અનેક અનુભવોનો ખજાનો ધરાવતા આ શ્રધ્ધાવાન બાપુભક્તે પોતાના અનુભવોનું સમાપન કરતી વખતે અત્યંત સૂચક શબ્દો વાપર્યા છે. સામાન્ય ભક્ત ભક્તિ કરતી વખતે અનેકવાર વ્યવહારુ બની જતો હોય છે. ‘તુ અમુક આપીશ, તો જ હું અમુક કરીશ’ આવો વ્યવહાર ભક્ત જો કદાચ કરે, તો પણ આ સદ્ગુરુ ક્યારેય વ્યવહારુ બનતા નથી. ઉલટાનું અનુભવરુપી કૃપા કરીને એ ભક્તને અજાણતા આવી ગયેલો અહંકાર તોડે છે અને ભક્તને અધિકાધિક પોતાના ચરણે દ્રઢ બનાવે છે.
હું સન ૨૦૦૩ થી ‘શ્રીઅનિરુધ્ધ ઉપાસના કેન્દ્ર-સંગમનેર’ ઠેકાણે બાપુની ઉપાસનામાં જાઉ છું. એક બાપુભક્ત શ્રધ્ધાવાન પાસેથી બાપુ વિશે માહિતી મળી અને ઉપાસનામાં જવા લાગ્યો. જોકે શરુઆતમાં દર શનિવારે ઉપાસનામાં જતો નહીં. કેમકે સામૂહિક ઉપાસના પ્રત્યે લગાવ ન હતો. બાપુ પાસે આવ્યા પછી સામૂહિક ઉપાસનાનું મહત્વ સમજાયું. ૨૦૦૫ની સાલમાં બાપુના અફાટ સામર્થ્યનો અનુભવ થયો.
૨૦૦૫ની સાલનો ઑગસ્ટ મહિનો હતો. એક રાત્રે મારા પિતાને આકડી(ફીટ) આવી અને મોઢામાંથી ફીણ નિકળવા લાગ્યા. એમને સંગમનેરની એક હૉસ્પિટલમાં દાખલ કર્યા. ઉપચાર શરુ થાય એ પહેલા મેં એમને આપણી સંસ્થાની ઉદી લગાડી અને થોડી ખવડાવી પણ ખરી. ૪-૫ દિવસ પછી વધુ ચેક-અપ માટે એમને પુણેની રુબી હૉસ્પિટલમાં લઈ ગયા. એમનું ચેક-અપ ચાલતુ હતુ એ દરમ્યાન હું બહાર રામરક્ષા વાંચતો બેઠો હતો. એટલામાં એક વ્યક્તિ ત્યાં આવી, મારી પાસે આવીને બેઠી અને મને કહ્યું, ‘રિપોર્ટ નોર્મલ આવશે. ચિંતા નહીં કરતો.’ આમ બોલીને એ તરત જ ત્યાંથી નીકળી ગઈ. મને જરા નવાઈ લાગી. પણ એ વ્યક્તિના કહ્યાં પ્રમાણે મારા પિતાના બધા જ રિપોર્ટ નોર્મલ આવ્યા. આવી રીતે આ સદ્ગુરુતત્વ સતત આપણી કાળજી લેતા હોય છે.
એના આગલા વર્ષે એટલે કે ૨૦૦૬ની સાલના ફેબ્રુઆરી મહિનામાં મને
પુણે-નાશિક માર્ગ પર અકસ્માત નડ્યો. હું મારી મોટરસાઈકલ પર કૉલેજ તરફ જઈ રહ્યો હતો ત્યારે બાયપાસ રસ્તા પરથી એક વ્યક્તિ સાઈકલપરથી આવી રહી હતી. એ અચાનક મારી અડફેટે આવી અને અમારી બન્નેની એટલી જોરદાર ટક્કર થઈ કે સાઈકલ પરની વ્યક્તિ જોરથી ઉંચે ઉડીને જમીન પર પછડાઈ અને બેહોશ થઈ ગઈ. હું પણ મોટરસાઈકલ સાથે ૫ થી ૧૦ ફૂટ ઘસડાયો. લોકો જમા થઈ ગયા. આવા સમયે ભલે ભૂલ સાઈકલવાળાની હોય પણ એને વધુ વાગ્યુ હોવાથી લોકોની સહાનુભૂતી એની તરફ જ જશે અને જમા થયેલા લોકો મોટરસાઈકલવાળાને જ જવાબદાર ઠેરવશે. મારી બાબતમાં પણ એમ જ બની શક્યુ હોત પરંતુ એટલામાં બાપુકૃપાથી ત્યાં એક ગાડી આવી, એમાંથી એક વ્યક્તિ નીચે ઉતરી, જે સદ્નસીબે ઓળખીતી નીકળી. એણે મને અને પેલા સાઈકલવાળાને હૉસ્પિટલમાં દાખલ કર્યા. થોડીવારમાં સાઈકલવાળો હોશમાં આવ્યો અને એણે પોતાની ભૂલ પણ સ્વીકારી. જેથી મને આગળ થનારા સંતાપમાંથી હું બચી ગયો. મને પાક્કો વિશ્વાસ છે કે આ બધી મદદ મારા બાપુએ જ મારા સુધી પહોંચાડી હતી.
આવી રીતે બાપુકૃપાથી અકસ્માતમાંથી તો બચી ગયો, પણ ડૉક્ટરની સારવાર લાંબા સમય સુધી લેવી પડે એમ હતી. જે ફેબ્રુઆરી મહિનાથી શરુ થઈ. એ પછી જુલાઈ મહિનામાં મને ટાઈફૉઈડ થયો. એ પછી તો મારી પાછળ જાણે માંદગીની લાઈન જ લાગી. એક પછી એક માંદગીઓ ચાલુ જ હતી. મને પેટની અને મુત્રાશયની બિમારી આવી ગઈ. જે સતત ૯ મહિના સુધી ચાલી. સંગમનેરના નામાંકિત ડૉક્ટર પાસે ઉપચાર કરાવ્યા. આયુર્વેદિક અને હોમિઓપૅથીની દવાઓ પણ ખાધી. પણ કોઈ જ ફરક પડતો ન હતો. જોકે એક્સ-રે, સોનોગ્રાફીના બધા રિપોર્ટ નૉર્મલ આવતા હતા. માત્ર ડૉક્ટરો બદલાતા જતા હતા. દરેક નવો ડૉક્ટર પાછલા ડૉક્ટરની દવાઓ બંધ કરાવતો હતો અને પોતાની વધુ સ્ટ્રોંગ દવાઓ આપતો. એમની દવાઓ હું લઈ આવતો અને આગળના ડૉક્ટરની મોંઘી મોંઘી દવાઓ ફેંકી દેતો. નાશિકના લગભગ બધા જ ડૉક્ટરો કરી ચૂક્યો હતો. પણ ફરક પડતો ન હતો. મારા રિપોર્ટ નૉર્મલ આવતા હોવાછતાં એ ડૉક્ટરો મારા આગ્રહને લીધે મને દવાઓ આપતા હતા.
આ સમયગાળા દરમ્યાન મેં બધા ડૉક્ટરો, વૈધ, બ્રાહ્મણ, જ્યોતિષ, ભગત બધાને દેખાડી જોયુ. પણ મારો પેટનો દુ:ખાવો અને બીજી બિમારીઓ ચાલુ જ હતી. એવામાં કોઈકે તો એમ પણ કહ્યું કે ‘આના આટલા બધા રિપોર્ટ કરાવ્યા બધા નૉર્મલ જ આવે છે, તો આને ક્યાંક કાલ્પનિક બિમારીતો નથી ને’ આથી એ સમયમાં મારી જાણ બહાર મારી પર માનસિક ઉપચાર પણ કરવામાં આવ્યા. (એનો ખુલાસો મને પાછળથી નાશિકના જ એક ડૉક્ટર પાસેથી મળ્યો) આ મારો ખૂબ ખરાબ સમય હતો. જો કે હું દર શનિવારની મારી ઉપાસના ચૂકતો ન હતો.
એક શનિવારે ૧૦ એપ્રિલના દિવસે નિત્ય પ્રમાણે ઉપાસના કેન્દ્ર પર ગયો ત્યારે ત્યાં શ્રધ્ધાવાનોને બાપુના આવેલા અનુભવોનું કથન ચાલુ હતુ. એમાં એક શ્રધ્ધાવાન મયુરસિંહે પોતાનો અનુભવ કહ્યો એ આમ હતો - ‘એમના કેન્દ્રના એક શ્રધ્ધાવાન ભક્તને કમળો થયો હતો. ડૉક્ટરે એને હૉસ્પિટલમાં ઍડમિટ થવાનું કહ્યું હતુ. પરંતુ એ શ્રધ્ધાવાન હૉસ્પિટલમાં ન ગયો અને માત્ર મેડિકલ ટ્રીટમેન્ટ ચાલુ કરી. જો કે ટ્રીટમેન્ટની સાથે એ સવાર-સાંજ બાપુનું નામસ્મરણ કરતો અને ઉદી પ્રાશન કરતો. પાંચ દિવસ એણે આ પ્રમાણે કર્યુ અને છટ્ઠા દિવસે એને ખૂબ ઉલ્ટીઓ થઈ એમાં પીળા રંગના પદાર્થ બહાર નીકળ્યા. ગભરાઈને એણે ડૉક્ટરને કોન્ટેક કર્યો તો ડૉક્ટરે એને બ્લડ ટેસ્ટ કરવાનું કહ્યું. એમાં રિપોર્ટ નૉર્મલ આવ્યા. ચાર-પાંચ દિવસમાં કમળા જેવો રોગ હૉસ્પિટલમાં ઍડમિટ થયા વગર સારો થઈ ગયો, એ બધી બાપુની જ કૃપા હોવાનો વિશ્વાસ એ શ્રધ્ધાવાનના મનમાં દ્રઢ થયેલો હતો.’
આ અનુભવ મેં સાંભળ્યો અને મારા મનમાં વિચારો શરુ થઈ ગયા. મેં પણ એ દિવસે ઘરે આવીને બાપુના ફોટા સામે ઉભા રહીને આપણી સંસ્થાની ઉદી હાથમાં લીધી અને તારકમંત્રનું પઠન કરતા કરતા ઉદી પ્રાશન કરી. ઉદિ પ્રાશન કરીને બાપુને ‘મારી બિમારી જલ્દી સારી કરો’ એમ કહીને સાદ પાડી. બીજે દિવસે સવારે ઉઠ્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે મને કાલે રાત્રે ખૂબ દિવસો પછી આટલી શાંતિથી ઉંઘ આવી હતી. એની સાથે મારો પેટનો દુ:ખાવો પણ મટી ગયો હતો.
હજી એક અનુભવ - ૨૦૦૮ની સાલમાં હું ગાડી ભાડે કરીને બાપુના પ્રવચનમાં આવ્યો હતો. હું ગુરુક્ષેત્રમમાં દર્શન કરવા ગયો એટલીવારમાં મારી ગાડીનો ડ્રાઈવર દારુ પીને આવ્યો એ મારા ધ્યાનમાં આવ્યુ. મેં ગાડીના માલિકને ફોન કરીને જાણ કરી અને કહ્યું કે હું પાછા જતી વખતે એસ.ટી. માં જઈશ પણ તારી ગાડીમાં નહીં બેસુ. એણે મને ગાડીમાં જ પાછા આવવા માટે ઘણા કાલાવાલા કર્યા. હું જીવ મુઠ્ઠીમાં પકડીને બાપુનું નામસ્મરણ કરતો ગાડીમાં બેઠો.
ડ્રાઈવરે ગાડી ચાલુ કરી. ગાડી ઘોડબંદર માર્ગે નાશિક-મુંબઈ એક્સપ્રેસ પર આવી. ત્યાં થાણાના એક બ્રીજ પરથી એક ક્વૉલિસ ગાડી ૧૦૦ની સ્પિડમાં આવીને મારી ગાડીના ડ્રાઈવરની સાઈડમાં જોરથી આવીને ભટકાણી. બાપરે....એટલો ભયાનક હતો એ અવાજ ! ધડક એટલી જોરદાર હતી કે ટાયરમાંથી તણખા ઝરતા હતા અને ડ્રાઈવરની સાઈડના કાચ ફૂટી ગયા હતા. પરંતુ અમારી ગાડી જગ્યા પરથી જરાપણ હલી નહીં. ડ્રાઈવરે ગાડી સંભાળીને હળવેકથી આગળ લઈ લીધી. એ પરમકૃપાળુ સદ્ગુરુતત્વ સદૈવ આપણી સાથે હોય છે આથી એક્સપ્રેસ વે પર થયેલા આટલા મોટા અકસ્માતમાં પણ અમને કંઈ થયું નહીં.
આવો જ એક અનુભવ મારી દિકરી વિશેનો છે. મારી મોટી દિકરી સાડા ત્રણ વરસની છે. તેને ૨૭ ઑગસ્ટ, ૨૦૧૪ના દિવસે શરદી થઈ અને પછી તાવ આવ્યો. અમે એને બાળકોના ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે પાંચ દિવસની દવાઓ આપી પણ તાવ ઉતરતો ન હતો. ૧ સપ્ટેંબરે બીજા ડૉક્ટરને બતાવ્યું. એમણે દવાઓ આપી અને કહ્યું કે ત્રણ દિવસમાં તાવ ઉતરશે નહીં તો બ્લડ ટેસ્ટ કરાવો પડશે.
પરંતુ બીજા દિવસથી તાવ સાથે જુલાબ અને ઉલ્ટીઓ પણ થવા લાગી. અમે છ તારીખે બ્લડ ટેસ્ટ કરાવાનું નક્કી કર્યુ. પરંતુ એ પહેલા ઘરે બાપુના ફોટા સામે ઉભા રહીને એમને પ્રણામ કર્યા અને બાપુનિવાસ જઈને બાપુની ચિન્મય પાદુકાઓ પર મસ્તક મૂકીને બાપુને દિકરીના તાવ વિશે વાત કરી અને પ્રાર્થના કરી કે ‘એને જલ્દી સારુ થઈ જાય અને બ્લડ ટેસ્ટનો રિપોર્ટ પણ નૉર્મલ આવે, જેથી એને દવાખાનામાં દાખલ કરવી ન પડે.’
એક કલાક પછી મારી રિપોર્ટ લેવા જવાનું હતુ. ગયો અને જોયુ તો બધા જ રિપોર્ટ નૉર્મલ હતા. આગળનું સંકટ બાપુને કારણે જ ટળી ગયું હતુ. આજે બાપુની કૃપાથી દિકરી એકદમ વ્યવસ્થિત છે.
ખરેખર અમારા જેવા સામાન્ય ભક્ત માટે પણ આ સદ્ગુરુ ખૂબ જ આત્મિયતાથી દોડી આવે છે. આપણે મોટેભાગે કામ્યભક્તિ જ કરતા હોઈએ છીએ, આપણી ભક્તિમાં લેવડ-દેવડ બહુ જ હોય છે - ‘અમુક થવા દે, તમુક મળવા દે....જો હં, અમુક થયુ નહીં તો હું તારી સાથે વાત નહીં કરુ’ વગેરે વગેરે. જાણે કે આપણે એમની ભક્તિ કરીએ છે એની એમને જ ગરજ છે, એવા અભિમાનમાં આપણે રાચતા હોઈએ છીએ. પણ આપણો અહંકાર આપણી અજ્ઞાનતાને કારણે આવેલો હોય છે એ જાણીને એ દયાળુ સદ્ગુરુ આપણી સહાય માટે દોડી આવે છે...પછી ભલે આપણી શ્રધ્ધા પૂર્ણ હોય કે અપૂર્ણ, એના ચરણોમાં સંપૂર્ણ વિશ્વાસ હોય કે ન હોય...‘એ’ આવે જ છે. એવો જ એ મારી માટે પણ આવ્યો અને અમને સંકટોમાંથી તારી ગયો.
બાપુ મારી પાસે એમના ચરણોની સેવાભક્તિ કરાવી લે એ જ મોઠી આઈના ચરણોમાં વિનંતી.