ઉત્તર : ’નાથસંવિધ્’નો અર્થ છે, જગદંબા દુર્ગા દ્વારા પૂર્વજન્મોથી અલગ એવી નવા જન્મ માટે તૈયાર કરવામા આવેલ વિશેષ યોજના.
નાથસંવિધ્ અર્થાત આ જન્મયોજના અર્થાત આ ત્રણ નાથબિંદુઓની ઇચ્છા, પ્રેમ, કરુણા, ક્ષમા અને સામર્થ્યસહાયતા આ પંચવિશેષો દ્વારા તૈયાર કરવામા આવેલ સંપૂર્ણ જીવનની રુપરેખા.
માનવ આ રુપરેખા અનુસાર જ પોતાનુ જીવન વ્યતીત કરે એ ઉદ્દેશ્યથી તે એકમાત્ર ભગવાન ત્રિવિક્રમ, માનવની શ્રધ્ધા બળવાન બને એ માટે અને તેના સદ્ગુણોનો વિકાર કરવા માટે નિરંતર કાર્યરત રહે છે.
પરંતુ આ રુપરેખાને માનવની કર્મસ્વતંત્રતાની આડે આવવા દેતા નથી. આ રુપરેખાનો સ્વીકાર કરવા માટે અથવા તેની અવગણના કરવા માટે માનવ સ્વતંત્ર હોય છે.
પરંતુ આ નાથસંવિધ્ રુપરેખા જ માનવ માટે સૌથી શ્રેયસ્કર (પરમહિતકારી) હોય છે.