આ અનુભવ લખનાર શ્રધ્ધાવાન સ્ત્રીનો પરિવાર અત્યંત કઠીન આર્થિક પરિસ્થિતીનો સામનો કરી રહ્યો હતો. ભલે એક નાનકડુ પણ પોતાનું ઘર હોય એવા દરેક સામાન્ય પરિવારના સપના હોય છે એમ એનું પણ હતુ. પણ એ માટે પૈસા લાવવા ક્યાંથી ? પછી મદદે આવ્યા આ સદ્ગુરુ જ ! ‘રાજા રંક ભેદ નહીં પાઈ’ આ પ્રમુખ ગુણધર્મ ધરાવતા સદ્ગુરુ બાપુએ એવા કંઈક ચક્રો ફેરવ્યા કે સ્વપ્ન સમાન લાગતુ ઘર સત્યમાં ફેરવાયું. બાપુ ચરણે શ્રધ્ધા વધુ દ્રઢ બની અને અનુભવોની હારમાળા આગળ પણ ચાલુ જ રહી....
મારી નણંદ હેર્લે (તા. હાતકણંગલે, જી. કોલ્હાપુર) ખાતે રહે છે. એની પાસેથી મને બાપુ વિશે ૨૦૦૫ની સાલમાં માહિતી મળી. પણ મને જરાય વિશ્વાસ બેઠો નહીં. એ જ વરસે મારા મિસ્ટરે અમે જે ઘરમાં સંયુક્ત કુટુંબમાં સાથે રહીએ છીએ એ ઘરની બાજુમાં જ એક જુનુ ઘર વેચાતુ લીધું. આમ તો મારા મિસ્ટર સાંગલી ખાતે ‘વાલચંદ કૉલેજ ઑફ એંજીનિયરિંગ’ માં ટેક્નિકલ અસિસ્ટંટ તરીકે કામ કરે છે. આથી એમને ઓળખતા દરેક જણ કહેવા લાગ્યા કે ‘માટીમાં પૈસા શા માટે નાંખ્યા?’ એ જ પૈસામાં સાંગલીમાં એકાદો સારો ફ્લેટ મળી શક્યો હોત. પણ મારા મિસ્ટરને શિરોળ ખૂબ ગમતુ હોવાથી એમણે આ ઘર, આમ જોવા જઈએ તો ખૂબ જ પડતર હાલતમાં હતુ એ છતાં ખરીદ્યુ.
મારા સસરા ખૂબ ખૂશ થયા. કેમકે એમને આ ઘર લેવાની ખૂબ ઈચ્છા હતી. અમે દિયરના પરિવારથી અલગ થઈને પોતાના ઘરમાં રહેવા તો ગયા પણ ઘર ખૂબ જ જુનુ હોવાથી એમાં રહેતી વખતે અમને ખૂબ તકલિફ થતી હતી. બાળકો પણ નાના હતા. ઘર લીધાને છ મહિના થયા હશે અને મારી માતા ગુજરી ગઈ. હું ખૂબ દુ:ખી થઈ ગઈ. પણ કહેવું કોને? હું દત્ત ભગવાનના મંદિરે જતી અને એમને મારુ મનોગત જણાવતી રહેતી.
જુલાઈ મહિનામાં અમારે ત્યાંની એક નદીમાં મહાપૂર આવ્યું. નૃસિંહવાડીના
લોકોને ગામ છોડીને જવાનું કહેવામાં આવ્યું. એ ગામમાં રહેતા અમારા લગભગ ૧૫ થી ૧૬ જેટલા સગાવહાલા અમારી ઘરે રહેવા આવ્યા. ૧૫ દિવસ તેઓ અમારા જુના ઘરમાં આનંદથી રહ્યાં. મેં મનમાં વિચાર કર્યો કે આ પરમેશ્વરની જ લીલા છે કેમકે જે ઘર ઘરના માણસોને જ ગમતુ ન હતુ, એ જ ઘરનો અમારા સગાઓને કેટલો બધો આધાર મળ્યો.
મારા દિયર અને અમારા ઘર વચ્ચે એક કૉમન દિવાલ હતી. એમણે જુનું ઘર પાડીને નવું ઘર બાંધવા લીધુ. જેથી અમારે રસોડુ અને હજી એક ઓરડો ખાલી કરવો પડ્યો.
અમે એ બન્ને ઓરડાનો સામાન ખાલી કરીને એક નાનકડા ઓરડામાં શિફ્ટ કર્યો અને રાત્રે સુવા માટે માત્ર એક સોફો ખાલી રહેવા દીધો. કૉમન જુની દિવાલ પાડ્યા પછી દિયરે - ‘નવી દિવાલ બાંધવાના પૈસા તો આપ, નહીંતર દિવાલની જગ્યા તો આપ’ એમ મારા મિસ્ટરને કહ્યું. જુની દિવાલ લગભગ ૧૩ ફૂટ લાંબી અને ૩ ફૂટ પહોળી હતી. અમે તો અમારુ આ નવું ઘર દેવું કરીને લીધું હતુ, ઉપરાંત સસરાને બે વખત બાયપાસ ઑપરેશન કરાવું પડ્યુ હતુ એ વખતે મારા મિસ્ટરે જ બધા પૈસા ખર્ચ્યા હતા આથી અમારી પાસે તો બિલકૂલ પૈસા હતા નહીં. આથી અમે દિયરને નવી દિવાલ બાંધવા માટે જગ્યા જ આપી દીધી.
દિયરના ઘરનું બાંધકામ સ્લૅબ સુધી પહોંચી ગયુ હતુ. એક સાંજે અમે અમસ્તા જ બેઠા હતા એટલામાં પાછળના ભાગમાં ‘ધડધડ’ એવો અવાજ થયો. અમે પાછળ જોવા ગયા , જોયુ તો શું? અમારા ઘરનું નળીયાવાળુ છાપરુ નીચે પડી ગયુ હતુ.
હું તો સુન્ન જ થઈ ગઈ. પહેલા જ દેવાના ડુંગર તળે દબાયેલા હતા....એમાં આ નુકસાન !
મને તો ભગવાન પરથી ભરોસો જ ઉઠી ગયો. એક સારુ થયુ કે એ છાપરુ કોઈના માથે પડ્યું નહીં. બીજા દિવસે દિયરના ઘરનો કૉન્ટ્રાક્ટર આવ્યો. એણે બધુ જોયુ. એને અમારી ખૂબ દયા આવી. એણે મારા મિસ્ટરને કહ્યું, “તમારા ભાઈના નવા ઘરના સ્લૅબ સાથે તમને પણ સ્લૅબ નાંખી આપુ છુ. ઓછામાં પતી જશે. તમે ફક્ત મજૂરી આપજો. હું રેતી, પથ્થર, સિમેંટની વ્યવસ્થા કરુ છુ.”
મિસ્ટર કંઈ જ બોલ્યા નહીં. કેમકે અમારી પાસે એટલાય પૈસા ન હતા. મિસ્ટર કામ પર જતા રહ્યાં. સાંજે ફરી પેલો કૉન્ટ્રાક્ટર આવ્યો અને મિસ્ટર સાથે સ્લૅબ વિશે ચર્ચા કરવા લાગ્યો. એટલામાં મિસ્ટરના માને નામના મિત્ર ત્યાં આવ્યા. એમણે આ બધી ચર્ચા સાંભળી અને તેઓ કૉન્ટ્રાક્ટરને બોલ્યા, “હું આપુ છુ ૨૦ હજાર રુપિયા. તમે કામ શરુ કરી
દો.” પછી મિસ્ટરને બોલ્યા, “તુ પૈસા આપવા હોય ત્યારે આપજે. હું તારી પાસે માંગીશ નહીં.”
૧૦ દિવસમાં જ ચાર પિલર ઉભા થઈ ગયા. ૫ દિવસમાં દિયરનો અને અમારા એક હૉલનો સ્લૅબ શરુ થયો. બપોરે બે વાગ્યા સુધીમાં અમારા ઘરનો ચોથા ભાગનો સ્લૅબ નંખાઈ ગયો હતો એવામાં સિમેંટ મિક્સર મશીન બંધ પડી ગયું. તેને જોડીને શરુ કરવામાં રાતના નઉ વાગી ગયા. જૉઈન્ટ બરાબર થયું ન હોવાથી લાગેલો સ્લૅબ પણ ગળવા લાગ્યો હતો. દિવાલ બાંધતી વખતે જમીન સમતળ કરવી, ઈંટ અને રેતી લાવી આપવા એ બધા કામો અમે બન્ને જ કરતા હતા કેમકે મજૂરી આપવાના અમારી પાસે પૈસા જ ન હતા.
અમારા આંગણામાં એક આંગણવાડી ભરાતી હતી. અમને થોડી આર્થિક મદદ મળે માટે અમે જ એ બેનને જગ્યા આપી હતી. હું બપોરે અકાઉંટના ક્લાસીસ લેતી હતી.
થોડા દિવસ પછી બહારના ભાગમાં ફરશની નીચે ‘ડબ-ડબ’ એવો અવાજ આવવા લાગ્યો. બે ફરશની વચ્ચે તીરાડ દેખાવા લાગી. બૅટરીના પ્રકાશમાં જોયુ તો એની નીચે ‘ખાળકુવો’ દેખાયો. (‘ખાળકુવો’ એટલે પહેલાના જમાનામાં ઘરમાં આખા વરસનું ધાન્ય સાચવવા માટે જમીનની નીચે એક ભંડકિયા જેવું બાંધવામાં આવતુ). અમારા ગામમાં દરેકના ઘરમાં આવા ‘ખાળકુવા’ હતા.
હવે મામલો વધુ ખર્ચાળ બનતો જતો હતો. આ ખાળકુવાને પૂરવા માટે ટ્રૉલી ભરીને માટી નાંખવી જરુરી હતી. પણ અમને આર્થિક રીતે પોસાય એમ ન હતું. એમ ને એમ એક વરસ વીતી ગયું. રોજ કૉલેજમાં જતી વખતે મારા મિસ્ટરને મારી ચિંતા રહેતી હતી કે હું ક્યાંક એ ખાળકુવામાં પડી ન જાઉ. તેઓ રોજ જતી વખતે મને એ વાતની તાકિદ કરીને જ જતા.
૨૦૦૯માં મિરજે ગામમાંથી અમુક લોકો અમારા ગામમાં લતાવીરા માનેના ઘરે બાપુ વિશે માહિતી કહેવા માટે આવ્યા હતા. હું પણ ત્યાં ગઈ. બાપુનો ફોટો પહેલા મેં મારી નણંદને ત્યાં જોયો હતો. આ વાત મેં ત્યાં એ લોકોને પણ કરી.
એ પછી એ લોકોએ દર શુક્રવારે આવીને ગામમાં ઉપાસના શરુ કરી.
એ જ દરમ્યાન એક દિવસ ઘરમાં ઝાડુ મારતી વખતે બેધ્યાનપણે હું પેલા ખાળકુવામાં પડી ગઈ. એ વખતે ઘરમાં કોઈ જ ન હતુ. મને ખૂબ જ વાગ્યુ હતુ. સાંજે મારા મિસ્ટર ઘરે આવ્યા ત્યારે મારી હાલત જોઈને એમને ખૂબ ખરાબ લાગ્યું. પરંતુ પૈસાને અભાવે અમે કંઈ જ કરી શકતા ન હતા. પણ હું ઉપાસનામાં ન ચુકતા જતી અને ઉપાસના પત્યા પછી બાપુના ફોટા સામે જોઈને બોલતી કે ‘બાપુ મારુ ઘર બરાબર થવું જોઈએ.’
હવે મને ઉપાસનાની લગની લાગી હતી. એપ્રિલ ૨૦૧૦ માં ઉપાસના શરુ થયાને એક વરસ પૂરુ થયું હતુ. એ દિવસને ઉજવવા માટે મિરજ કેન્દ્રના સહકારીઓએ ગામના વિઠ્ઠલ મંદિરમાં પાદુકાપૂજન અને સત્સંગનો કાર્યક્રમ આયોજીત કર્યો હતો. કાર્યક્રમ ખૂબ સરસ રીતે થયો. ગામના ખૂબ લોકોને બાપુ વિશે ખબર પડી. હવે મને લાગે છે કે મારુ એ ખાળકુવામાં પડવુ અમારા બચેલા કુચેલા પ્રારબ્ધભોગને પતાવી નાંખવા માટે હતુ કે શું !
નક્કી જ હશે કેમકે એ દિવસ પછી અમને સારા દિવસો નજીક આવી રહ્યા હોવાની નિશાનીઓ દેખાવા લાગી.
ઑગસ્ટ ૨૦૧૦માં એક દિવસ મારી એક જુની સખી માધુરી પાટીલ મને મળવા આવી. અમે એક જ સ્કુલમાં એક જ વર્ગમાં સાથે ભણ્યા હતા. એનાથી મારા ઘરની હાલત જોવાણી નહીં. એ તરત જ બોલી, “પ્રવિણા, તારુ ઘર બાંધવા લે. પૈસાની ચિંતા તુ કરતી નહીં. મારા મિસ્ટર કૉન્ટ્રાક્ટર છે. હું એમને વાત કરુ છુ.”
મારા મિસ્ટર અને એના મિસ્ટરે આપસમાં ઘર બાંધવા વિશે ચર્ચા કરી કે ઓછામાં ઓછા પૈસાથી વ્યવસ્થિત ઘર કેવી રીતે બાંધી શકાશે, વગેરે વગેરે. ઘરનો પાયો તો મજબૂત હતો પણ દિવાલો પડતર થઈ ગઈ હતી.
ડિસેંબર ૨૦૧૧ માં ઘર પાડીને માર્ચ ૨૦૧૨માં બાપુકૄપાથી મારુ નવું ઘર બંધાઈને તૈયાર પણ થઈ ગયું. એટલું જ નહીં, તો છેવટે નવા ઘરને રંગવાનો પ્રશ્ન ઉભો થયો ત્યારે ‘ઘર રંગવા માટે મારી પાસે પૈસા નથી’ એમ જ્યારે આમણે કૉન્ટ્રાક્ટર ને કહ્યું ત્યારે એ બોલ્યો, “હું કશે પણ મારુ કામ અધુરુ છોડતો નથી. પૈસા પછી આપજો, પણ હું ઘર રંગીને જ આપીશ !”
અમને અમારા કાન પર વિશ્વાસ જ બેસતો ન હતો. બાપુ...બાપુ અને ફક્ત બાપુ જ આ કરી શકે છે. અમારી પાસે એક પૈસો પણ ન હોવાછતાં, મટેરિયલ સહિત આખુ ઘર ઉધારી પર બંધાઈ ગયુ અને ઉપરાંત એને રંગ પણ લાગી ગયો...કેવું આ સદ્ગુરુનું અકારણ કારુણ્ય ! બાપુ, અમે અંબજ્ઞ છીએ.
આ બધી ઘટનાઓ બાદ બાપુ પરનો વિશ્વાસ એટલો બધો દ્રઢ થયો કે અમારુ આખુ કુટુંબ જ બાપુમય બની ગયું. ‘હું કદાપિ તારો ત્યાગ કરીશ નહીં’ એ બાપુએ શ્રધ્ધાવાનોને આપેલા વચનનો ડગલે ને પગલે અમને અનુભવ આવી રહ્યો હતો.
રિવાજ પ્રમાણે વાસ્તુશાંતિ કરવાનો વિચાર હતો. પણ ૨૦૧૨માં થયેલા ‘શ્રીવરદચંડિકા ઉત્સવ’ ના અમુક મહિના પહેલા શ્રધ્ધાવાનોના ઘરે ઘરે જે ‘કંઠકૂપ પાષાણ’ પૂજન થયેલા, એમાં અમારો નંબર લાગેલો અને ઘરની વાસ્તુશાંતિની પહેલા જ અમને કંઠકૂપ પાષાણ પૂજનનો લાભ મળ્યો, એના જેવું બીજું ભાગ્ય તે કયું !
બાપુના કૃપાશિર્વાદથી દિકરાની જનોઈ પણ ઘરમાં જ કરી. ઘરને પણ ‘આશિર્વાદ’ નામ જ આપ્યું. ‘તેઓ’ આપતી વખતે કલ્પનાની પાર આપતા હોય છે પણ આપણને ‘તેમનો’ અકારણ પ્રેમ સમજાવો જોઈએ !
આવો જ બીજો એક જુદો જ અનુભવ -
હું, મારા મિસ્ટર, બાળકો અને બીજા અમુક ભક્તો એમ મળીને ૧૧ જણ ૨૦૧૩ની ગુરુપૂર્ણિમાના કાર્યક્રમમાં ભાગ લેવા માટે આગલા દિવસે ટ્રૅક્સગાડી કરીને બાપુના દર્શન માટે મુંબઈ આવવા નીકળ્યા હતા. સવારે ૧૦ વાગે નાસ્તો કરીને નીકળ્યા હતા એટલે બપોરે બે વાગ્યા સુધીમાં બધાને ભૂખ લાગી હતી. આથી અમે પૂનાની પહેલા એક ધાબા પર ગાડી રોકી અને બપોરે બધા ત્યાં જમ્યા. બધાની બૅગો ઉપર કૅરિયર પર મૂકેલી હતી અને જમવાના ડબ્બા સાથે રાખ્યા હતા. અમે નીકળતી વખતે સાંજનું જમવાનું પણ સાથે બંધાવી દીધુ હતુ. મારી પાડોશની છોકરીને મેં કહ્યું કે તારો ડબ્બો પણ મારી થેલીમાં મૂકી દે.
અમે બધા જમ્યા અને મુંબઈ તરફ આવવા નીકળ્યા. બાળકો સાથે હતા એટલે રસ્તામાં ભૂખ લાગે તો બહારથી કંઈ ખરીદવુ ન પડે માટે અમે ઘરેથી જ ચેવડો, સક્કરપાળાને એવું બધુ લઈ લીધુ હતુ.
સાંજે અમે અમારી ગાડીના એક શ્રધ્ધાવાનના ભત્રીજાને ત્યાં પૂનામાં જ મુકામ કરવાનું નક્કી કર્યુ. આથી તેને ફોન જોડ્યો. ત્યારે એમનો ભત્રીજો બોલ્યો, “પત્ની પિયરે ગઈ છે. આથી તમારે તમારુ બધુ કામ જાતે જ કરવું પડશે, ચાલશે ને?” અમે એને કીધું, “ફક્ત રહેવા માટે જગ્યા આપો. જમવાનું અમે સાથે લઈને આવ્યા છીએ અને સવારે વહેલા ઉઠીને મુંબઈ જવાના છીએ.”
પછી રાત્રે ૯.૩૦ ની આસપાસ અમે એના ઘરે પહોંચ્યા. હાથપગ ધોઈ, જમીને ઉંઘી જવું અને સવારે વહેલા ઉઠવું એમ નક્કી થયુ. બધા પોતપોતાના કામે લાગ્યા. હું પણ મારી થેલી શોધી રહી હતી. પણ એ મને સાંપડતી ન હતી. બધાને પૂછ્યુ પણ કોઈને ખબર ન હતી. પછી ધીરે રહીને મને યાદ આવ્યું કે થેલી પેલા ધાબા પર જ રહી ગઈ છે. મને મારા કરતા મારી પાડોશીની છોકરીનો ડબ્બો એમાં હતો એના માટે વધુ ખરાબ લાગી રહ્યું હતુ. મારા કહેવાથી એણે એનો ડબ્બો મારી થેલીમાં મૂકવા માટે આપ્યો હતો પણ હવે શું થાય.
પછી મેં ત્યાં જ થોડો ભાત રાંધ્યો અને અમે જમીને સૂઈ ગયા. સવારે વહેલા ઉઠ્યા અને ભત્રીજાનો આભાર માનીને મુંબઈ જવા નીકળી ગયા. શ્રીહરિગુરુગ્રામમાં બાપુના સરસ દર્શન થયા. એ પછી સાઈનિવાસ ગયા. શ્રીગુરુક્ષેત્રમમાં પણ દર્શન લીધા. બધુ પતાવીને પાછા ફરવા માટે મુંબઈથી નીકળ્યા.
ત્યાં સુધીમાં રાતના ૧૦ વાગી ગયા હતા. નીકળતા જ મોડુ થઈ ગયુ હતુ. મુંબઈ છોડ્યા પછી મારા મનમાં વિચાર આવ્યો કે પાછા જતી વખતે પણ એ જ ધાબા પર રોકાયા અને આપણી થેલી પાછી મળે તો કેવું સારુ. મને પેલી છોકરીના ડબ્બાની ચિંતા હતી. એનો ડબ્બો ખોવાયો આથી એના ઘરના એને વઢશે એમ હું ઈચ્છતી ન હતી.
રાતના એક વાગ્યો હતો. મને આ બધા વિચારોને લીધે ઉંઘ આવતી ન હતી. ડ્રાયવરના પત્ની પણ અમારી સાથે હતા. એ ધાબા પાસે પહોંચતા જ ડ્રાયવરકાકાએ ગાડી રોકી અને બોલ્યા, “થેલીનું પૂછી આવીએ કે?” મારા મિસ્ટર બોલ્યા, “ના, શા માટે.....થેલી જતી રહી હશે.”
પણ ડ્રાયવરના પત્ની બોલ્યા, “પણ પૂછી જોવામાં શું વાંધો છે?”
પછી મારા મિસ્ટર અને ડ્રાયવરકાકા પૂછવા માટે ગયા. અમે ગાડીમાં બેસીને જોઈ રહ્યાં હતા. ધાબો તો બંધ થઈ ચૂક્યો હતો. ત્યાં બહાર ઝીરોનો બલ્બ ચાલુ હતો. પણ આજુબાજુ તો ઘોર અંધારુ જ હતુ.
બન્નેએ દરવાજા ખખડાવ્યાં. અંદર સુતેલા એક માણસે દરવાજો ખોલ્યો. મિસ્ટરે પૂછ્યું, “કાલે બપોરે બે વાગે અમારી થેલી અમે અહીં ભૂલી ગયા હતા એ આપશો કે?” એમણે થેલીનું વર્ણન પણ કર્યું. પેલા માણસે તો ભડકીને મોટા મોટા અવાજે એમને ખખડાવીને ભગાડી દીધા.
એટલામાં એનો અવાજ સાંભળીને ધાબાનો માલિક જાગી ગયો. એણે બધી વાત સાંભળી લીધી હતી. એ ઉલટાનો પોતાના માણસને જ વઢ્યો અને ત્યાંના એક કબાટની પાછળ મૂકેલી અમારી થેલી મિસ્ટરને આપવાનું કહ્યું.
બન્ને થેલી લઈને પાછા ફર્યા. બધાને ખૂબ જ આનંદ થયો. પણ મારા મનમાં વિચારોના વમળ શરુ થયા કે ધાબા પર આખા દિવસમાં કેટલા બધા લોકો આવે છે. તો પછી આ થેલી અમારી જ હતી એ એને કેવી રીતે યાદ રહ્યું ? સીવાય માણસે ભલે ભગાડવાની કોશિષ કરી પણ માલિકે ઉઠીને થેલી પાછી અપાવડાવી. એ પણ આટલા અંધારામાં મારા મિસ્ટરનો ચહેરો ઓળખીને. આ બધુ ફક્ત અને ફક્ત બાપુને લીધે જ, એવી મને પાક્કી ખાતરી થઈ ગઈ.
એક વિશ્વાસ હોવો જોઈએ પુરતો !
કર્તા હર્તા ગુરુ એવા !!