૨૬) ત્રિવિક્રમ પોતાના શ્રદ્ધાવાન ભક્તો પાસેથી આભાર અથવા ઉપહારનો સ્વીકાર શા માટે કરતા નથી?

ઉત્તર : ભગવાન ત્રિવિક્રમ પોતાના ભક્તોને કૃતધ્નતાનું પાપ ન લાગે એ માટે તેમની પાસેથી આભાર અથવા ઉપહારનો સ્વીકાર કરતા નથી.

ત્રિવિક્રમ માત્ર, કોઈકના દ્વારા તેમનો આભાર માનવામાં આવે, એવુ ઈચ્છતા નથી કારણ કે નિયમ અનુસાર આ ભક્તની પાસે આભારના બદલામાં એટલુ પૂણ્ય આવે છે અને શ્રદ્ધાવાન આભાર માનવાનું ભૂલી જાય તો એટલુ જ પાપ આવી શકે છે.
અને આવી રીતે પાપ તેમના ભક્તો પાસે આવે એ વાત ત્રિવિક્રમને ક્યારેય ગમતી નથી.

તેથી ત્રિવિક્રમને જે કંઈ અર્પણ કરવુ હોય એ માત્ર પ્રેમ અને શ્રદ્ધાથી કરો, માનતા રાખી હોય એ પૂરી કરવા માટે પણ કરો; પરંતુ આભાર માનવા માટે (Thanks) સ્વરુપે નહિં માત્ર પ્રેમપૂર્વક જ.

શ્રદ્ધાવાન ત્રિવિક્રમને પ્રેમપૂર્વક બધુ આપી શકે છે. માત્ર તેમનો આભાર ન માનતા તેના બદલે ’હું તને બહુ પ્રેમ કરુ છું’ એવુ કહેતા રહે. 

કારણ કે પ્રેમ, શ્રદ્ધા, ભક્તિ, નિષ્ઠા અને વિશ્વાસ આ જ પંચ-ઉપચાર ત્રિવિક્રમને સૌથી વધારે પ્રિય છે.

Scroll to top