૩૩) શ્રદ્ધાવાનને ભજન, પૂંજન, અર્ચન, હવન, તીર્થયાત્રા, વ્રત વગેરે ઉપચારોની આવશ્યકતા શા માટે રહે છે?

ઉત્તર : માનવનું મન ભલે ભગવત્‌-પરાયણ બને, પરંતુ જ્યાં સુધી તેને શરીરનો સાથ મળતો નથી ત્યાં સુધી મન નિશ્ચલ બની શકતુ નથી અને ચંચળ મન નિરંતર ભગવત્‌-પરાયણ રહી શકતુ નથી; તેથી જ્યાં મન ચંચળ અને દુર્બળ બની શકે છે ત્યાં આવી રીતે ઉપાસનાઓ શરીર અને બુદ્ધિને મન સાથે બાંધી રાખે છે. પૂજન વગેરે પણ બધા બાહ્ય ઉપચાર માનવના પ્રાણમય દેહમાં સ્થિત ઉર્જાકેન્દ્રોને સમર્થ અને શુદ્ધ બનાવવા માટેનાં વિભિન્ન માર્ગ છે.

જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી શ્રદ્ધાવાનને ભજન, પૂંજન, અર્ચન, હવન, તીર્થયાત્રા, વ્રત વગેરે બાહ્ય ઉપચારોની અવશ્યકતા રહે જ છે.

Scroll to top