતિશય નાજુકતાથી ભક્તિમાર્ગીયને શ્રદ્ધાવાન બનાવીને અર્થાત સ્વયંના સખા બનાવીને ભક્તિભાવ ચૈતન્યમાં લઈ આવે છે. ભક્તિભાવ ચૈતન્યમાં રહે છે એ જ સાચો ભક્ત અર્થાત શ્રદ્ધાવાન છે.

ભક્તિમાર્ગમાં સ્વયંભગવાન, શ્રદ્ધાવાનના જીવનમાં આદિમાતા જગદંબાના આદેશ અનુસાર ક્યાંય પણ અને ક્યારેય પણ હસ્તક્ષેપ કરતા રહે છે.

સાચો શ્રધ્ધાવાન

જે શ્રદ્ધાવાન સ્વયંભગવાનની તેમની સાથે સદૈવ સંલગ્ન રહેનારી શક્તિ અર્થાત દૈવી પ્રકૃતિ અર્થાત

સ્વયંભગવાનની પ્રેમશક્તિનો આશ્રય કરે છે,

સ્વયંભગવાનના ચરણોમાં શરણાગત થાય છે, સ્વયંભગવાનના ચહેરા પર રહેનારા સ્મિત - હાસ્યથી પ્રસન્ન થાય છે

અને સ્વયંભગવાનની નજરમાં રહેનારા પ્રેમનો સ્વીકાર કરે છે,

એ જ સાચો શ્રદ્ધાવાન; એ જ સ્વયંભગવાનનો નિરંતર દાસ અને સખા બની શકે છે.

Scroll to top