ઉત્તર : સ્વયંભગવાન ત્રિવિક્રમ શ્રદ્ધાવાનોના જીવનમાં સદૈવ ત્રણ સ્તર પર એક જ સમયે કાર્યરત રહે છે અને તરલ સ્તર પર એ ’આકાશ’ મહાભૂતનાં માધ્યમથી ’શબ્દ’ અર્થાત ’વિચાર’ આ માર્ગથી કાર્યશીલ રહે છે; જ્યારે સૂક્ષ્મ સ્તર પર આ ત્રિવિક્રમ ’વાયુ’ મહાભૂત માધ્યમથી “સ્પર્શ’ અર્થાત ’પ્રેરણા’ આ માર્ગથી કાર્યરત રહે છે;
આવી રીતે સ્થૂલ સ્તર પર આ ત્રિવિક્રમ ’અગ્નિ’ મહાભૂતનાં માધ્યમથી ’તેજ’ અર્થાત ’કાર્ય-ઉત્સાહ, કાર્યશક્તિ અને કૃતિસામર્થ્ય’ માર્ગથી કાર્ય કરે છે.