અનુભવ કથન- સર્વ કાળજીનું વહન સદ્‍ગુરુ અનિરુઘ્ઘ બાપુ કરે છે ! – અજયસિંહ પાટીલ

અત્યારે મોંઘવારીના કાળમાં, સર્વ સાધારણ પરિવારની એકાદી વ્યક્તિના ઉપચાર માટે ‘હૉસ્પિટલ’ આ શબ્દ પણ જો ડૉક્ટરના મોઢામાંથી નીકળે, તો પણ એ ઘરની કમાનારી વ્યક્તિની સામે એક યક્ષપ્રશ્ન આવીને ઉભો રહે છે. હૉસ્પિટલનો થનારો ખર્ચો ન પરવડનારી એવી વ્યક્તિને આધાર કોનો હોય છે? આવા સમયે ફ્ક્ત એક જ આધાર કામમાં આવે છે. સદ્‍ગુરુકૄપાથી એવી ઘટનાઓ આકાર લે છે કે માંદગીના સંકટથી સાથે સાથે આર્થિક સંકટ પણ આપોઆપ દૂર થાય છે....

અનિરુધ્ધ ભક્તિભાવ ચૈતન્ય ‣

૨૦૧૧ ની સાલથી બાપુ પાસે આવ્યો અને બાપુમય બન્યો. એ પછી નાના-મોટા અનેક અનુભવ આવતા રહ્યાં.

૨૦૧૪ની સાલની આ વાત છે. મારી માતા કામિનીવીરા, ઉંમર વર્ષ ૬૫, તા. ૨૬/૧૨/૨૦૧૪ ના દિવસે અચાનક બિમાર પડી ગઈ. તેની શુગર વધીને ૩૫૦ જેટલી થઈ ગઈ હતી. હું અને મારા પિતા એને ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે તપાસીને તરત જ ઍડમિટ કરવાનું કહ્યું. ‘તમારી માતાને શ્વાસ લેવામાં તકલિફ પડી રહી છે. કદાચ ઍટેક આવાની શક્યતા છે, આથી તમે એને તરત જ ઍડમિટ કરો.’ એમ કહીને કૃષ્ણા હૉસ્પિટલમાં લઈ જવા કહ્યું.

પરંતુ ‘ઍટેક’, ‘હૉસ્પિટલ’ આ બધા શબ્દો સાંભળીને ૫૦ થી ૬૦ હજાર જેટલો ખર્ચો થવાની સંભાવના હતી

અને ખિસ્સામાં તો બે હજાર રુપિયા જ હતા. ત્યાં દવાખાનામાં જ બાપુને મનોમન નમન કરીને, “બાપુ, પૈસા તો નથી. હવે શું કરુ ?’’ એમ બોલ્યો.

ઘરે આવ્યા. આખી રાત ઉંધ આવી નહીં. ખૂબ રડયો. હવે શું કરુ ? રાત જેમતેમ પસાર કરી. શુગર તો વધી ગઈ છે. માતાનો ચહેરો પણ ઉતરી ગયો છે. એને પણ ખ્યાલ આવી ગયો છે કે ‘દવાખાનામાં દાખલ થવું એટલે પચાસ-સાંઈઠ હજારનો ચાંદલો તો નક્કી. પણ મારા દિકરા પાસે તો એટલા પૈસા નથી.’

સવારે ઉઠીને દાદાને ફોન કરીને બધી વાત કરી. તો એમણે પણ ‘ઍડમિટ કરી દો’ એમ જ કહ્યું. એ છતાં પૈસા ન હોવાને કારણે ઍડમિટ કરી નહીં. બીજે દિવસે ઘરે બાપુની પૂજા કરી, ત્યાદબાદ હૅપી હોમમાં સંપર્ક થયો, ત્યારે ‘બાપુ છે ને પછી કોઈ અડચણ આવશે નહીં’ એવા પ્રેમળ આશ્વાસક શબ્દો સાંભળવા મળ્યા.

બીજે દિવસે સવારે માતાની તબિયત વધુ બગડી હતી. હવે ત્રણ દિવસ થઈ ગયા હતા. છેવટે બાપુનું નામ લીધું અને આપણી સંસ્થાની ઉદી લગાડીને માતાને દવાખાનામાં લઈ ગયો. તરત જ ત્યાં હાજર તજ્ઞ ડૉક્ટરોએ બધા ચેક-અપ શરુ કર્યા. રિપોર્ટમાં ખબર પડી કે પગની રક્તવાહિની બંધ પડી ગઈ હોવાથી શ્વાસ રુંધાય છે આથી એને શ્વાસોછ્વાસમાં તકલિફ પડે છે. ડૉક્ટરોએ ઈંજેક્શનનો કોર્સ ચાલુ કરવાનો હોવાથી તેને ઍડમિટ કરી લીધી.

એમણે લખી આપેલી ઈંજેક્શનની ચિઠ્ઠી હાથમાં લઈને હું વિચાર કરતો હતો કે હવે શું કરીશ ? પણ બાપુ હોય પછી શું ચિંતા. એવા વિચારો કરતો નીચે ઉતર્યો તો અમારા ગામનો એક છોકરો ત્યાંના મેડિકલ સ્ટોરમાં કામ કરતો હતો એ મને ઓળખી ગયો. એણે મને જોઈને સાદ પાડી. એને મારો પ્રૉબ્લેમ કહ્યાં બાદ એણે મને દવાઓ ઉધાર આપી. બાપુની કૃપાથી માતાની સારવાર શરુ તો થઈ ગઈ. પણ સાંજે પાંચ વાગ્યા સુધી દવાઓના પૈસા આપવાના હતા. બાપુ છે પછી મારે ખરેખર ચિંતા કરવાનું કોઈ કારણ ન હતુ. પણ એ વખતે મને આ સમજાતુ હોવાછતાં પણ મન ચકરાવે ચડ્યુ હતુ.

હવે પૈસાની વ્યવસ્થા કરવા પાછળ પડ્યો હતો. એ માટે મુંબઈમાં રહેતા એક મિત્રને ફોન જોડ્યો અને એને પૈસાની વાત કરી. એણે તરત જ ઑનલાઈન મારા ખાતામાં ૬૦ હજાર રુપિયા જમા કર્યા.

મને તો વિશ્વાસ જ બેસતો ન હતો. હમણા થોડીવાર પહેલા જ પૈસાની બાબતમાં ચારે બાજુ અંધકાર દેખાતો હતો અને અચાનક પ્રકાશનું એક કિરણ દેખાઈ આવ્યું.

આગળ પણ બધુ જ બાપુના કૃપાશિર્વાદ પ્રમાણે જ બનતુ ગયુ. પૈસાની ચિંતા મટી ગઈ હતી. એ રાત્રે ૧૦.૩૦ વાગ્યાની આસપાસ મારી માતાને ઉંઘમાં એવું દેખાયુ કે બાપુ ત્યાં આવેલા છે. બાપુ એમની પાસે આવ્યા અને એમણે જાતે મારી માતાના પગ ઉંચા કર્યા અને છોડી દીધા. એ પગ જોરથી બેડ પર અથડાયા. માતાના માથામાં સન્ન કરીને એક વેદના ઉઠી એવું એમણે ઉંઘમાં જ અનુભવ્યુ અને એ જોરથી બૂમ પાડી ઉઠી. પગ દુ:ખતા હતા.

સવારે હું એમની પાસે ગયો ત્યારે રાત્રે એમણે અનુભવેલી ઘટના એમણે મને કહી. આ ચમત્કારિક ઘટના વિશે મને તો કંઈ સમજાયુ નહીં. પણ એક વાત ખરી હતી કે એ દિવસથી એમની બંધ પડેલી રક્તવાહિનીમાંથી રક્તપ્રવાહ ફરી હળવે હળવે શરુ થયો છે એવું ડૉક્ટરોના ધ્યાનમાં આવ્યું અને પગનો સોજો પણ ઓછો થવા લાગ્યો હતો. એ પછી મારી માતા સંપૂર્ણ સારી થઈને ઘરે આવી.

અમારી જેવા સામાન્ય ભક્તો પર પણ સદ્‍ગુરુ જે કૃપામેઘ વરસાવે છે એણે મને ધન્ય ધન્ય કરી નાંખ્યો. ખરેખર આ બાપુ સીવાય મને મદદ કરનારુ બીજુ કોઈ જ નથી.

હે બાપુરાયા, આવી જ તારી કૃપા મારા ઘરના દરેક સભ્યો પર રહેવા દેજે.

Scroll to top