આ અકારણ કરુણામયી સદ્ગુરુને પ્યાસ હોય છે, ફક્ત શ્રધ્ધાવાનના પ્રેમની અને ભૂખ હોય છે, ફક્ત શ્રધ્ધાવાનની ભક્તિની જ. સદ્ગુરુનો શ્રધ્ધાવાન પ્રત્યે જે અપરંપાર પ્રેમ હોય છે, એની સભાનતા રાખીને શ્રધ્ધાવાને ભક્તિમાર્ગ પર પ્રેમથી અને વિશ્વાસપૂર્વક માર્ગક્રમણ કરતા રહેવું એટલું જ શ્રધ્ધાવાનના હાથમાં હોય છે....અને આ જ વિશ્વાસ શ્રધ્ધાવાનના જીવનમાં સકારાત્મક બદલાવ લાવતો હોય છે.
અમે ઘરના બધા લોકો ‘શ્રીઅનિરુધ્ધ ઉપાસના કેંદ્ર-વાઈ’ ઠેકાણે અનિરુધ્ધ ઉપાસના માટે જવા લાગ્યા. દર શનિવારે ઉપાસના થતી હતી. અમારુ ગામ થોડુ અંદર હોવાથી અમે એસ.ટી. વડે પ્રવાસ કરતા હતા. રાત્રે ૯ વાગ્યા સુધી ઉપાસના ચાલતી હતી, પરંતુ અમારા ગામે જનારી છેલ્લી એસ.ટી. રાત્રે ૮.૨૦ની હતી. જેથી ઘણીવાર અમને એસ.ટી. મળતી નહીં. આ એક મોટો પ્રોબ્લૅમ હતો. એ છતાં અમે દર શનિવારે ઉત્સાહથી ઉપાસનામાં ભાગ લેતા. ધીમે ધીમે ઉપાસનાની એવી આદત લાગી ગઈ કે અમે ક્યારે બાપુમય થઈ ગયા એ જ સમજાયુ નહીં. અમને અનેક અનુભવ પણ આવવા લાગ્યા. જેને કારણે બાપુ પરનો પ્રેમ અને ભક્તિ અધિકાધિક વધતા ગયા.
એક વખતની વાત છે. મારી આંખોમાં વાગ્યુ હતુ. એની સારવાર માટે હું પૂના ગયો હતો. સ્વારગેટ પર ગાડીમાં બેઠો એ વખતે એક પાકિટમારે મારું પાકિટ મારી લીધું. ચાલૂ ગાડીમાંથી કુદકો મારીને એ ચોર અને એનો સાથિદાર પલાયન થઈ ગયા.
આ બધુ એટલી ક્ષણોમાં બની ગયુ કે હું કંઈ જ કરી શક્યો નહીં. એવા સમયે મને બાપુ જ યાદ આવ્યા. મેં બાપુનું સ્મરણ ચાલુ કર્યુ. પાકિટમાં લગભગ પાંચ હજાર રુપિયા હતા આથી મન ખંતથી ભરાઈ ગયું હતુ.
બાપુનું સ્મરણ કરતા કરતા જ હું છેવટના સ્ટૉપ પર ઉતર્યો અને હજુ થોડા ડગલા
આગળ ગયો હોઈશ, એટલામાં શું આશ્ચર્ય ! મને પેલા ચોરો દેખાયા. હું જીવ હાથમાં લઈને એમની તરફ દોડ્યો અને એમને પકડીને પોલિસ સ્ટેશને લઈ ગયો. પોલિસે દમ મારતા એ લોકોએ મારુ ચોરેલુ પાકિટ મને પાછુ આપ્યુ. મારા બધા પૈસા મને પાછા મળ્યા. બાપુએ મારી પ્રાર્થના સાંભળી હતી અને આથી જ મને મારા બધા પૈસા (રુપિયા પાંચ હજાર) પાછા મળ્યા, એનો મને પાક્કો વિશ્વાસ છે.
બાપુની કૃપાનો આવો જ એક બીજો અનુભવ. મારી ગરદન પર ખૂબ વર્ષોથી એક રસોળી થઈ હતી. અનેક ડૉક્ટરો કરી ચૂકેલો પણ મટી નહીં. ડૉક્ટરોએ કહેલુ કે આ જન્મભર રહેશે. પણ મને બાપુ પર પૂરો વિશ્વાસ હતો. મારા બાપુ જ હવે કોઈ ઉપાય કરશે એવી મને આશા હતી. મારી આશા ફળી. દવાઓ ખાધા વગર જ મારી રસોળી ધીમે ધીમે સારી થઈ ગઈ.
એક વિશ્વાસ હોવો જોઈએ પુરતો
કર્તા હર્તા બાપુ એવા
આવા અનેક નાના-મોટા અનુભવ આવ્યા અને હું ક્યારે બાપુમય થઈ ગયો એ મને જ ખબર પડી નહીં. બાપુ, આવી જ રીતે તારી કૃપા કાયમ રહેવા દેજે.