‘સ્વસ્તિક્ષેમ સંવાદમ’ ઈચ્છા પૂરી કરે જ છે ! – અસ્મિતાવીરા પરળકર, કાંદિવલી

બાપુને નજીકથી જોવાની, એમની સાથે બે શબ્દો બોલવાની દરેક શ્રધ્ધાવાનની ઈચ્છા હોય છે....અને એમાં ખોટુ પણ શું છે? એ આપણા બાપ છે અને એમને માટે એમના બધા જ બાળકો સરખા છે. તો પછી હું કેમ આવી ઈચ્છા ન રાખું? પણ આજે આટલા મોટા જનસમૂદાયમાં અને બાપુના અત્યંત વ્યસ્ત સમયપત્રકમાં આ સાધ્ય કરવું લગભગ અશક્ય છે. માત્ર કોઈપણ ઉચિત ઈચ્છા, એ ભક્ત માટે ઉચિત સમયે પૂર્ણ કરવાનું સામર્થ્ય જે ‘સ્વસ્તિક્ષેમ સંવાદમ’ માં છે, એ સંવાદ આવા સમયે પ્રભાવી ઠરે જ છે....

 

અનિરુધ્ધ ભક્તિભાવ ચૈતન્ય ‣

આપણા બાપુ પોતાના બાળકની નાનામાં નાની ઈચ્છા કેવી રીતે પૂરી કરે છે એનો મને આવેલો એક અત્યંત સુંદર અનુભવ. લગભગ ૨૦૦૨ની સાલમાં પરમ પૂજ્ય બાપુએ અમને એમની પાસે ખેંચી લીધા. અમારુ પોયનાડ, રાયગઢ ઉપાસના કેન્દ્ર ૨ માર્ચ, ૨૦૦૩ ને દિવસે શરુ થયું. ત્યારથી બાપુના પ્રવચનોમાં આવવું, ઉત્સવોમાં સહભાગી થવું એ કાયમનું થઈ ચૂક્યુ હતુ. મારા પિતા રવિન્દ્રનાથસિંહ ભગત કેન્દ્રમાં પ્રમુખ સેવક હોવાથી મારા લગ્ન પહેલા હું એમની સાથે રાયગઢ જીલ્લાની બધી જ સેવાઓ/મિટિંગોમાં હાજર રહેવાનો પ્રયાસ કરતી. લગભગ એ સમયથી જ બાપુ પ્રત્યે મનમાં ખૂબ જ લગાવ છે. પરંતુ અત્યાર સુધી બાપુને નજીકથી મળવાનો યોગ આવ્યો ન હતો, ચરણસ્પર્શ તો ખૂબ દૂરની વાત છે. આ વાતનો મને ખૂબ ખંત હતો.

સન ૨૦૧૨માં મારા લગ્ન થયા બાદ હું કાંદિવલી (મુંબઈ) ખાતે રહેવા આવી, એ પણ બાપુની જ કૃપા. કેમકે રાયગડમાં રહીને દર ગુરુવારે બાપુનું પ્રવચન સાંભળવા આવવું શક્ય ન હતુ. મારા પતિ અંબરિષસિંહને હું કાયમ પૂછતી રહેતી કે મને બાપુને ક્યારે મળવા મળશે ? એમાં પણ છેલ્લા થોડા દિવસથી બાપુને મળવાની તીવ્ર ઈચ્છા મનમાં ઉભરાતી હતી. હું જ્યારે એમને પૂછતી ત્યારે અંબરિષસિંહ કહેતા, “કહેતી રહે બાપુને, તેઓ ચોક્કસ તને મળશે.” શ્રીહરિગુરુગ્રામમાં બાપુ રુમમાંથી દર્શન માટે બહાર આવતી વખતે ઘણા શ્રધ્ધાવાન ભક્તોને આશિર્વાદ આપતા એ ફોટાઓ સોશિયલ નેટવર્ક પર જોઈને હું હજી બાપુ સાથે ઝગડો કરતી. ‘મને તમે આવી રીતે ક્યારે મળશો?’

રવિવાર, તા. ૨૧ જૂન, ૨૦૧૫ના દિવસે અમારે શ્રીહરિગુરુગ્રામમાં એક લગ્નમાં ભાગ લેવા જવાનું હતુ, એની પહેલાના શનિવારે એટલેકે, તા. ૧૪ જૂન, ૨૦૧૫ના દિવસે હું ઉપસના માટે પોયનાડ ગઈ હતી. ઉપાસના પત્યા પછી શ્રીસ્વસ્તિક્ષેમ સંવાદ શરુ થયો. ત્યારે મેં ડૅડને (બાપુને) કહ્યું કે, ‘મારે તમને મળવું છે,

ખૂબ કહેવું છે. ક્યારે આવશે એ દિવસ? હું વાટ જોઈ રહી છું. સાધારણરીતે ગુરુવારે દર્શન સમયે તમારી એક નજર પડે એ પણ બસ હોય છે. પણ કોણ જાણે કેમ તમને મળવાની તીવ્ર અભિલાષા મનમાં જાગી છે. જે દિવસે તમને જગન્નાથ ઉત્સવમાં પહેલીવાર જોયા, ત્યારથી મળવાની ખૂબ જ ઈચ્છા છે અને દિવસે દિવસે એ અધિકાધિક તીવ્ર બનતી જાય છે. તમે મને મળશો ને? આવતા રવિવારે તમે શ્રીહરિગુરુગ્રામમાં આવશો ત્યારે અંબરિષસિંહ સાથે હશે તો મને મળશો ને? મારી આ જીદ પૂરી કરશોને બાપુ? પ્લીજ.’ આટલું બધુ બોલ્યા સુધીમાં શ્રીસ્વસ્તિક્ષેમ સંવાદ પૂરો થઈ ગયો. હું રવિવારની વાટ જોઈ રહી હતી.

રવિવારે અમે લગ્નમાં ભાગ લેવા શ્રીહરિગુરુગ્રામમાં પહોંચ્યા ત્યારે મંગલાષ્ટક શરુ થયા અને નવદંપતિ પર અક્ષતાનો વર્ષાવ કરીને જમવાનો સમય થઈ ગયો. ત્યાં સુધી બાપુ આવ્યા ન હતા. જમતી વખતે અંબરિષસિંહને મેં કહ્યું, “બાપુ આવે નહીં ત્યાં સુધી આપણે જવું નથી.” એણે કહ્યું, ‘ઑફિસે જવાનું મોડુ થશે.’ પણ મેં એને કહ્યું કે, ‘‘અરે આમ નહીં કર, મેં એમને શ્રીસ્વસ્તિક્ષેમમાં કહ્યું છે કે મને અંબરિષસિંહની સાથે મળશો ને? અને તુ નીકળી ગયો તો કેમ થશે? એ બોલ્યો, ‘જો ખૂબ મોડુ થશે તો હું નીકળી જઈશ.’ મેં કહ્યું, “ઠીક છે.”

અમે જમીને આવ્યા એટલીવારમાં બહાર બાપુની ગાડી પાર્ક કરેલી જોઈ. એટલે કે બાપુ આવ્યા ! હવે અંબરિષસિંહ સાથે દર્શન નક્કી થશે, મારી અપેક્ષા માત્ર દર્શન કરવાની જ હતી. પરંતુ મારા બાપુના મનમાં કંઈ જુદુ જ હતુ. અમે નવદંપતીને શુભેચ્છા આપવા સ્ટેજ તરફ જવા લાગ્યા ત્યારે જોયુ કે બાપુ પાસે જવા માટે ખૂબ જ ગરદી હતી. મેં વિચાર કર્યો કે દૂરથી બાપુને હરિ ૐ કહીશું. નવદંપતીને શુભેચ્છા આપીને સ્ટેજ પરથી જેવા નીચે ઉતર્યા કે મેં જોયુ એકદમ સામે જ મારા બાપુ હાસ્યમુદ્રામાં બધાની સામે આનંદથી જોતા આશિર્વાદ આપતા બેઠા હતા. હવે એમની પાસે જઈએ તોયે પ્રૉબ્લેમ અને ન જઈએ તો પણ પ્રૉબ્લેમ. એવી દ્વિધા મન:સ્થિતીમાં પરમપૂજ્ય સુચિતદાદાએ અમને જોયાં. તેઓ ખૂબ જ પ્રેમથી હસ્યા અને એમણે અમને પાસે બોલાવ્યા. અમે દાદાને હરિ ૐ કહ્યું. દાદાના ચરણોમાં માથું મૂક્યુ. એમણે મન ભરીને અમારા વખાણ કર્યા. આપણે કારણે એમને આનંદ થાય છે એ જોવાનો અનુભવ જ અવર્ણનિય છે. પછી દાદાએ અમારા વિષે બાપુને કહ્યું. દાદાએ અમારા મનની દ્વિધા દૂર કરી અને બાપુ પાસે મોકલ્યા....માર્ગ દેખાડે સુચિતદાદા....

અને એ ક્ષણ આવી. અમે બન્ને અમારા સદ્‍ગુરુની સામે ઉભા હતા. કંઈ જ સુઝતુ ન હતુ. હદયના ધબકારા વધી ગયા હતા. પહેલી જ વાર મારા બાપુની આટલે નજીક હું ઉભી હતી. બાપુ અમારી સાથે બોલ્યા. પછી અમે બન્ને નીચે નમ્યા. એમના ચરણોમાં મસ્તક નમાવ્યું. બસ્સડડ ! આ જ માટે કરેલો બધો અટ્ટહાસ. એમનો પ્રેમળ હાથ અમારા બન્નેના મસ્તક પર હતો. એવું લાગી રહ્યું હતુ કે જાણે સમય અહીં જ થંભી જાય તો સારું. આગળ સરકે જ નહીં. એટલા બધા પ્રેમથી મારા બાપુ મારી સામે જોઈ રહ્યાં હતા કે જાણે કહી રહ્યાં હોય કે, “જો, તારી ઈચ્છા હતી ને મને મળવાની અંબરિષની સાથે? થઈ ને પૂરી? હવે તો ખુશ છે ને બચ્ચા?’ અને હું કહી રહી હતી, ‘યેસ્સડ ડૅડ. આય લવ યુ માય ડૅડ.’

અત્યાર સુધી એટલેકે લગભગ ૧૨ વરસ જે માટે એમની સાથે રોજ ઝગડો કરતી એ ક્ષણ એમણે આટલી સહજતાથી મારા પાલવમાં લાવીને મૂકી દીધી...ખૂબ જ શાંતિપૂર્વક, મારી જાણ બહાર. મેં વિચાર્યુ પણ ન હતુ કે મારા બાપુ મારી ઈચ્છા આવી રીતે પૂરી કરશે. એ મને માત્ર મળ્યા જ નહીં પણ એમણે મને ચરણ્સ્પર્શ પણ આપ્યા અને મારી એમની સાથે બોલવાની ઈચ્છા પણ પૂર્ણ કરી. શ્રીહરિગુરુગ્રામમાં શ્રીસ્વસ્તિક્ષેમ શરુ થયો હતો ત્યારે બાપુએ કહ્યું હતુ કે, “આ તમારો ખરેખરો સંવાદ હશે ચંડિકાકુળ સાથેનો. ત્યારે તમે જે બોલશો એ તમારી વાત ચંડિકાકુળના સદસ્યો સુધી પહોંચશે જ.”

......અને મેં શનિવારે ઉપાસના સમયે શ્રીસ્વસ્તિક્ષેમમાં વ્યક્ત કરેલી ઈચ્છા મારા ડૅડે પૂર્ણ કરી. અને એ દિવસે પાછો ‘ફાધર્સ ડે’ પણ હતો. એ આવા જ છે. પોતાના બાળકોની જીદ પ્રેમપૂર્વક પૂરી કરનારા પ્રેમળ પિતા. બાપુરાયા, અમને તારા ચરણોમાં કાયમ રાખજે એજ તારા ચરણે પ્રાર્થના. અને આવા સૉલિડ ડૅડ અમને આપ્યા છે માટે મોઠી આઈ અમે અંબજ્ઞ છીએ.

ચંડીકાકુળ, બાપુ આઈ દાદા અને મોઠી આઈ એમનું કૄપાછત્ર અમારી ઉપર કાયમ રહે એજ એમના ચરણોમાં પ્રાર્થના.

પ્રતિશાદ આપો

Scroll to top