‘તેઓ’ મળ્યા અને જીવન સુવર્ણમય બની ગયું – મનિષાવીરા લાલે, પૂના

‘તેઓ આવ્યા, ‘એમણે’ જોયુ, અને ‘એમણે’ જીતી લીધું - બાપુ કોણ છે એનો ખ્યાલ આવી જાય પછી આ જ પરિસ્થિતી દરેક શ્રધ્ધાવાનની થાય છે. ‘તેઓ’ આપણા જીવનમાં આવે છે અને આપણું આખુ જીવન જ જીતી લે છે ; એટલેકે જીવનનો તાબો લે છે. એ પછી એકાદુ મોટુ સ્વપ્ન હોય કે મનમાં પેદા થતી એકાદી નાનકડી ઈચ્છા હોય, ઉચિત સમય આવે ત્યારે એ શ્રધ્ધાવાનની દરેક ઈચ્છા પૂરી થાય જ છે....અને એ ઈચ્છાપૂર્તિનો આનંદ એ એ શ્રધ્ધાવાન માટે અવિસ્મરણીય હોય છે !

 

અનિરુધ્ધ ભક્તિભાવ ચૈતન્ય ‣

સર્વપ્રથમ સર્વ ચંડીકાકુળને મારા શતશ: પ્રણામ. અમારા સમાજનો દર વરસે વિઠ્ઠલવાડીમાં યળવની અમાસને દિવસે કાર્યક્રમ હોય છે. એક વખત ત્યાં આવીને એક શ્રધ્ધાવાન બાપુભક્ત વિલાસસિંહ કર્ણેએ બાપુ વિશે માહિતી આપી. એ સાંભળીને મારા મનમાં બાપુ વિશે ખૂબ જ આદરભાવ પ્રગટ્યો. બાપુના ફોટાને જોઈને બાપુના દર્શનની લાલસા જાગી. પૂનાની મૉર્ડન હાયસ્કુલમાં બાપુની ચાલે છે એ ખબર પડ્યા પછી મેં મારા મિસ્ટરને શનિવારે ઉપાસનામાં જઈ આવવા માટે કહ્યું. તેઓ તરત જ તૈયાર થઈ ગયા. ઉપાસનામાં ગયા પછી એમને ખૂબ જ સારુ લાગ્યુ. પાછા આવતી વખતે એમણે બાપુના ત્રણ-ચાર ફોટા અને એમના ફોટાવાળી પેન ખરીદી. એ ફોટો જોઈને મને પણ ખૂબ સારુ લાગ્યુ. એમાનો એક ફોટો મેં મારી પાડોશમાં રહેતા એક બેનને પણ આપ્યો.

એ વખતે અમારી આર્થિક હાલત નાજૂક હતી. મારા મિસ્ટર કૅપ્સ બનાવવાનું કામ કરતા હતા. અમારી જગ્યા પણ ખૂબ નાની હતી અને એમાં પરિવારના દસ જણા સાથે રહેતા હતા. મોટી જગ્યા લેવાની અમારી સ્થિતી ન હતી.

મારી માતાએ મને વાત કરીકે મારી એક સખી મથુરા બાપુ પાસે જાય છે અને એની પાસે બાપુભક્તોને આવેલા અનુભવોના ઘણા બધા પુસ્તકો છે. મેં એનો સંપર્ક કર્યો અને એની પાસેથી એક પુસ્તક વાંચવા માટે લીધું. એમાંથી જેમતેમ આઠ-દસ પાના

વંચાયા હશે અને એક દિવસ મારી માતા મારી ઘરે આવી અને બોલી, “ચાલ આપણે નિતિનને ત્યાં જઈએ.” નિતિન પહેલા મારી માતાનો વિદ્યાર્થી હતો અને હવે એ આર્કિટેક થઈ ગયો હતો. માતા બોલી, “મારે એની પાસેથી સાત-બારાના ઉતારાની માહિતી મેળવવી છે.” પછી હું ઘરના લોકોની પરવાનગી લઈને મારી માતા સાથે એની પાસે ગઈ, પરંતુ એ મળ્યો નહીં. ફક્ત એનો પાર્ટનર ત્યાં હાજર હતો. એને અમે ઘર વિશે માહિતી પૂછતા એણે કહ્યું, “અમારી ગુરુવારપેઠમાં એક બિલ્ડિંગ તૈયાર થઈ રહી છે.” એ સાંભળીને અમે આનંદિત થઈ ગયા. મેં ઘરે આવીને મારા મિસ્ટરને વાત કરી. મારા મિસ્ટરે એને મળવાનું નક્કી કર્યું. ગુરુવારે અમે મારા માતા-પિતાને લઈને એને મળવા ગયા. પહેલો જ ફ્લેટ જોઈને અમને એ ખૂબ ગમી ગયો. આ જ ફ્લેટ લેવો એમ અમે નક્કી કર્યું. થોડા પૈસા ઓછા કરવા માટે અમે એને વિનંતી કરતા એ પૈસા ઓછા કરવા માટે તૈયાર થઈ ગયો. ગુરુવારે જ ફ્લેટની ડીલ ફાઈનલ થવાથી મને ખૂબ જ આનંદ થયો. કેમકે મારા બાપુ સાઈઅવતાર હોવાની મને ખાતરી થઈ ગઈ હતી.

હું બાપુનો જપ નિયમિત કરતી ન હતી. પરંતુ મને બાપુ પર પૂરેપૂરો વિશ્વાસ બેસી ગયો હતો. એ દરમ્યાન મારી સખીએ બાપુના અનુભવનું આપેલું પુસ્તક પણ વંચાઈ ગયુ હતુ. આ પરિસ્થિતીમાં જે કદી સ્વપ્ને પણ વિચાર્યુ ન હતુ, એ બાપુએ ઘડી આણ્યું હતુ. નવા ઘરમાં આવ્યા બાદ અમારો બિઝનેસ ખૂબ વધી ગયો. આ ઘર ૧૦૮% વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનાવ્યું હતુ. એ પછી તો બાપુના અનેક અનુભવ આવવા લાગ્યા. ધીરે ધીરે હું ઉપાસનામાં પણ જવા લાગી. થોડા જ મહિનામાં અમે પોતાનું એક નાનુ કારખાનું શરુ કર્યું. બાપુએ જ અશક્યનું શક્ય કરી બતાવ્યું હતુ. હું અંબજ્ઞ છુ.

૨૦૦૬ની વાત છે. હું અને મારા મિસ્ટર મારી ભત્રીજીના લગ્ન માટે એક મુરતીયો જોવા જઈ રહ્યાં હતા ત્યારે રસ્તામાં મેં મારા મિસ્ટરને સહજ જ કહ્યું, “આપણા બાપુ પૂના કેમ આવતા નથી?” પછી મનમાં બાપુને પ્રાર્થના કરી, ‘બાપુ તમે પૂના આવો ને. જેથી મને તમારા પ્રત્યક્ષ દર્શનનો લાભ મળે.’.....અને શું આશ્ચર્ય ! એટલામાં અમારા સ્કુટર પાસેથી એક કાર આગળ નીકળી. એની પર બાપુનો તારકમંત્ર લખેલો હતો. જાણે કે બાપુએ મને સંકેત જ આપ્યો કે હું પૂના નક્કી આવાનો છુ. મને પણ પૂરી ખાતરી થઈ ગઈ કે બાપુ પૂના ચોક્કસ આવશે જ. કેમકે એ પોતાના ભક્તોને ક્યારેય નિરાશ કરતો નથી.

ત્યારબાદ એક મહિના પછી હું મારા પિયરે ગઈ હતી ત્યારે મારી માતાએ મને કહ્યું, “બાપુ પૂનાની ડી.વાય.પાટીલ. કૉલેજમાં આવાના છે.’ એ સાંભળીને મારી ખુશીનો કોઈ પાર જ ન રહ્યો. ક્યારે એ દિવસ ઉગે અને બાપુને નજર ભરીને નિરખુ એવું મને થઈ રહ્યું હતુ. બાપુ આવવાના હતા એ દિવસે હું, મારા મિસ્ટર, બન્ને બાળકો, માતા-પિતા, ભાઈ-ભાભી, ભાઈનો એક વરસનો બાબો એમ અમે બધા ડી.વાય.પાટીલ. કૉલેજમાં પહોંચ્યા.

બાપુના આગમનની ઘોષણા થતા જ હું અને મારી ભાભી આગળ ગયા. બાપુને આટલા નજીકથી જોઈને મન ભરાઈ આવ્યું. એ પછી બાપુનું પ્રવચન થયું. પ્રવચન પછી કાર્યકર્તાઓ ભક્તોને શિસ્તબધ્ધ રીતે બાપુના દર્શન માટે છોડતા હતા. જો કે ગરદીને કારણે મારા પરિવારના લોકો અમારાથી છૂટ્ટા પડી ગયા અને હું અને મારા મિસ્ટર તેમજ ભાઈનો એક વરસનો બાબો જે મારા મિસ્ટરે તેડેલો હતો, એમ અમે ત્રણ જણા પાછળ રહી ગયા. અને શું આશ્ચર્ય ! ત્યાંના એક કાર્યકર્તાએ મિસ્ટરને આગળ બોલાવીને કહ્યું, “તમારા હાથમાં નાનુ બાળક છે આથી તમે અંદરથી આવો’ મારુ દિલ ભરાઈ આવ્યું. બાપુને આર્તતાપૂર્વક મારેલી સાદ એ સદ્‍ગુરુરાયાએ સાંભળી હતી. આટલી ગરદીમાં પણ એમણે અમને દર્શનની લાઈનમાંથી અંદર બોલાવીને સ્ટેજની સાવ જ નજીકથી દર્શન લેવાની વ્યવસ્થા કરી આપી હતી. અમે સાવ બાપુની સામે જ ઉભા હતા. બાપુએ અમારી સામે જોયુ અને અથર્વ (ભાઈનો બાબો) સામે જોઈને આંખ મિચકારીને સ્મિતહાસ્ય કર્યુ. હાથ ઉપર કરીને એમણે અમને આશિર્વાદ પણ આપ્યા. બાપુનું પોતાના બાળકો તરફ બરાબર ધ્યાન હોય છે એ જ આના પરથી સમજાય છે. તેઓ પોતાના બાળકની સાદને તરત જ પ્રતિસાદ આપે છે.

બાપુ આમ જ તારા કૃપાશિર્વાદ અમારા મસ્તક પર રહે. બાપુને મારા કોટી કોટી પ્રણામ.

author avatar
Kshitija Natu
Scroll to top