ઉત્તર : જે ભક્તિ કરે છે, તે ’ભક્ત’ છે અને જે ભક્તિભાવ ચૈતન્યમાં રહે છે એ સાચા ભક્ત એટલે ’શ્રદ્ધાવાન’ છે.
ઉત્તર : સ્વયંભગવાન જ એકમાત્ર વાસ્તવિક કર્તા છે. કારણ કે આ વિશ્વની પ્રત્યેક વાત ભલે કોઈપણ પ્રકારે ઘટિત થાય, કોઈપણ પોતાની કર્મસ્વતંત્રતાનો ઉપયોગ ગમે તે રીતે કરે, અતંત: સમગ્ર સૂત્ર આ સ્વયંભગવાનનાં હાથોમાં રહે છે. બધા સૂત્રોને સુવ્યવસ્થિત સ્વરુપે સંચાલિત કરતા રહે છે અને તેથી તેમનું ’સૂત્રાત્મા’ આ નામ પણ છે.
ઉત્તર : ભક્તિભાવ ચૈતન્યમાં રહેવાના કારણે ઉદ્ધરણનો માર્ગ ખુલે છે અને થોડી પ્રતિક્ષા બાદ ભક્ત પાપમુક્ત થાય છે. એટલે ભક્તિભાવ ચૈતન્યમાં રહેવાના કારણે ’કર્મના અટળ સિદ્ધાંત’નો પ્રભાવ નષ્ટ થવા માટે મદદ મળે છે.
પાપનું પાપત્વ અને પૂણ્યનું પૂણ્યત્વ આ બંને વાતોથી સ્વયંભગવાન અલિપ્ત હોય છે. આ સ્વયંભગવાન માત્ર ભક્તિભાવ ચૈતન્યમાં જ લિપ્ત થાય છે. સ્વયંભગવાન શ્રીકૃષ્ણએ ભગવદ્ગીતાના ૯ માં અધ્યાયના ૩૦માં શ્લોકમાં સુસ્પષ્ટ સ્વરુપે કહ્યું છે – ’જો કોઈ અત્યંત દુરાચારી મારુ અનન્યભાવથી ભજન કરે છે, તો તેણે ઘણી સારી રીતે ભક્તિનો નિશ્ચય કર્યો છે તેથી તેને પવિત્ર જ માનવુ જોઈએ.’
સદ્ગુરુ આ સ્વયંભગવાન સ્વયં એક જ એક છે અને શુભાત્રેયી દ્વારા કરવામાં આવેલ તેમની મંત્રગજર આવા દુરાચારીઓને અર્થાત જે અત્યંત અને સર્વથા દુરાચારી છે; જેમણે પાપોની અંતિમ મર્યાદા ઓળંગી દીધી છે, જેમણે કોઈપણ પાપ કરવામા કંઈ બાકી રાખ્યું નથી એવા મૂર્ખાઓને પણ ભક્તિભાવ ચૈતન્યમાં પ્રવેશ કરે ત્યારે પાપહીન બનાવે છે.
ઉત્તર : માનવનું મન ભલે ભગવત્-પરાયણ બને, પરંતુ જ્યાં સુધી તેને શરીરનો સાથ મળતો નથી ત્યાં સુધી મન નિશ્ચલ બની શકતુ નથી અને ચંચળ મન નિરંતર ભગવત્-પરાયણ રહી શકતુ નથી; તેથી જ્યાં મન ચંચળ અને દુર્બળ બની શકે છે ત્યાં આવી રીતે ઉપાસનાઓ શરીર અને બુદ્ધિને મન સાથે બાંધી રાખે છે. પૂજન વગેરે પણ બધા બાહ્ય ઉપચાર માનવના પ્રાણમય દેહમાં સ્થિત ઉર્જાકેન્દ્રોને સમર્થ અને શુદ્ધ બનાવવા માટેનાં વિભિન્ન માર્ગ છે.
જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી શ્રદ્ધાવાનને ભજન, પૂંજન, અર્ચન, હવન, તીર્થયાત્રા, વ્રત વગેરે બાહ્ય ઉપચારોની અવશ્યકતા રહે જ છે.
ઉત્તર : ’હું’ ભગવાનમાં છું, હું ભગવાનનો છું, ભગવાન મારા હૃદયમાં છે, ભગવાનના પ્રેમમાં જ હું સુખપૂર્વક જીવી શકુ છું, આ શાશ્વત સત્ય જ્યારે માનવ ભૂલી જાય છે અને ભગવાનનો આધાર માત્ર આવશ્યકતા માટે જ લે છે ત્યારે આ માનવની સ્થિતી સમુદ્રથી અલગ પડેલ એક ટીપાં સમાન બને છે – આ ટીપું અર્થાત જીવાત્મા અર્થાત આ માનવ યત્કિંચિત્ અર્થાત અલ્પ બની જાય છે અને કંઈ કરી ન શકતા જમીનામાં ભળી જતા કીચડ બની જાય છે.
સમુદ્રથી અલગ પડેલ ટીપું જ્યારે સૂર્યની ઉષ્માથી બાષ્પ બનીને આકાશમાં આવે છે અને પર્જન્ય – વરસાદના ટીપાં બનીને પુન: સાગરમાં ભળે છે, ત્યારે ’આ ટીપાંને’ સંપૂર્ણ સાગરનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે અર્થાત આ ટીપાંને સમગ્ર સમુદ્રનું સમર્થન પ્રાપ્ત થાય છે.
આવી રીતે માનવ જ્યારે હંમેશા આ વાત ધ્યાનમાં રાખે છે કે ’હું આ અનંત અથાગ એવા સ્વયંભગવાનનો અંશ છું’ ત્યારે તેને આ ભગવત્-સમુદ્ર પાસેથી દરેક વાતોની આપૂર્તિ કરવામાં આવે છે.
’હું ભગવાનનો અંશ છું’ એટલે કે હું ભગવાનથી અલગ નથી, આ સત્યને જીવનમાં ઉતારવાનો સર્વશ્રેષ્ઠ અને અત્યાધિક સરળ, આસાન માર્ગ છે ભક્તિભાવ ચૈતન્ય.
ઉત્તર : સમુદ્ર અને સમુદ્રનાં એક ટીપાં વચ્ચેનો સંબંધ જ સ્વયંભગવાન અને પ્રત્યેક માનવ વચ્ચે રહેલ સંબંધ છે.
રાસાયણિક દ્રષ્ટિથી સમુદ્રનું જળ અને આ જળનાં અલગ થયેલ એક ટીપાં વચ્ચે કોઈપણ ફરક નથી – અર્થાત અભેદ છે. પરંતુ સમગ્ર સમુદ્રનું સામર્થ્ય અને આ અલગ કરેલ ટીપાંના સામર્થ્ય વચ્ચે તુલના કરી શકાતી નથી.
ઉત્તર : સ્વયંભગવાન ત્રિવિક્રમની મંત્રગજર માનવ સુખમાં હોય ત્યારે પણ, મુશ્કેલીમાં અથવા દુ:ખમાં હોય ત્યારે પણ અને આવી રીતે સુખ અથવા દુ:ખ બંનેમાંથી કંઈ પણ ન હોવા છતાં અર્થાત કંઈ વિશેષ ઘટિત ન થઈ રહ્યું તો પણ અર્થાત કોઈપણ પરિસ્થિતીમાં કરી શકે છે.
ઉત્તર : આ સાર્વભૌમ મંત્રગજરના પ્રથમાર્ધ છે, શ્રદ્ધાવાન દ્વારા ભગવાન ત્રિવિક્રમ અને ત્રિ-નાથોને કરવામાં આવેલ પ્રાર્થના અને આ સાર્વભૌમ મંત્રગજરના દ્વિતીયાર્ધ છે, ભગવાન ત્રિવિક્રમ પાસેથી શ્રદ્ધાવાનો માટે આવનારી કૃપાનો સ્ત્રોત અર્થાત પ્રસાદ. આ મંત્રગજર સાર્વભૌમ છે. કારણ કે આ એકમાત્ર અદ્વિતીય એવો પરિપૂર્ણ મંત્ર છે. જ્યાંથી આ મંત્રનો આરંભ થાય છે, ત્યાં જ આવીને સ્થિર થાય છે અર્થાત વર્તુળ પૂર્ણ થાય છે.
ઉત્તર : સ્વયંભગવાન ત્રિવિક્રમના મંત્રગજર, ત્રિવિક્રમની રુપસુંદરતા, ત્રિવિક્રમની લીલાઓ અને ત્રિવિક્રમ મૂળ ધામ (અર્થાત ત્રિ-નાથોના અનાકલનીય પવિત્ર અસ્તિત્વ) પ્રત્યેના પ્રેમના કારણે કોઈપણ ભક્ત આપોઆપ સ્વયંભગવાન ત્રિવિક્રમના પ્રેમનો અનુભવ કરી શકે છે.
ઉત્તર : કોઈપણ જ્ઞાનનું ચિંતન કરવાથી શાંતિ પ્રાપ્ત થતી નથી. શાંતિ અને સુખ પ્રાપ્ત થાય છે માત્ર અને માત્ર ભક્તિભાવ ચૈતન્યમાં રહેવાથી…
ભગવાનના ઉપદેશનું ચિંતન કરતા જો ભગવાનનું ચિંતન અને નામસ્મરણ નહિં કરીએ અર્થાત ભગવત્-વાક્યોનું ચિંતન જો ભક્તિભાવ ચૈતન્ય-વિરહિત હોય તો તે ઉપયોગી થઈ શકતુ નથી. ભગવાનના પ્રેમ વગર બધુ વ્યર્થ થાય છે.
ઉત્તર : ભગવાન ત્રિવિક્રમ પોતાના ભક્તોને કૃતધ્નતાનું પાપ ન લાગે એ માટે તેમની પાસેથી આભાર અથવા ઉપહારનો સ્વીકાર કરતા નથી.
ત્રિવિક્રમ માત્ર, કોઈકના દ્વારા તેમનો આભાર માનવામાં આવે, એવુ ઈચ્છતા નથી કારણ કે નિયમ અનુસાર આ ભક્તની પાસે આભારના બદલામાં એટલુ પૂણ્ય આવે છે અને શ્રદ્ધાવાન આભાર માનવાનું ભૂલી જાય તો એટલુ જ પાપ આવી શકે છે.
અને આવી રીતે પાપ તેમના ભક્તો પાસે આવે એ વાત ત્રિવિક્રમને ક્યારેય ગમતી નથી.
તેથી ત્રિવિક્રમને જે કંઈ અર્પણ કરવુ હોય એ માત્ર પ્રેમ અને શ્રદ્ધાથી કરો, માનતા રાખી હોય એ પૂરી કરવા માટે પણ કરો; પરંતુ આભાર માનવા માટે (Thanks) સ્વરુપે નહિં માત્ર પ્રેમપૂર્વક જ.
શ્રદ્ધાવાન ત્રિવિક્રમને પ્રેમપૂર્વક બધુ આપી શકે છે. માત્ર તેમનો આભાર ન માનતા તેના બદલે ’હું તને બહુ પ્રેમ કરુ છું’ એવુ કહેતા રહે.
કારણ કે પ્રેમ, શ્રદ્ધા, ભક્તિ, નિષ્ઠા અને વિશ્વાસ આ જ પંચ-ઉપચાર ત્રિવિક્રમને સૌથી વધારે પ્રિય છે.
ઉત્તર : સ્વયંભગવાન ત્રિવિક્રમ શ્રદ્ધાવાનોના જીવનમાં સદૈવ ત્રણ સ્તર પર એક જ સમયે કાર્યરત રહે છે અને તરલ સ્તર પર એ ’આકાશ’ મહાભૂતનાં માધ્યમથી ’શબ્દ’ અર્થાત ’વિચાર’ આ માર્ગથી કાર્યશીલ રહે છે; જ્યારે સૂક્ષ્મ સ્તર પર આ ત્રિવિક્રમ ’વાયુ’ મહાભૂત માધ્યમથી “સ્પર્શ’ અર્થાત ’પ્રેરણા’ આ માર્ગથી કાર્યરત રહે છે;
આવી રીતે સ્થૂલ સ્તર પર આ ત્રિવિક્રમ ’અગ્નિ’ મહાભૂતનાં માધ્યમથી ’તેજ’ અર્થાત ’કાર્ય-ઉત્સાહ, કાર્યશક્તિ અને કૃતિસામર્થ્ય’ માર્ગથી કાર્ય કરે છે.
ઉત્તર : જ્યારે જ્યારે શ્રદ્ધાવાન વિરુદ્ધ શ્રદ્ધાહીન એવી પરિસ્થિતી સર્જાય છે, ત્યારે ત્યારે શ્રીત્રિવિક્રમ માત્ર શ્રદ્ધાવાનોની જ સહાયતા કરે છે.
પરંતુ જ્યારે શ્રદ્ધાહીનોની વચ્ચે જ અંતર્ગત સંઘર્ષ શરુ થાય છે, ત્યારે આ જ શ્રીવિક્રમ તેમાંથી જે લોકો અજ્ઞાનવશ શ્રદ્ધાહીન બનેલ છે, તેની પાછળ ઉભા રહે છે અને પહેલાં તેને શ્રદ્ધાવાન બનાવે છે ત્યારબાદ તેને વિજયી બનાવે છે.
આવી રીતે શ્રીત્રિવિક્રમ માત્ર શ્રદ્ધાવાનોને જ વિજયી બનાવે છે અને તેથી તેને ’શ્રદ્ધાવાનોનાં કૈવારી’ કહેવામાં આવે છે.
ઉત્તર : ત્રિવિક્રમનાં દર્શનથી કોઈપણ ભક્તને પહેલાં પ્રાપ્ત થાય છે, મન:શાંતિ. કોઈને સો ટકા મન:શાંતિ મળે છે અને કોઈનું મન પચાસ ટકા શાંત થાય છે. પરંતુ ત્રિવિક્રમના ફોટાનાં પણ દર્શન કર્યા બાદ મન થોડુ પણ શાંત થાય નહિં, એવુ ક્યારેય બનતુ નથી અને બનશે પણ નહિં.
ઉત્તર :બધા સાચા શ્રદ્ધાવાનોના પાપના અર્થાત હલાહલ વિષ (ઝેર)નું પ્રાશન કરવુ, એ ત્રિવિક્રમનું પ્રમુખ કાર્ય છે અને તેથી એકમાત્ર આ એવા છે કે જેનાં ચરણ પૂર્ણ વિશ્વાસથી પકડનાર, નિહાળનાર અને આ ચરણનું સ્મરણ કરનાર સાચા શ્રદ્ધાવાનના દરેક પાપને આ માત્ર નાની ભૂલમાં પરિવર્તિત કરતા રહે છે.
ઉત્તર : ’અંબજ્ઞતા’ એટલે આદિમાતા પ્રત્યે શ્રદ્ધાવાનના મનમાં રહેનારી અને ક્યારેય ન ઢળનારી અસીમ કૃતજ્ઞતા.
ઉત્તર : ’નાથસંવિધ્’નો અર્થ છે, જગદંબા દુર્ગા દ્વારા પૂર્વજન્મોથી અલગ એવી નવા જન્મ માટે તૈયાર કરવામા આવેલ વિશેષ યોજના.
નાથસંવિધ્ અર્થાત આ જન્મયોજના અર્થાત આ ત્રણ નાથબિંદુઓની ઇચ્છા, પ્રેમ, કરુણા, ક્ષમા અને સામર્થ્યસહાયતા આ પંચવિશેષો દ્વારા તૈયાર કરવામા આવેલ સંપૂર્ણ જીવનની રુપરેખા.
માનવ આ રુપરેખા અનુસાર જ પોતાનુ જીવન વ્યતીત કરે એ ઉદ્દેશ્યથી તે એકમાત્ર ભગવાન ત્રિવિક્રમ, માનવની શ્રધ્ધા બળવાન બને એ માટે અને તેના સદ્ગુણોનો વિકાર કરવા માટે નિરંતર કાર્યરત રહે છે.
પરંતુ આ રુપરેખાને માનવની કર્મસ્વતંત્રતાની આડે આવવા દેતા નથી. આ રુપરેખાનો સ્વીકાર કરવા માટે અથવા તેની અવગણના કરવા માટે માનવ સ્વતંત્ર હોય છે.
પરંતુ આ નાથસંવિધ્ રુપરેખા જ માનવ માટે સૌથી શ્રેયસ્કર (પરમહિતકારી) હોય છે.
ઉત્તર : ૐ આ એકાક્ષર મંત્ર (એક અક્ષરવાળો મંત્ર) જેવી રીતે ત્રિ-નાથોનાં સામર્થ્યથી યુક્ત છે, તે વિશ્વનાં પ્રાગ્ટ્યના મૂળ બીજ છે,
એવી રીતે ’રામ-નામ’ આ ત્રિ-નાથોનાં એકત્રિત અસ્તિત્વ ધારણ કરનાર સર્વશ્રેષ્ઠ મંત્ર છે. તેમાં સ્થિત “રં”નો અર્થ છે અગ્નિ અર્થાત સહજશિવ, ’આ’ અર્થાત મૂળ દૈવી પ્રકાશ અર્થાત સચ્ચિદાનંદ, ’આ’નંદબીજ અને મ’ આદિમાતાના બીજ (ષોમબીજ) છે.
તેથી રામ નામનું મહાવિષ્ણુ દ્વારા અભિમાન ધારણ કરીને રામજન્મ થનાર છે, છતાં પણ ’રામ’ નામ સંપૂર્ણ ત્રિ-નાથ કુળના બધા બીજમંત્રોને પોતાનાં ઉદરમાં ધારણ કરે છે.
દત્તગુરુ અને તેથી સહજશિવ અને જગદંબાને ’રામ’ આ નામ સૌથી વધારે પ્રિય છે.
રામ નામમાં ’રા’ રુપે સહજશિવનું સામર્થ્ય અર્થાત પિતૃત્વ-સામર્થ્ય અને ’મ’ રુપે જગદંબાનું સામર્થ્ય અર્થાત માતૃત્વ-સામર્થ્ય દરેક માટે, દરેક શ્રદ્ધાવાન માટે આવશ્યક હોય એટલા પ્રમાણમા રહે છે.
આ રામનામનુ વહન સ્વયં હનુમાનજી કરે છે અને આ રામનામના શરીરને ત્રિવિક્રમ ધારણ કરે છે.
ઉત્તર : સચ્ચિદાનંદ અર્થાત સત્, ચિત્, આનંદ સ્વરુપ પરમેશ્વર દત્તગુરુ, આદિપિતા સહજશિવ નારાયણ અને આદિમાતા જગદંબા નારાયણી આ ત્રિ-નાથો નાં સમગ્ર વિશ્વને વ્યાપ્ત કરનાર અને ભક્તોના જીવનમાં સર્વત્ર ભરીને રહેનાર ’જીવિત આનંદ’ જ છે સ્વયંભગવાન, અર્થાત ત્રિવિક્રમ એટલે કે ત્રિ-નાથોના આનંદ. ત્રિવિક્રમ અને સ્વયંભગવાન આ બે શબ્દ એકરુપ જ છે.
ઉત્તર : પ્રજાપતિબ્રહ્મા, મહાવિષ્ણુ અને પરમશિવ આ ત્રણેય રુપો આ સહજશિવ અને જગદંબાના ત્રણ પુત્ર જ છે અને આ વાત તમે પણ જાણો જ છો.
સાથે જ આ ત્રણેયનાં રુપ અને કાર્ય અલગ હોવાછતાં પણ આ ત્રણનાં મૂળ રુપ ૐકારસ્વરુપ પરમાત્મા જ છે.
દરેક મનુષ્યને તેમનાં ગત જન્મોનાં અનુભવો અનુસાર અને કર્મો અનુસાર આગળના જન્મમાં પસંદ, નાપસંદ અને ચયન કરવુ આ ત્રણ વાતો દરેક ક્ષેત્ર માટે આપોઆપ જ પ્રાપ્ત થાય છે. તેથી કોઈકને કોઈ એક દેવતા પસંદ હશે તો બીજા કોઈને બીજા કોઈ દેવતા ગમશે અને આ ચંડિકાકુળ સદસ્યોના અનેક રુપ જનમાનસમાં દઢ છે અને આ બધા રુપોના પ્રતિનિધિત્વ અને કેન્દ્રીકરણ મહાવિષ્ણુ અને પરમશિવ તથા લક્ષ્મી અને પાર્વતીમાં હોય છે.
કારણ કે આ બંનેની કરવામાં આવેલ ઉપાસના ત્રિ-નાથો સુધી જ આવીને પહોંચે છે.
મહાવિષ્ણુનાં ભક્તોની ઉપાસનાનો સ્વીકાર મહાવિષ્ણુનું જ રુપ લઈને, પરંતુ સહસ્ત્રબાહુ ધારણ કરીને ’નારાયણ’ નામથી સહજશિવ કરે છે અને જગદંબા ’નારાયણી’ રુપે કરે છે.
પરમશિવની ઉપાસનાનો સ્વીકાર સહજશિવ ’મહાદેવ’ આ નામથી અને ’સહસ્ત્રહસ્ત શિવ’ સ્વરુપે કરે છે અને જગદંબા ’શિવા’ અને ’મહાદેવી’ આ નામોથી તેનો સ્વીકાર કરે છે.
આ ત્રિ-નાથોંની યોજનાના કારણે અર્થાત નાથસંવિધ્ના કારણે ભગવાનના કોઈપણ રુપને માનનારા ભક્ત ત્રિ-નાથોના આર્શીવાદથી વંચિત રહી શકતા નથી.
ઉત્તર : પરબ્રહ્મ પરમેશ્વર દત્તગુરુના ’એકોઙસ્મિ બહુસ્યામ્’ આ આદ્ય સ્ફુરણથી એટલે કે ઈચ્છાથી આ વિશ્વ ઉત્પન્ન થયુ અને તેમના આ સંકલ્પ સાથે જ તેઓ પરમેશ્વર સ્વયં જ ’શ્રીમન્નારાયણ’ અર્થાત ’શ્રીમહાદુર્ગેશ્વર’ બની ગયા અને તેમની ઈચ્છા જ આદિમાતા ગાયત્રી, જગદંબા, ચંડિકા બની ગયા. લીલાધારી પરમેશ્વર સ્વયંની લીલાથી જ આ વિશ્વની ઉત્પત્તિ કરે છે, સ્વ-લીલાથી જ તેઓ આ વિશ્વનું સંચાલન કરે છે અને પોતાની લીલાથી જ તેઓ આ વિશ્વને સ્વયંમાં લય કરે છે.
પરમેશ્વર દત્તગુરુની આ લીલાશક્તિને જ ’લલિતા’ કહેવાય છે. આદિમાતા જગદંબા લલિતા જ પરમેશ્વરની આદ્યલીલા છે, પ્રથમલીલા છે. આ જ પરમપિતા દત્તગુરુની, નિત્યશિવની નિત્યલીલા છે. આ જ મહાકામેશ્વરની આદ્ય કામના છે.
લલિતા જ આદિવિદ્યા, શુદ્ધવિદ્યા, પરાશક્તિ, ચંડિકા, મહાદુર્ગા, શ્રીવિદ્યા છે. પરમેશ્વર ’શ્રીમન્નારાયણ’ છે, તો પરમેશ્વરી ’નારાયણી’ છે; પરમેશ્વર ’મહાદુર્ગેશ્વર’ છે, તો આ ’મહાદુર્ગા’ છે; પરમેશ્વર ’મહાકામેશ્વર’ છે, તો આ લલિતા ’મહાકામેશ્વરી કામકલા’ છે.
ઉત્તર : દતગુરુ, સહજશિવ મહાદુર્ગેશ્વર અને જગદંબા આ ત્રણેય અને ત્રણેયના એકત્રિત રુપથી ’નાથ’ આ સંજ્ઞા છે. દત્તગુરુ અર્થાત નિર્ગુણ અર્થાત નિરંજનનાથ, સહજશિવ મહાદુર્ગેશ્વર અર્થાત આદિનાથ અર્થાત સગુણનાથ અને જગદંબા દુર્ગા અર્થાત ઉદયનાથ અર્થાત સકલનાથ.
આ ત્રણેયને જ ’નાથ’ અર્થાત ’પરમેશ્વર’ કહેવાય છે.
’નાથ’ આ નામમાં ’ન’ આ નિરંજનનાથના વાચક છે, ’આ’ આ સગુણનાથના વાચક છે અને ’થ’ આ સકલનાથના વાચક છે.
ઉત્તર : રોગોને નિમંત્રણ આપનાર અને પરમેશ્વરી કૃપા માટે અવરોધક બનનાર આ ક્રોધ એટલે માનવનો સૌથી મોટો શત્રુ છે. ભસ્માસુરે જેવી રીતે પોતાના જ મસ્તક પર હાથ મૂકીને સ્વયંને ભસ્મ કર્યો એવી રીતે આપણે આપણાં જ ક્રોધ પર ગુસ્સો કરીએ છીએ ત્યારે આ ક્રોધરુપી ભસ્માસુર નષ્ટ થાય છે. પરંતુ આ ભષ્માસુરથી આ બધુ કરાવનારી ’મોહિની’ એટલે શું? મહાવિષ્ણુનો આ મોહિની અવતાર જ પરમાત્માની ’સગુણ ભક્તિ’ છે. પરમેશ્વરની નામરુપી મોહિની જેટલા પ્રમાણમાં મારા અંતરંગમાં પ્રવેશ કરે છે તેના પ્રત્યેક પદન્યાસ સાથે મારી અંદરનાં ષડ્રિપુ એટલા જ પ્રમાણમાં નષ્ટ પામે છે અને એટલાં જ પ્રમાણમાં પરમેશ્વરનાં ષોડૈશ્વર્ય મારા જીવનમાં પ્રવેશ કરે છે.
ઉત્તર : કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર આ ષડ્રિપુ જ મનુષ્યની પૂર્ણતાના સ્વપ્નને સાકાર ન થવા દેનારા છ શત્રુ છે.
ક્રોધના કારણે મનુષ્ય પોતાનુ સંતુલન ગુમાવી બેસે છે. ઘણીવાર માત્ર એક ક્રોધના આવેશમાં આવીને કરેલ ભૂલનું પ્રાયશ્ચિત કરવામા સંપૂર્ણ લૌકિક જીવન બરબાદ થઈ જાય છે.
મને ક્રોધ આવતો રહે છે, કોઈક ને કોઈક કારણવશ, એવું આપણને બધાને લાગે છે; એટલુ જ નહિં, પરંતુ આવો આપણને પૂર્ણ વિશ્વાસ હોય છે. પરંતુ ક્રોધ મારા મનમાં રહે છે, વધતો જ રહે છે. થાય છે એવુ કે પોતાના માટે અનુકુળ એવા કોઈ વિશેષ કારણથી અવસર મળતાં જ તે બહાર નીકળી આવે છે. ખોટા વિચાર, ખોટા આહાર-વિહાર અને ખોટી અપેક્ષાઓના કારણે મનમાં સ્થિત ક્રોધ વધતો રહે છે અને મજબૂત બને છે.
ક્રોધ એ સૌથી વધારે પ્રભાવકારક અને ક્ષણવારમાં વિનાશ કરનાર ભસ્માસુર જ છે.
અન્યાય પ્રત્યે આવેશમાં આવી જવુ એ જીંદાદિલીનું લક્ષણ છે. પરંતુ નાના નાના કારણોથી મનોમન અથવા જાહેરમાં ગુસ્સે થવુ એ મારા માટે જ વધારે હાનિકારક સાબિત થાય છે. મારા અત્યાધિક નારાજ થવાના કારણે અને નારાજગી ઓછી કરવાના પ્રયત્ન ન કરવાના કારણે શરીરની અનેક રાસાયણિક ક્રિયાઓ પર તેનુ દુષ્પરિણામ આવે છે અને તે ઘણા સમય સુધી સ્થિર રહે છે. હાઈ બ્લડ પ્રેશર, જઠરવ્રણ – અલસર, એસીડીટી, હૃદયવિકાર, સંધિગતવાત, દમ વગેરે અનેક રોગ ક્રોધના કારણે જ વધતા રહે છે, આ વાત આધુનિક વૈદ્યકશાસ્ત્ર પણ આપણને સમજાવે છે. ક્રોધના કારણે મહાપ્રાણનું મન પર રહેનાર નિયંત્રણ પણ ક્ષીણ થાય છે. અર્થાત મારા મન પર રહેનાર પરમેશ્વરી અંકુશ આ ક્રોધના કારણે ઢીલુ પડી જાય છે. અર્થાત ક્રોધ મારા ભક્તિમાર્ગના પ્રવાસમાં પણ વિધ્ન ઉભુ કરે છે.
ઉત્તર : પ્રત્યેક માનવનાં અંતર્મનમાં બધા પ્રકારના બીજ હોય જ છે. સારા અને ખરાબ, શુદ્ધ અને અશુદ્ધ આવા બંને પ્રકારનાં બીજ એક સાથે નિવાસ કરે છે. તેમાંથી કયા બીજ ક્યારે ઉગશે અને વધશે એ આપણાં પ્રારબ્ધ પર નિર્ભર કરે છે, પરંતુ ઉગેલા કયા છોડને વધારવાના છે અને કયા છોડને જડમૂળથી નષ્ટ પામે ત્યાં સુધીનાં કાપવાના છે, એ મારા હાથમાં હોય છે. આને જ ’કર્મસ્વતંત્રતા’ કહેવાય છે.
ઉત્તર : પ્રત્યેક જીવાત્માનો પુરુષાર્થ એમાં જ છે કે મૃત્યુનો ભય તથા મરવાની અગતિકતા પૂર્ણ રુપે નષ્ટ થવી જોઇએ. જીવનને સફળ બનાવવુ હોય તો, મારે મારા જીવનમાં તૃપ્તિ, શાંતિ અને સંતોષ લાવવો આવશ્યક છે.
ઉત્તર : સન્માર્ગ પર ચાલતા વ્યવહાર કરતા રહેવુ અને આવી રીતે વ્યવહાર કરતા કરતા અંતર્મનને ધીરે ધીરે પરમેશ્વરી મનના પ્રવેશ માટે ખાલી કરતા રહેવુ જ અધ્યાત્મ છે; (અને જીવનમાં અધ્યાત્મ આ અંતિમ ધ્યેયને સાકાર કરવા માટે દેહોપયોગી ક્રિયા સન્માર્ગથી કાર્યરત રાખવી જ વ્યવહાર છે.)
જ્યારે આપણાં જીવનનાં પ્રત્યેક કાર્ય આપણે પરમેશ્વર માટે કરીએ છીએ અને પરમેશ્વરને આપણી બધી વાતો એ જ ક્ષણે જ્ઞાત થાય છે, આ વાતને ધ્યાનમાં રાખીને જીવવુ જ આધ્યાત્મિક જીવન છે અને આ જ માર્ગ ખરેખર સત્ય પ્રેમ, આનંદ અને નિત્યપ્રસન્નતા પ્રદાન કરનાર હોય છે.
સત્ય, પ્રેમ, આનંદ આ જ એકમાત્ર અધ્યાત્મની ત્રિસૂત્રી છે. ભક્તિ, સેવા અને સંસ્કારોના શુદ્ધીકરણ એ જ અધ્યાત્મના સાધન છે. વ્યાવહારિક જીવન જીવતા સમયે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ અધિક સન્માર્ગથી કરવા અર્થાત ધર્મથી અર્થ અને કામ આ પુરુષાર્થોની પ્રાપ્તિ કરવી, એ જ આધ્યાત્મિક જીવનની પહેલી સીડી છે અને આવી રીતે ગૃહસ્થી કરતા સેવા અને ભક્તિનું અવલંબન કરીને સ્વયંનું અધિક શુદ્ધીકરણ કરીને બદલાવ લાવવો એ અધ્યાત્મવાદની બીજી સફળ સીડી છે.
ઉત્તર : પરમેશ્વર પ્રત્યે રહેનારી મારી ભક્તિ જેટલાં પ્રમાણમાં મારા અંતર્મન પર અધિકાર રાખે છે, એટલા પ્રમાણમાં મારા અંતર્મનમાં છુપાયેલ અનેક પ્રકરના ડર ધીરે ધીરે દૂર થતા રહે છે. આ જ છે ભક્તિનું ફળ.
ઉત્તર : પ્રારબ્ધ અર્થાત ’મન’ અને આ મનને બદલવાનો અર્થ છે પ્રારબ્ધને બદલવું.
અને આ બદલવાની ક્રિયા જ અંધકારનું રુપાંતર પ્રકાશમાં કરવાની ક્રિયા છે.
મારા મનની નબળાઈનું જ રુપાંતર મારા મનના સામર્થ્યમાં કરવાની ક્રિયા. અને એકમાત્ર આ જ સાચો જીવતો જાગતો ચમત્કાર છે.
ઉત્તર : ’નમસ્કાર કરવા’ એટલે હાથ જોડવા નહિં, પરંતુ મનને ખોટી દિશાએથી ઉચિત દિશામાં વાળવુ. મન તો અતિશય ચંચળ અને અતિશય વિશાળ છે. તેને શોધવુ બહુ અઘરુ છે.
’મન:’નુ વિરોધી છે ’નમ:’. માત્ર હાથ જોડીને પ્રણામ કરવા એ નમસ્કાર નથી, પરંતુ મનને ખોટી દિશાએથી ઉચિત દિશામાં વાળવુ એ નમસ્કાર છે.
’મન’ અને ’નમ:’ બે શબ્દો વચ્ચે સ્થિત છે, ’નામ’ આ શબ્દ. મનને ઉચિત દિશા પ્રદાન કરનાર ’ઉત્પ્રેરક’ (catalyst) છે ’નામ’, તો અનુચિત દિશા પ્રદાન કરનર ઉત્પ્રેરક (catalyst) છે ’માન’ (અહંકાર).
મારા જીવનની ’ધારા’ (મન) મને વિપરીત દિશામાં વાળીને ’ધારા’ને ’રાધા’ બનાવવી જોઈએ.
અને ’રાધા’ એટલે શું? શુદ્ધ, નિષ્કામ અને એકનિષ્ઠ ભક્તિ.
’રાધા’ અર્થાત ’હ્લાદિની’… આહ્લાદિની શક્તિ. જીવનને આહ્લાદાયક બનાવનારી પરમેશ્વરની ’પ્રેમશક્તિ’.
ઉત્તર : જેનાથી સદા સર્વદા માત્ર પવિત્રતા અને આનંદ ઉત્પન્ન થાય છે, તે સત્ય છે.
જેનાથી માનવને બહુ સુખ મળે છે, પરંતુ તેનાથી પવિત્રતા ઉત્પન્ન થતી નથી, તે અસત્ય છે.
જેનાથી મનુષ્યને પવિત્રતાની પ્રાપ્તિ થઈને તાત્કાલિક સુખ પણ મળી જાય, પરંતુ અન્ય લોકો માટે દુ:ખદાયક અને પરમેશ્વરને આનંદ આપનાર નહિં હોય, તો તે પણ અસત્ય જ છે.
ઉદાહરણ – એક વ્યક્તિએ સદા ’સાચુ’ બોલવાના સોગંધ ખાધા છે અને આ વ્યક્તિ પોતાના ઘરનાં આંગણે બેઠા છે. એટલામાં સામેથી એક ભયભીત યુવતી દોડતી આવે છે અને તેણે કહ્યું કે ’મને બચાવો. મારી પર બળાત્કાર કરવા માટે કેટલાંક ગુંડા મારી પાછળ દોડતા આવી રહ્યાં છે.’ આ વાત સાંભળીને આ વ્યક્તિએ આ યુવતીને પોતાના ઘરમાં છુપાઈ સંતાઈ જવા માટે કહ્યું. તેનો પીછો કરતા પેલા ગુંડાઓ પણ ત્યાં આવી પહોંચ્યાં અને આ વ્યક્તિને પૂછયું,’પેલી છોકરી અહીં ભાગતા ભાગતા આવી છે, તે ક્યાં છે?’ આ સમયે આ વ્યક્તિએ શું જવાબ આપવો જોઈએ? સાચા બોલવાના સોગંધ ખાધા છે, તેથી ’વાસ્તવિકતા’ કહેવી જોઈએ કે ’હા, તે મારા ઘરમાં સંતાયેલી છે.’ નિશ્ચિત જ તેનો અર્થ એવો થાય છે, ’આવો, અહીં જુઓ, અહીં જ છે, તેની પર બળાત્કાર કરો.’ આવુ ઘટિત થાય ત્યારે બોલવુ અને કરવુ ’વાસ્તવિકતા’ અનુસાર તો હશે પરંતુ ’સત્ય’ અનુસાર નહિં હોય. કારણ કે આચરણથી ના તો પવિત્રતા ઉત્પન્ન થશે ના તો આનંદ, ના તો આ વ્યક્તિના જીવનમાં – ના તો આ યુવતીના જીવનમાં અને ના તો આ ગુંડાઓનાં જીવનમાં.
ઉત્તર : દાસ્યભક્તિનો અર્થ યાચના, લાચારી, પરતંત્રતા, પરાવલંબિતા અર્થવા દુર્બળતા નથી પરંતુ ’મારા સ્વામી જેટલાં સમર્થ છે; એટલો જ હું પણ સમર્થ બનીશ’, આવી ઈચ્છા રાખીને તેમના ચરણોમાં રહીને વિનમ્રતાથી તેમના બધા નિયમો સાથે સ્વયંને બાંધી લેવા એ જ દાસ્યભક્તિનો વાસ્તવિક અર્થ છે.
પરમેશ્વરનો પ્રેમ, નિર્ભયતા અને પાવિત્ર્ય આ ત્રિવેણી સંગમનાં દાસ્યત્વનો સ્વીકાર કરવો એ જ પરમાત્માનું દાસ્યત્વ છે.
દાસ્યભક્તિ અર્થાત સંપૂર્ણ શરણાગતિ. ભગવાન શ્રીકૃષ્ણના કહેવા અનુસાર,
સર્વધર્માન્ પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ |
અહં ત્વાં સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ: ||
ભગવાન કહે છે, “હે માનવ, તુ બધા ગુણધર્મો છોડીને માત્ર મારી શરણમાં આવી જા. હું તને પૂર્ણ પાપમુક્ત કરીને સર્વોચ્ચ સ્થાન પ્રદાન કરીશ.”
દરેક કર્મ કરતા સમયે પ્રથમ પરમેશ્વરનો વિચાર કરવો, આ દાસ્યભક્તિની પહેલી શરત છે.
દરેક કર્મ પરમેશ્વર માટે જ કરવા, આ દાસ્યભક્તિની બીજી શરત છે.
પરમેશ્વર મારી ઇચ્છાઓ પૂરી કરશે આ વિચારનો ત્યાગ કરીને, પરમેશ્વર મારા જીવન માટે જે ઉચિત છે એ જ કરશે, આવો દ્રઢ નિશ્ચય રાખવો જ દાસ્યભક્તિની ત્રીજી શરત છે.
મારી સેવા-ભક્તિનું ફળ હું માંગીશ નહિં. એમને જે કંઈ આપવુ હશે, એ આપશે. તેમાં જ આનંદપૂર્વક રહીને તેમની અધિકાધિક સેવા કેવી રીતે કરી શકુ, બસ આ જ વિચાર સાથે જીવનમાં ક્રિયાશીલ રહેવુ એ જ દાસ્યભક્તિની ચોથી શરત છે.
મારા ’કિંતુ’ ’પરંતુ’ અને મારી ’શરતો’ પૂરી થયા બાદ ’સુખ મળે કે દુ:ખ, પરંતુ મારી પાસેથી તમે તમારુ કાર્ય કરાવી લો’ આ જ તીવ્ર અને સાચી ઈચ્છા જ દાસ્યભક્તિની પાંચમી શરત છે.
ભગવાનની સેવા અને પ્રેમમાં જ અધિકાધિક આનંદ પ્રાપ્ત થાય છે અને ત્યારબાદ ગૃહસ્થી તથા પારમાર્થિક દ્રષ્ટિથી જીવન વાસ્તવિક રુપે સંપન્ન થવા લાગે છે. આ ગૃહસ્થી જીવનની સંપન્ન્નતા મને દાસ્યત્વથી દૂર લઈ જાય નહિં, એવી રીતે પરમાર્થથી પ્રાપ્ત થનારી ઉન્નતિના કારણે ક્યાંય મારા અહંકારની વૃદ્ધિ થાય નહિં, આ વાતનું ધ્યાન રાખવુ એ દાસ્યભક્તિની છઠ્ઠી શરત છે.
હનુમાનજીના આચરણને જ એકમાત્ર આદર્શમાર્ગ અને ભરતજીના આચરણને જ એકમાત્ર દિગ્દર્શક યંત્ર સમજીને જીવનયાત્રા કરવી એ જ દાસ્યભક્તિની સાતમી અને સૌથી મહત્વપૂર્ણ શરત છે.
ઉત્તર : આપણાં જીવનમાં આવનારા ૯૯% સુખ-દુ:ખ થોડા જ સમયમાં ગાયબ થઈ જાય છે અથવા તેમનું સ્વરુપ જ બદલાય જાય છે.
આ થોડા સમયને બરાબર સમજી લેવો અને આ થોડા સમયમાં સ્વયંને ભ્રમમાં ન રાખવા એ જ સબુરી છે.
આ સબુરી જ મારા મનમાં ઉત્પન્ન થતાં અનાવશ્યક ડર, ક્રોધ, મોહને દૂર કરી શકે છે.’’
’સબૂરી’નો અર્થ ’માત્ર રાહ જોવી’ એ નથી.પરંતુ તેનો અર્થ છે – પ્રશ્ન હલ કરવા માટે પરિશ્રમ કરતા રહીને એવો વિશ્વાસ કાયમ રાખવો કે મારા પ્રિય ભગવાન મારો ઘાત થવા દેશે નહિં, એ મને ઉચિત ફળ આપશે જ.
દુનિયામાં બધા પ્રકારના ઢોંગ કરી શકાય છે, અહીં સુધી કે અમિરી, વીરતા, અને શ્રધ્ધાનો ઢોંગ પણ કરી શકાય છે; પરંતુ સબુરીનો દેખાડો કોઈ ક્યારેય કરી શકતા નથી અને અહીં જ જૂઠ્ઠી શ્રધ્ધા અને જૂઠ્ઠી ભક્તિનો ભાંડો ફૂટી જાય છે.
ઉત્તર : જ્યારે આસ્તિક્યબુદ્ધિ જીવાત્માના મૂળ સ્થાનથી જાણકારી પ્રાપ્ત કરે છે અને એ પ્રયાસમાં આસપાસનાં વિશ્વનું અધ્યયન કરે છે, ત્યારે આ પરમાત્માનાં સત્ય, પ્રેમ અને આનંદ આ ત્રણ મૂળ ગુણોની ઓળખ થાય છે, વિશ્વની પ્રત્યેક ક્રિયા અને પ્રતિક્રિયામાં આ ત્રિસૂત્રીનો અનુભવ થવા લાગે છે.
અહીં પરમેશ્વર આ સંપૂર્ણ જગતનાં એકમાત્ર કર્તા અને કરાવનારા છે, આ વાતનો દ્રઢ નિશ્ચય હોય છે. આ જ શ્રધ્ધા છે.
સામાન્ય માનવ પણ ’ચિંતન’, ’મનન’, ’શોધ’ (અનુસંધાન) વગેરે મોટા – મોટા શબ્દોનું જ્ઞાન ન હોવાછતાં પણ સ્વયંના વ્યાવહારિક અનુભવો અને દૈનિક જીવનમાં નિર્માતા પ્રસંગોથી નિર્માણ થતી અનુભૂતિ દ્વારા જ ’શ્રધ્ધા’ શીખે છે, માત્ર કોઈ મન પર અંકિત કરે છે, વારંવાર ભારપૂર્વક કહે છે, તેનાથી શ્રધ્ધા ઉત્પન્ન થતી નથી.
આ જન્મમાં સહજતાથી શ્રધ્ધાભાવનું નિર્માણ થવુ, એ મારા પૂર્વજન્મની શ્રધ્ધાનું અપરિહાર્ય પરિણામ હોય છે.
ઉત્તર : જેણે પોતાના ભૂતકાળમાં અર્જિત કરેલ જ્ઞાન અનુસાર, વર્તમાનમાં વિવેક ધારણ કરીને, ભવિષ્યકાળની ચિંતા અને નિશ્ચિત કર્મફળની અપેક્ષા ન રાખતા કર્મસાતત્યતા કાયમ રાખી, એ જ વાસ્તવિક અર્જુન, એ જ વાસ્તવિક જય અને એ જ સાચો શિષ્ય, એ જ સાચો ભક્ત છે.
ઉત્તર : ભક્તિ અર્થાત અત્યંત પ્રેમપૂર્વક કરવામાં આવેલ પરમેશ્વરનું સ્મરણ, દર્શન, ગુણગાન, નિ:સ્વાર્થ સેવા અને સત્ય, પ્રેમ અને આનંદ આ પરમેશ્વરી તત્વોને પોતાના જીવનમાં ઉતારવા માટે કરવામા આવેલ સમગ્ર પરિશ્રમ.
ભજ્-સેવાયામ્-ભજ્ ધાતુનો અર્થ જ મૂળ પ્રેમપૂર્વક સેવા છે.
હું મારા પરમેશ્વરની અતિશય શ્રદ્ધાપૂર્વક જે સેવા કરુ છું, એ જ ભક્તિ છે.
આનો અર્થ છે ભક્તિ અર્થાત પરમેશ્વરને પ્રેમ કરવો અને પરમેશ્વરનાં જ આવા અગણિત સંતાનો, જે બદનસીબ છે; તેમની સેવા કરવી.
પરમેશ્વરનો પ્રેમ મેળવવા માટેનો માર્ગ એટલે જ ભક્તિ.
ભક્તિ એટલે ’ભાવ’ આ હદય રહેનારી, નિત્ય વૃધ્ધિંગત થનારી, અંતરંગી પ્રેમશક્તિ અને સસ્નેહ સેવા છે.
ધર્મપાલન, સ્વકર્તવ્યપાલનને સાતત્યપૂર્વક કાયમ રાખીને દ્રઢ થઈ રહેલ સ્વયંભગવાનના અસ્તિત્વની અનુભૂતિ જ ભક્તિ છે.
જ્યારે ’ભાવ’ એટલે અંત:કરણમાં પ્રગટ થતી ભાવના.