અનુભવ કથન- જે જે મારા માટે ઉચિત, તે જ તુ આપશે નિશ્ચિત | – અજિંક્યસિંહ ફડણીસ, નવી મુંબઈ

મંદીના સમયમાં નવી નોકરી મળવી કેટલી મુશ્કેલ છે, એ આપણે બધા જ જાણીએ છીએ. પણ આ શ્રદ્ધાવાન યુવકનો અનુભવ વાંચતા ખબર પડે છે કે, ગમે તેટલી વિકટ પરિસ્થિતી હોય, તો પણ સદ્‍ગુરુનું લીલાચક્ર સતત ચાલતુ જ હોય છે, એક વર્ષનો ડ્રોપ લાગેલો હતો એને લીધે નોકરી મળવાના ચાન્સ આમ પણ ઓછા જ હતા અને કેટલીય કંપનીઓના પહેલા રાઉન્ડમાં નાપાસ થઈને પણ એક નામાંકિત કંપનીમાં સિલેકશન થવુ, અને પોસ્ટિંગ નોઈડામાં થવાના કારણે ત્યાં રજુ ન થવું અને છતાં છેવટના વર્ષનો નિકાલ લાગતાં તે જ કંપનીની નોકરી સામે ચાલીને પાછી આવવી...., આ આટલુ બધુ માત્ર સદ્‍ગુરુકૄપાથી જ ઘડી શકે છે....

અનિરુધ્ધ ભક્તિભાવ ચૈતન્ય ‣

હરિ ૐ ! હું અજિંક્યસિંહ ફડણીસ, ‘અનિરુધ્ધ ઉપાસના કેન્દ્ર-નવી મુંબઈ’. હું ૧૯૯૯ ની સાલમાં બાપુ પરિવારમાં સામેલ થયો. અર્થાત આપણા સર્વના લાડકા ‘ડૅડ’ એ જ મને સામેલ કરી લીધો. આપણે બધા જાણીએ જ છીએ કે આપણા ડૅડના દરેક બાળકને નાના નાના અનુભવ આવતા જ રહેતા હોય છે. એમ મને પણ આવ્યા. આજે હું મારા અમુક અનુભવ શેર કરવા માંગુ છુ.

બાપુ પરિવારમાં હું મારા પિતાને કારણે સામેલ થયો. મારા પિતાને (વિજયસિંહ ફડણીસ) મારી મામીના માતા (સુચેતાવીરા જયવંત) પાસેથી બાપુ વિશે જાણકારી મળી. પહેલા બાપુનું પ્રવચન ગુરુવારે દાદરની ડિસિલ્વા શાળામાં થતુ હતુ. એ વખતે અમે વસઈ રહેતા હતા. હું ‘વિદ્યા વિકાસની’ એંગ્રેજી શાળામાં ભણતો હતો. બીજી શાળાઓમાં શનિવાર-રવિવાર અથવા તો ફક્ત રવિવારે રજા રહેતી હતી. પરંતુ મારી શાળામાં ગુરુવાર અને રવિવારે રજા રહેતી. એ પણ બાપુની જ કૃપા. કારણકે એને લીધે જ હું દર ગુરુવારે પ્રવચનમાં જઈ શકતો.

આગળ જતા પિતાની ઑફિસને કારણે અમે કોપરખૈરાણે, નવી મુંબઈમાં શિફ્ટ થયા અને વાશીના ઉપાસના કેન્દ્રમાં જવા લાગ્યા. થોડા વરસો બાદ અમે સાનપાડા ખાતે રહેવા ગયા. ઘરથી જુઈનગરનું ‘સદ્‍ગુરુનિવાસ’ માત્ર ૧૦ મિનિટના અંતરે હતુ. જુઓ, મારા બાપુએ મને કેટલો નજીક લાવી મૂક્યો, આ પવિત્ર તીર્થક્ષેત્રની !

હાલમાં હું બાપુની જ કૄપાથી ‘ટેક મહિન્દ્રા’ માં ‘અસોસિએટ સૉફ્ટવેર એંજીનિયર’ તરીકે નોકરી કરુ છુ. એ પણ બાપુની જ કૃપા છે ! એ કૄપાની કથા હવે સાંભળો.

દસમી પાસ કર્યા પછી મેં ડિપ્લોમા કરવા માટે ‘ભારતી વિદ્યાપીઠ-ખારઘરમાં’ એડમિશન લીધુ. મારે ‘ઈલેક્ટ્રોનિક્સ ઍંડ ટેલિકોમ્યુનિકેશન’ માં ત્રણ વરસનો ડિપ્લોમા કરવાનો હતો. ડિપ્લોમાનું છેલ્લુ વરસ ખૂબ મહત્વનું હોય છે. કેમકે છેલ્લા વરસના માર્ક્સ પર બી.ઈ. ના બીજા વરસ માટે ડાયરેક્ટ એડમિશન મળતુ હોય છે. આથી મને ત્રીજા વરસના માર્ક્સ માટે ખૂબ ચિંતા રહેતી હતી. જો કે મેં મારી પૂરતી મહેનત કરી હતી. પરંતુ કૉંપિટિશન પણ તગડી હતી.

છેવટે આપણા ડૅડ જ આપણો સહારો ! ડૅડને મનોમન પ્રાર્થના કરી કે ‘તમને જ મારા એડમિશનની ચિંતા છે. તમે જ હવે જોઈ લેજો માર્ક્સનું.’

ડૅડની કૄપાથી મને ડિપ્લોમામાં ૮૪.૯૧% મળ્યા. ડિપ્લોમા બાદ ડિગ્રી (બી.ઈ.) માટે ઑનલાઈન કૅપ ફૉર્મ ભરવાનું હોય છે અને એમાં ભરેલી પહેલી ૧૦ કૉલેજોમાં ગમે ત્યાં તમારુ નામ આવી શકે છે. મારુ નામ ‘કે.જે.સોમૈયા-શીવ’ માં લાગ્યુ.

મને આ કૉલેજ વિશે વધુ માહિતી ન હતી. હું અને મારી મમ્મી (અપર્ણાવીરા ફ્ડણીસ) પ્રવેશ પ્રક્રિયા પૂરી કરવા માટે કૉલેજમાં ગયા. બધી પ્રક્રિયા પૂરી કર્યા બાદ ત્યાંની કૅન્ટીનમાં નાસ્તો કરવા માટે ગયા. જોયુ તો શું, કૅન્ટીનની દિવાલ પર બાપુ અને દત્તગુરુનો ફોટો હતો ! મારી પહેલા જ ડૅડ ત્યાં પહોંચી ગયા હતા. એ જોઈને મારો આનંદ સમાતો ન હતો.

ડૅડની કૃપાથી સારી કૉલેજમાં ઍડમિશન તો મળી ગયુ હતુ....હવે મહેનત મારે કરવાની હતી. અગિયારમું-બારમું સાયન્સ કરીને એંજીનિયરિંગમાં આવેલા વિદ્યાર્થી કરતા, ડિપ્લોમા કરીને એંજીનિયરિંગમાં આવેલા વિદ્યાર્થીને (ડિપ્લોમાની ત્રીજી પરીક્ષા પછી ગણિત વિષય નીકળી જાય છે) ગણિતનો વિષય થોડો કઠીન જ લાગે છે. એમ એ મને પણ લાગ્યો અને હું ત્રીજી અને ચોથી બન્ને સેમિસ્ટર્સમાં ગણિતના વિષયમાં નાપાસ થયો.

એ.ટી.કે.ટી. (‘અલાઉડ ટુ કીપ ટર્મ્સ’) ની સુવિધા હોવાથી આગળના વરસમાં તો ગયો, પણ પાછલા વરસના બન્ને ગણિતના વિષય ક્લિઅર કરવાનો બોજો માથા પર લઈને જ !

ત્રીજીવારની છેલ્લી તક હોય છે. કેમકે ત્રીજી વખત પાસ નહીં થયો તો ડ્રૉપ લાગે છે અને એક વરસ ફોગટ જાય છે. આથી હું અને મારી મમ્મી પરમપૂજ્ય સુચિતદાદાને મળવા દત્ત ક્લિનિકમાં ગયા. દાદાએ અમુક ઉપાસનાઓ આપી અને યાગ કરવાના કહ્યાં.

જો કે ડ્રૉપ લાગવાનો હતો એ લાગ્યો જ. મને જે વરસે ડ્રૉપ લાગ્યો એ વરસે, મારી સાથે ડિગ્રીમાં થેટ બીજા વરસમાં પ્રવેશ લીધેલા વિદ્યાર્થીઓ ચોથા વરસમાં પહોંચી ગયા હતા અને ચોથા વરસે કંપનીઓ કૉલેજમાં પ્લેસમેંટ માટે આવતી હોય છે. એ વરસે ગણીને બે જ કંપનીઓ આવી હતી અને ખૂબ જ ઓછી ભરતીઓ થઈ હતી. કારણ હતુ રિસેશન (મંદી). એટલે હવે મને એમ લાગે છે કે મને ડ્રૉપ લાગ્યો ન હોત, તો આ બે જ કંપનીની આટલી ઓછી ભરતીમાં મારો નંબર કદાચ લાગ્યો પણ ન હોત.

એક વરસના ડ્રૉપ પછી હું ફરી કૉલેજમાં ગયો અને હું ૪થા વરસમાં આવ્યો. કંપનીઓની પ્લેસમેંટ પરીક્ષાઓમાં આપણી બુધ્ધિની પરીક્ષા પણ હોય છે. એ પહેલી પરીક્ષા હોય છે. એ પાસ કર્યા

સીવાય આગળ જવાતુ જ નથી. એવી જ ૨-૩ કંપનીની પરીક્ષાઓ મેં આપી, પણ પાસ કરી શક્યો નહીં.

ફરી દાદા પાસે આવ્યો. દાદા બોલ્યા, “કાળજી કર નહીં. પાસ થઈ જઈશ.” મને માસ્ટર્સ કરવાની ખૂબ ઈચ્છા હતી. પણ દાદાને પૂછતા એમણે સીધુ જ કહી દીધુ, “પ્લેસમેંટ લેવાની અને નોકરીએ લાગવાનું”

પણ પ્લેસમેંટ માટે કંપનીની પરિક્ષાઓ પાસ કરવી ખૂબ જરુરી હતી. ઉપરથી એક વરસનો ડ્રૉપ લાગેલો હતો એટલે પ્લેસમેંટ મળવી ખૂબ અઘરી હતી. એમાં પણ ૨-૩ કંપનીની પહેલી પરિક્ષાઓમાં નપાસ થયેલો હતો. ઈન્ફોસિસ, ઍક્સેંક્ચર જેવી મોટી મોટી કંપનીઓ હાથમાંથી જતી રહી હતી આથી ખૂબ ડર લાગતો હતો.

ફરી હું દાદાને મળવા શ્રીગુરુક્ષેત્રમમાં આવ્યો. ત્યારે દાદાએ મને ફરી અમુક ઉપાસનાઓ આપી અને કહ્યું, “કોઈ કાળજી કરતો નહીં. પ્લેસમેંટ મળશે.” દાદાના શબ્દો સાંભળીને ડર થોડો ઓછો થઈ ગયો.

૮ ફેબ્રુઆરી ૨૦૧૪ના દિવસે ‘ટેક મહિંદ્રા’ નું કૅમ્પસ પ્લેસમેંટ હતુ. હું ગયો, તો આશરે ૮૦૦ વિદ્યાર્થી ત્યાં આવ્યા હતા. મુંબઈની ઘણી કૉલેજોમાંથી પ્લેસમેંટ રાઉન્ડની પહેલા પ્રી-પ્લેસમેંટ-ટૉક હોય છે. જેમાં કંપની વિશે, પ્લેસમેંટ પરિક્ષાઓ વિશે માહિતી આપવામાં આવે છે. એમ અહીં પણ હતુ. એમાં એમ કહેવામાં આવ્યુ કે ‘એક કોર્સમાં ડ્રૉપ ચાલશે નહીં. પણ બે કોર્સમાં હશે તો ચાલશે.”

મને ટેન્શન આવ્યુ. મને એક કોર્સમાં ડ્રૉપ હતો. પણ હવે આવી જ ગયો છુ, તો પરીક્ષા આપી જોઉ...આગળનું ‘ડૅડ જોઈ લેશે’ એ વિચારો કરતા કરતા મેં પ્લેસમેંટ માટેનું એક ફૉર્મ ભરવાનું હોય છે એ ભરવાની શરુઆત કરી. એમાં એક પ્રશ્નના જવાબમાં ‘શિક્ષણ’ મથાળા નીચે ‘ડ્રૉપ’ વગેરેની માહિતી ભરવાની હતી. મેં સાચી માહિતી લખી નાંખી કે ‘ગણિત વિષયને લીધે એક વરસનો ડ્રૉપ.’

.........અને એમ હોવાછતાં મને પ્લેસમેંટમાં બેસવાની બુધ્ધિ ડૅડ એ જ આપી, એમ મને લાગે છે કેમકે એક એક ઘટનાઓ એવી જ ઘટવા લાગી !

અત્યાર સુધીમાં કોઈપણ કંપનીઓ પહેલો રાઉન્ડ પાસ નહતો કર્યો. પણ આ કંપનીમાં હું આરામથી પાસ થઈ ગયો. પહેલો રાઉન્ડ પાસ કર્યા પછી બીજો રાઉન્ડ હતો. એ પણ સહેલાઈથી પાસ કરી દીધો. ‘ડેડ’ ની કૃપાથી જ આ બધુ સહજતાથી પાર પડવા લાગ્યુ હતુ. ખરેખર અંબજ્ઞ, ડૅડ......તમે મહાન છો !

હવે બીજા દિવસે એટલે કે ૯ ફેબ્રુઆરીએ હજી રાઉન્ડ પાસ કરવાના હતા. એમાં પહેલો રાઉન્ડ ટેક્નિકલ હતો. ‘ઈલેક્ટ્રોનિક્સ ઍંડ ટેલિકોમ્યુનિકેશન’ નું બેકગ્રાઉન્ડ હોવાથી કૉમ્પ્યુટર પ્રોગ્રામિંગનું કોડિંગ મને ખૂબ ઓછુ આવડતુ હતુ. જેથી આ રાઉન્ડમાં નાપાસ થવાના વધુ ચાન્સિસ હતા. પણ ‘ડૅડ; ની કૃપા અને સાથ હોય પછી શું કાળજી ! મને ટેક્નિકલ રાઉન્ડમાં ફક્ત બી.ઈ. ના પ્રોજેક્ટ વિશે પૂછવામાં આવ્યુ અને આ રાઉન્ડ પણ હું પાર કરી ગયો.

અત્યાર સુધીમાં ‘પેલું’ - મારા ડ્રૉપ વિશેની માહિતી લખેલુ ફૉર્મ કશે વાંચવામાં આવ્યુ ન હતુ.

છેલ્લો રાઉન્ડ એચ.આર. નો હતો. જેમાં કંપનીનો એચ.આર. તમને પ્રશ્નો પૂછે છે. હું એ ઈંટર્વ્યુ માટે બહાર થોભેલો હતો. ત્યારે મારા મનમાં એક જ વાત ચાલુ હતી કે ‘બાપુ ! તમે અહીં સુધી લઈ આવ્યા છો. હવે આગળ પ્લેસમેંટ થવી કે નહીં એ તમારા હાથમાં છે. સબ સૌંપ દિયા હૈ જીવન કા, અબ ભાર તુમ્હારે હાથોં મેં, ચાહે હાર મિલે યા જીત મિલે, ઉપહાર તુમ્હારે હાથોં મેં.’

અંદર ગયા પછી એચ.આરે. મને મારી પોતાની માહિતી આપવાનું કહ્યું. હું બોલતો હતો ત્યારે એની નજર મારા ફૉર્મ પરથી ફરી રહી હતી. જેમ જેમ એની નજર નીચે તરફ વળી એમ મારું ટેન્શન વધી રહ્યું હતુ. હવે સર્વ કંઈ ‘ડૅડ’ ના જ ભરોસે હતુ.

......અને સાચુ કહુ છુ, વિશ્વાસ બેસશે નહીં, પણ એણે એ ફૉર્મ મારી નજર સામે બાજુમાં મૂક્યુ અને કહ્યું કે ‘તારી નિમણૂક થઈ ગઈ છે. ‘ટેક મહિંદ્રા’ પરિવારમાં તારુ સ્વાગત છે.’

એ જે ક્ષણ હતી એનું હું વર્ણન જ કરી શકતો નથી. ખરેખર, આ બધુ ડૅડની કૃપાથી જ શક્ય બન્યું હતુ. આપણા ડૅડ અને આપણું ચંડિકાકુળ સતત આપણી સાથે ૧૦૮% હોય જ છે, એનું આ પુરતુ ઉદાહરણ છે.

૧૦ જુલાઈ, ૨૦૧૪ મને જૉઈન થવા માટે નો મેલ આવ્યો. પણ મેલમાં લખ્યુ હતુ કે મારે ૧૭ જુલાઈ, ૨૦૧૪ એ ‘ટેક મહિંદ્રા’ ની નોએડા બ્રાન્ચમાં રિપોર્ટ કરવાનો છે. ઘરના બધા ચિંતામાં હતા. એમાં પણ ગુરુવારની અને શનિવારની ઉપાસના, ઘરથી દૂર, બાપુને મળી શકાશે નહીં, આ બધા કારણો યાદ આવતા મન ‘ના’ પાડતુ હતુ.

એ વરસે ૧૨ જુલાઈએ આપણો ગુરુપૂર્ણિમા ઉત્સવ હતો. વિચાર કર્યો કે ‘ડૅડના દર્શન કરતી વખતે મનમાં બોલીશ કે નોએડાનો કૉલ આવ્યો છે, તમે જુઓ શું કરવું તે !’ પણ એ સમયગાળા દરમ્યાન ડૅડની ઉપાસના ચાલુ હોવાથી ડૅડ ઉત્સવમાં આવ્યા ન હતા. ડૅડ ભૌતિક સ્વરુપે ત્યાં હાજર હોય કે ન હોય, તે સદ્‍ગુરુતત્વ ત્યાં હાજર હોય જ છે એ ખબર હોવાછતાં, મન માનતુ ન હતુ.

છેવટે નિર્ણય લીધો કે ‘નહીં જવાનું’ . ૧૭ જુલાઈ, ૨૦૧૪ ના દિવસે હું નોએડા ગયો નહીં. જેથી એ નોકરી હાથમાંથી જતી રહી.

હવે આગળ શું? પણ આપણા ડૅડ એ આપણા બધા પ્રૉબ્લેમ્સના જવાબ શોધી જ રાખ્યા હોય છે. એ વર્ષે મેં આપણી ‘શ્રીસાઈસચ્ચરિત પંચશીલ પરિક્ષા’ ની તૃતિય પરિક્ષા આપી હતી અને બાપુકૃપાએ મને ડિસ્ટિંકશન મળ્યુ. આથી પેપર લેવા માટે મને સુચિતદાદાના ક્લિનિક પર બોલાવવામાં આવ્યો હતો. સુચિતમામાની સામે આવ્યા બાદ મારી તો બોલતી જ બંધ થઈ ગઈ હતી.

પણ આપણા બાપુ-આઈ-મામા બધુ જ જાણતા હોય છે. આથી એમણે જ મને પૂછ્યું, “બધુ બરાબર છે ને?” મેં કહ્યું. ‘‘હા”. તો એમણે પાછુ પૂછ્યું, “બધુ બરાબર છે ને?” ત્યારે મારી મમ્મી બોલી, “આને ‘ટેક મહિંદ્રા’ માં જૉબ મળ્યો હતો, પણ નોએડામાં રિપોર્ટ કરવાનો હોવાથી એ ગયો નહીં,” ત્યારે મામા બોલ્યા, “ઠીક છે. પણ હવે જો ફરી બહારનો કૉલ આવ્યો તો બિન્ધાસ્ત જવાનું.” એકવાર મામાએ કહી દીધુ પછી ડર કેવો ! મેં મારી જાતને તૈયાર કરી દીધી.

આગળ જે બન્યું એ અદ્‍ભુત જ હતુ. આય.ટી. કંપનીમાં જે કામ કરતા હોય છે એમને ખબર હશે કે એકવાર તમે કંપનીની ઑફર નકારી પછી એ કંપની તમને સામે ચાલીને ક્યારેય બોલાવતી નથી....અને મને આ વાતનો જ ડર હતો. પણ એક વિશ્વાસ પણ હતો કે આપણા ડૅડ બધુ બરાબર કરશે આપણી માટે !

જગતમાં મંદી ચાલતી હોવાથી નોકરી મળવી અઘરી હતી. પણ પિતાની ઓળખાણથી મને થાણામાં ‘સાયબરટેક સિસ્ટમ ઍંડ સૉફ્ટવેર લિ.’ માં નોકરી મળી ગઈ.

હાલના સમયમાં નોકરી મળવાનું મુશ્કેલ હોવાથી એ નોકરી સ્વીકારી લીધી. જો કે અહીં કામ હતુ સૉફ્ટવેરને લગતુ અને મારુ ‘ઈલેક્ટ્રોનિક્સ ઍંડ ટેલિકોમ્યુનિકેશન’ નું શિક્ષણ હોવાથી મને કૉમ્પ્યુટર કોડિંગ આવડતુ ન હતુ. મેં ત્યાં કામ માટે જેટલુ જરુરી હતુ એટલું કૉમ્પ્યુટરની ભાષાનું કોડિંગ શીખવા માટે ટ્રેનિંગ લેવા માંડી. પણ જરાયે મન લાગતુ ન હતુ. કેમકે ટ્રેનિંગ એક કલાકની રહેતી અને બાકીના સાત કલાક કંઈ જ કામ રહેતુ નહીં. ૧૦-૧૫ દિવસમાં તો હું સાવ કંટાળી ગયો. રોજ ડૅડને કહેતો - ‘મને અહીંથી બીજે લઈ જાઓ.’ રોજ એમને સાદ પાડતો, રડતો. એમ કરતા ૧૫ દિવસ નીકળી ગયા.

હજી સુધી બી.ઈ. ની છેલ્લી પરિક્ષા એટલે કે આઠમી સેમિસ્ટરનું પરિણામ આવ્યુ ન હતુ. લગભગ એક મહિના બાદ એટલે જે ઑગસ્ટમાં પરિણામ આવ્યું અને મને ડૅડની કૃપાથી ૭૩% મળ્યા.

મારા પિતાનું એમના સ્કુલના મિત્રોનું એક વ્હૉટ્સેપ ગ્રુપ છે. એમાં જેના છોકરાઓ એંજીનિયરિંગમાં હતા, એ દરેક જણ પોતાના છોકરાઓના માર્ક્સ ગ્રુપ પર મૂકી રહ્યાં હતા. મારા પણ માર્ક્સ મારા પિતાએ ગ્રુપમાં મૂક્યા. એમના મિત્રો પૈકી એક મિત્રએ ‘એમની કંપનીમાં કામ કરવાનું મને ગમશે કે?’ એમ મારા પિતાને પૂછ્યું, અને આ કંપની કઈ હતી ખબર છે?......તો ‘ટેક મહિંદ્રા’ ! બાપુરાયા, તારી લીલા તો અગાધ છે !

મારા પિતાએ મને તરત જ આ વાત કરી અને હું કોઈ વિચાર કર્યા વગર ‘હા’ બોલ્યો. કેમકે મને જે કંપની જોઈતી હતી એ જ પાછી મળી હતી. આ સદ્‍ગુરુતત્વ કંઈ પણ કરી શકે છે.

જો કે પિતાએ એમને કહ્યું પણ ખરુ કે ‘મેં ટેક મહિંદ્રા-નોએડામાં પહેલા જૉબ મળેલો એ નકાર્યો હતો. પણ એ બોલ્યા, “કંઈ વાંધો નહીં. હવે મુંબઈ અથવા પૂનામાં મળશે.”

એમાં પણ મેં ‘ડૅડ’ ને કહ્યું કે ‘મુંબઈમાં જ મળવા દો,’ અને આપણી સાદ એ સાંભળે જ છે.

કંપનીએ મને મુંબઈ આવવા કહ્યું. એ દિવસ એટલે ૨૫ સપ્ટેંબર, ૨૦૧૪. બરાબર અશુભનાશિની નવરાત્રીનો એટલે કે ઘટસ્થાપનાનો પહેલો દિવસ. કેવો યોગાનુંયોગ હતો.

આજે મને ‘ટેક મહિંદ્રામાં’ જોઈન કરીને એક વરસ થઈ ચૂક્યુ છે. ખરેખર, આપણા ડૅડ પોતાના બાળકો માટે કેટલુ કરતા હોય છે એની કોઈ સીમા જ નથી. ડૅડનું એક વાક્ય યાદ આવે છે, “અમારા બાપુ ધીરે ધીરે અમારી માટે બધુ જ વ્યવસ્થિત કરી રહ્યાં છે.” સાચે જ બાપુરાયા, તુ ખૂબ ખૂબ પ્રેમળ છે અને હું અંબજ્ઞ છુ અને કાયમ અંબજ્ઞ જ રહું, એ જ ડૅડના ચરણોમાં પ્રાર્થના. આય લવ યુ માય ડૅડ, મોમ ઍંડ મામા !

Scroll to top