ભક્તિભાવ ચૈતન્ય વિસ્તારપૂર્વક

ભક્તિભાવ ચૈતન્ય (Devotion Sentience) અર્થાત વાસ્તવિક ‘અધ્યાત્મદર્શન’ અર્થાત દેવાધિદેવને, આ વિશ્વના નિયંતાને, માનવી સુખના અધિષ્ઠાતાને એટલે કે સ્વયંભગવાનને અને એમની લીલાઓને જાણવી, ઓળખવી અને એમને આપણા જીવનમાં લઈ આવવા.

સ્વયંભગવાન ત્રિવિક્રમ એટલે ભક્તિભાવ ચૈતન્યનું સગુણ, સાકાર ચિરંતન સ્વરૂપ.

ત્રિવિક્રમ મારા દેવાધિદેવ અને હું એમના ચરણોનો દાસઆવી અવસ્થા મનમાં ધરીને ભક્ત જે કંઈ કરતો રહે છે, સર્વભક્તિભાવ ચૈતન્ય છે.

અર્થાત સ્વયંભગવાન ત્રિવિક્રમની, ‘આ જ મારા ઈષ્ટદેવ, મારા દેવાધિદેવ, મારા જન્મદાતા છે.’ આ દ્રઢ નિશ્ચય સાથે કરેલ, કરવામાં આવતી નવવિધા ભક્તિમાંથી કોઈપણ એક અથવા બે અથવા ત્રણ અથવા ચાર અથવા બધી જ ભક્તિ.

સ્વયંભગવાનની આદિમાતા અને દત્તગુરુ પ્રત્યે રહેલ ભક્તિ મૂળ ભક્તિ હોવાથી, પ્રત્યેક ભક્ત દ્વારા કરવામાં આવેલ કોઈપણ ભગવાનની ભક્તિ અંતત: ભક્તિભાવ ચૈતન્યમાં આવીને મળે છે.

ભક્તિભાવ ચૈતન્યએટલે સ્વયંભગવાનનો પ્રેમ.

અર્થાત ભક્તિભાવ ચૈતન્ય અને સ્વયંભગવાન, આમનામાં કોઈ ભેદ નથી; અને ભક્તિભાવ ચૈતન્યનું રહસ્ય છે.

ભક્તિભાવ ચૈતન્ય એટલે સ્વયંભગવાન અને ભક્તિભાવ ચૈતન્યમાં રહેવું એટલે ભગવંતના વિશાળ સ્વરૂપમાં રહેવું; અને તે તો આપોઆપ ઘડાતું હોય છે, કારણકે સર્વ વિશ્વ અને તેમાંના અણુરેણુમાં પણસ્વયંભગવાન પહેલેથી પ્રવેશ કરીને રહેતો હોય છે અને એટલે એનેમહાવિષ્ણુકહેવાય છે. (‘વિશ્‌ સંસ્કૃત ધાતુનો અર્થ પ્રવેશ કરવોએમ છે.) 

સ્વયંભગવાનઆકાશના રૂપમાં સર્વત્ર છે. મારી અંદર પણ છે અને બહાર પણ છે.’ ભાવના રાખવી એટલે ભક્તિભાવ ચૈતન્ય.

સ્વયંભગવાન ત્રિવિક્રમ મારી પર જેટલો પ્રેમ કરે છે, તેનો એક દશાંશ પ્રેમ પણ, મારા અસંખ્ય જન્મોના મારા સર્વ આપ્તજનો મળીને પણ કરી ન શકે, આ જાણીને ‘એ’ ના પર ભરપૂર પ્રેમ કરતા રહેવું એટલે જ ભક્તિભાવ ચૈતન્ય.

જ્ઞાનચિંતનથી, મોટા મોટા અભ્યાસ કરીને ત્રિવિક્રમને કોઈ જાણી શકતું નથી. ‘ને જાણી શકાય છે ફક્ત એની પર અને એના ચરણો પર પ્રેમ કરીને ; અને એની પર રહેલ પ્રેમ વધારતા રહેવું એટલે ભક્તિભાવ ચૈતન્ય.

ત્રિવિક્રમનું નામ, રૂપ અને ગુણ, આની પર પૂર્ણરીતે મોહિત થવું અને એનું વારંવાર સ્મરણ કરતા રહેવું એટલે ત્રિવિક્રમ ભક્તિભાવ ચૈતન્ય’.

મુખમાં ત્રિવિક્રમની મંત્રગજર, અંત:કરણમાં સદ્‌ગુરુ ત્રિવિક્રમ વિશે વધતો પ્રેમ અને સતત એના ચરણોની ઓઢ (લગન) અર્થાત એમની સેવા કરવા માટેની આતુરતા, આને ત્રિવિક્રમ ભક્તિભાવ ચૈતન્ય’  કહેવાય છે.

સ્વયંભગવાન ત્રિવિક્રમનું જે રૂપ આપણને ગમે છે, તે સર્વ રૂપમાં સાચું હોય છે.

સ્વયંભગવાન ત્રિવિક્રમનું આપણને ગમતું સ્વરૂપ, નામ અને લીલા, આપણા હદયમાં રાખી અને એના પર નિ:સ્સીમ પ્રેમ કરવો. માત્ર તેને માટે આપણેની પાછળ, ‘ના માર્ગ પર ચાલતા રહેવું પડે છે.

અને આને કહેવાય છેભક્તિભાવ ચૈતન્યના ગુપ્ત સૂત્ર’ - ચરૈવેતિ, ચરૈવેતિ ! ભજૈવેતિ, ભજૈવેતિ ! - ‘ની પાછળ આગળ આગળ ચાલતા રહેવું અને ભક્તિ કરતા રહેવું.

અને વેદોનો પણ આદેશ છે - ‘ચરૈવેતિ, ચરૈવેતિ’ - ‘ચર ઍવ ઈતિ’

ભક્તિભાવ ચૈતન્ય એટલે ભગવંતને અર્થાત સ્વયંભગવાનને આપણા જીવનમાં લાવનાર અને આપણા હદય સિંહાસન પર એની પ્રાણપ્રતિષ્ઠા કરવાનો સર્વશ્રેષ્ઠ રાજમાર્ગ છે.

ભક્તિભાવ ચૈતન્ય ફક્ત એક જન્મનું નહીં, પણ આગળના સર્વ જન્મને આનંદથી ભરી દેનાર સર્વોચ્ચ તત્વજ્ઞાન છે, સર્વોત્કૃષ્ટ પવિત્ર આચરણ છે અને યોગમાર્ગ, જ્ઞાનમાર્ગ અને કર્મમાર્ગ ત્રણેય અતિશય કઠીણ એવા માર્ગને અત્યંત સરળ કરીને શ્રધ્ધાવાનના જીવનમાં ભગવંતનું અધિષ્ઠાન સ્થાપિત કરનાર ભાવ છે, ‘સચ્ચિદાનંદ ધર્મઅર્થાત સચ્ચિદાનંદ જીવનમાર્ગ છે.

હું ભગવાનનો અંશ છું અર્થાત ભગવાનથી અલગ થયેલ નહીં.’ સત્ય જીવનમાં ઉતારવાનો સર્વશ્રેષ્ઠ અને અત્યંત સુલભ, સરળ, સહેલો માર્ગ એટલે ભક્તિભાવ ચૈતન્ય.

અને એટલે સર્વ માનવો માટે સ્વયંભગવાનની લીલા જ્ઞાન, ભગવાનની સાથે ભક્તિભાવ ચૈતન્યની મંત્રગજરથી પોતાને જોડી લેવી યોગ અને આપણા સર્વ સારા-ખરાબ કર્મસ્વયંભગવાનના ચરણોમાં અર્પણ કરતા રહેવું. ‘ના પર પ્રેમ કરતા રહેવું કર્મ, ત્રણ સૂત્રોથી સમૃધ્ધ એવુંભક્તિભાવ ચૈતન્યએટલે સર્વ વૃત્તીના માનવો માટે, સર્વ સ્વભાવની વ્યક્તિઓ માટે નિશ્ચિતપણે જીવન સુખી કરનાર અદ્વિતીય માર્ગ છે.

 અને એટલે આપણા જીવનની કોઈપણ વ્યક્તિ કરતાં, ધ્યેય કરતાં, વસ્તુ કરતાં, પદાર્થ કરતાં, સુખ કરતાં પણ સ્વયંભગવાન પર અધિક પ્રેમ કરવો સર્વ સમીકરણ ઉકેલનાર એકમેવ ચૈતન્યસૂત્ર છે.

સ્વયંભગવાન ત્રિવિક્રમ ફક્ત ભક્તિભાવ ચૈતન્યમાં લિપ્ત હોય છે. પાપોનુંપાપપણ અને પુણ્યોનુંપુણ્યપણ, બન્ને વાતથી સ્વયંભગવાન અલિપ્ત હોય છે. ભક્તિભાવ ચૈતન્યમાં રહેવાવાળાના ઉદ્ધારનો માર્ગ ખુલ્લો કરવામાં આવે છે અને થોડી પ્રતિક્ષા પછી સ્વત: સ્વયંભગવાન તેમને પાપમુક્ત કરે છે અને પ્રકારેકર્મના અટળ સિદ્ધાંતનો પ્રભાવ ઓછો કરવામાં આવે છે. સુદુરાચારી અર્થાત જે અત્યંત અને સર્વથા દુરાચારી છે, જે પાપોની અંતિમ મર્યાદાને પણ ઓળંગી ગયા છે, જેણે કોઈપણ પાપ કરવાનું બાકી નથી રાખ્યું, એવી મૂઢ વ્યક્તિ પણ જો ભક્તિભાવ ચૈતન્યમાં પ્રવેશ કરે તો સ્વયંભગવાન તેને પાપરહિત બનાવે છે.

જે શ્રધ્ધાવાન વધારેમાં વધારે, ત્રિવિક્રમ ભક્તિભાવ ચૈતન્યમાં રહે છે, તેના બધા પાપો બાળી દેવામાં આવે છે.

ભક્તિભાવ ચૈતન્યને લીધે પ્રપંચ સુખી થાય છે, વિવિધ પ્રકારના વિધ્નો પણ દૂર થાય છે, તેની પાસે અનેક સંધીઓ(તક) અને યશ આવે છે. ભક્તિભાવ ચૈતન્ય સર્વ શ્રેષ્ઠ તપ છે અને એનાથી શ્રધ્ધાવાનોને આધીન બને છે.

જ્યારે ભક્તોના મનમાં દાસ્ય, સખ્ય અને શરણાગતી ભાવનાનો ક્યારેક ક્યારેક પણ ઉચ્ચાર થવા લાગે છે, ત્યારે ત્યારે સ્વયંભગવાન પોતે તે ભક્તિમાર્ગીયને વેગથી આગળ લઈ જાય છે અને તેણે કરેલ અલ્પ-સ્વલ્પ સેવા પણ દસ ગુણા ભાવથી સ્વીકરતો રહે છે અને અત્યંત કોમળતાથી ભક્તિમાર્ગીયને શ્રધ્ધાવાન બનાવીને અર્થાત પોતાનો સખા બનાવીનેભક્તિભાવ ચૈતન્યમાં લઈ આવે છે.

શ્રધ્ધાવાન બનવા માટે ગરજ હોય છે ફક્ત એક વસ્તુની - સાચો ૧૦૮% પ્રેમ ફક્ત એક પાસેથી મળી શકે છે અને સ્વયંભગવાન તેવી રીતે પ્રેમ કરવા સદૈવ આતુર હોય છે

અને એકવાર જો આની જાણ થઈ જાય તો પછી ભક્ત શ્રધ્ધાવાન બની જાય છે અને ભક્તિભાવ ચૈતન્યમાં અર્થાત આનંદ સરોવરમાં રહેવા લાગે છે.

ભક્તિભાવ ચૈતન્યમાંસ્વયં ભગવાન કર્તા છે અને હું એનો દાસ છું.’ ભાવના દ્રઢ હોય છે.

ભક્તિભાવ ચૈતન્યમાં આપણે સ્વયંભગવાનના દાસ બનીને રહીએ છીએ અને તે સમયેઅફાટ સામર્થ્ય અને અનિરુધ્ધ ગતી એવો સ્વયંભગવાન આપણો દાસ અને પ્રિય સખા બનીને રહે છે.

નવવિધા ભક્તિ એ ભલે અલગ અલગ દેખાય કે લાગે, તો પણ નવ ભક્તિઓનું મૂળ સ્વરૂપદાસ્યોત્તર સખ્યઅર્થાત દાસ બનીને સખા બનવું છે.

 

જેની પાસે ભક્તિભાવ ચૈતન્ય છે, તેના હદયમાં હદયસ્થ રહે છે.

જન્મ દરમ્યાન સર્વકંઈ મળે પરંતુ જો ભક્તિભાવ ચૈતન્ય મળે, તો જે મળ્યું છે તેનો આનંદ માણી શકાતો નથી અને ભક્તિભાવ ચૈતન્ય મળી જાય, તો જે નથી મળ્યું તે પણ સુખદાયી સિધ્ધ થાય છે.

 

ફક્તનું ભક્તિભાવ ચૈતન્ય એકમાત્ર શાશ્વત સત્ય છે - જેમાં તમારો સર્વ બોજ ઉઠાવવાનું સામર્થ્ય છે.

મનુષ્યની સર્વ પ્રકારની સારી ક્ષમતાઓને વિકસિત કરવા માટે એકમાત્ર રસાયણ (સંજીવક ઔષધિ) છેભક્તિભાવ ચૈતન્ય’.

શ્રધ્ધાવાનોના જીવનમાં પડેલ ભગવાનનું પગલું છેસ્વયંભગવાનની મંત્રગજર’.

મારા જીવનના ખેતરનો હું ફક્ત ખેડૂત છું અને સ્વયંભગવાન માલિક છે.’ વાતને મનમાં સારી રીતે અંકિત કરતા રહીને મંત્રગજરની માળા કરતા રહેવું (મંત્રગજરના જાપ કરતા રહેવું) ભક્તિભાવ ચૈતન્ય છે.

 ભક્તિભાવ ચૈતન્યમાં આપણે ફક્ત વધારેમાં વધારે મંત્રગજર કરતા રહેવું જોઈએ અનેના પ્રેમનો સ્વીકાર કરતા રહેવું જોઈએ.

ભક્તિભાવ ચૈતન્યમાં પ્રવેશ કરેલ શ્રધ્ધાવાન માટે સ્વયંભગવાન શ્રીત્રિવિક્રમ, તેની મંત્રગજર તેના કલિયુગના રૂપનું ધ્યાન, રૂપ પરનો પ્રેમ, રૂપની સગુણ ભક્તિ અને સેવા અને ચણ્ડિકાકુળમાં જે ભગવાન પસંદ હોય, પ્રિય હોય તે ઈષ્ટદેવતાની ભક્તિ, પૂજન સર્વ એકરૂપ છે.

પ્રત્યેક માનવ માટે, પોતાના જીવનને પ્રારબ્ધના ગાઢ જંગલમાંથી સુખરૂપ બહાર કાઢવા માટે એક વસ્તુની જરૂર હોય છે અને તે વસ્તુ એટલે સદ્‌ગુરુ ભક્તિભાવ ચૈતન્ય (Sadguru Devotion Sentience).

 અહીંસદ્‌ગુરુએટલે નિત્ય સદ્‌ગુરુ અર્થાત સ્વયંભગવાન ત્રિવિક્રમ અને ભક્તિભાવ ચૈતન્ય એટલે જેમ કરી શકો, જેટલું કરી શકો એટલું, વધારેમાં વધારે પ્રમાણમાં એના નામસ્મરણમાં, અનુભવસંકીર્તનમાં, લીલાશ્રવણમાં, ભજન-અભંગ શ્રવણમાં, ચરિત્ર પઠણમાં, પૂજનમાં, સેવામાં, એના ધ્યાનમાં રહેવું અર્થાત એની સાથે સતત જોડાઈને (Connected) અને એના સતત સંપર્કમાં (Communication) રહેવું અને તે પણ કઈ રીતે? - તો ચૈતન્ય એટલે જીવંતપણે, રસરશીતપણે કારણકે એની ભક્તિ માનવને સાચા અર્થમાં જીવંત રાખે છે, તેમનું જીવન રસરશીત બનાવે છે કારણકે સર્વ વિશ્વની અને વિશ્વમાં રહેલીઆદ્ય જીવનીય શક્તીઅર્થાત જગદંબા એના હદયમાં રહે છે.

રામનામ, પંચાક્ષરી શિવમંત્ર ( નમ: શિવાય) અને શ્રીગુરુચરણે સંપૂર્ણ શરણાગતી ત્રણ વસ્તુ ભક્તિભાવ ચૈતન્યમાં ગંગા પાસે રહેલ કાશી, પ્રયાગ અને હરિદ્વાર છે.

અને ભક્તિભાવ ચૈતન્યની ગંગા, યમુના અને સરસ્વતીનો સંગમ થઈને બનેલત્રિવેણીઅર્થાતચૈતન્યગંગાએટલે આદિમાતા જગદંબા અર્થાત પરાંબા.

સંપૂર્ણ ભગવદ્‌ગીતા અને સંપૂર્ણ રામાયણ એટલે ભક્તિભાવ ચૈતન્યનું અર્થાત સ્વયંભગવાનનું ગ્રંથસ્વરૂપ છે.

ત્રિવિક્રમ ભક્તિભાવ ચૈતન્ય ક્યારેય ખૂટી શકે એવો અક્ષય ખજાનો છે, જેને પ્રત્યેક શ્રધ્ધાવાન ભરભરીને લૂંટી શકે છે અને ખજાનાને મન:પૂર્વક લૂંટવાની અનુમતી, અનુજ્ઞા, છૂટ ત્રિવિક્રમે આપી રાખી છે.

ત્રિવિક્રમ ભક્તિભાવ ચૈતન્યનું વાસ્તવિક રહસ્યસંપૂર્ણ દાસ્યત્વ છે અને રહસ્યથી ખુલવાવાળા દ્વાર સખ્યત્વના છે.

Scroll to top