ઉત્તર : રોગોને નિમંત્રણ આપનાર અને પરમેશ્વરી કૃપા માટે અવરોધક બનનાર આ ક્રોધ એટલે માનવનો સૌથી મોટો શત્રુ છે. ભસ્માસુરે જેવી રીતે પોતાના જ મસ્તક પર હાથ મૂકીને સ્વયંને ભસ્મ કર્યો એવી રીતે આપણે આપણાં જ ક્રોધ પર ગુસ્સો કરીએ છીએ ત્યારે આ ક્રોધરુપી ભસ્માસુર નષ્ટ થાય છે. પરંતુ આ ભષ્માસુરથી આ બધુ કરાવનારી ’મોહિની’ એટલે શું? મહાવિષ્ણુનો આ મોહિની અવતાર જ પરમાત્માની ’સગુણ ભક્તિ’ છે. પરમેશ્વરની નામરુપી મોહિની જેટલા પ્રમાણમાં મારા અંતરંગમાં પ્રવેશ કરે છે તેના પ્રત્યેક પદન્યાસ સાથે મારી અંદરનાં ષડ્રિપુ એટલા જ પ્રમાણમાં નષ્ટ પામે છે અને એટલાં જ પ્રમાણમાં પરમેશ્વરનાં ષોડૈશ્વર્ય મારા જીવનમાં પ્રવેશ કરે છે.