૩) ’શ્રધ્ધા’ શું છે?

ઉત્તર : જ્યારે આસ્તિક્યબુદ્ધિ જીવાત્માના મૂળ સ્થાનથી જાણકારી પ્રાપ્ત કરે છે અને એ પ્રયાસમાં આસપાસનાં વિશ્વનું અધ્યયન કરે છે, ત્યારે આ પરમાત્માનાં સત્ય, પ્રેમ અને આનંદ આ ત્રણ મૂળ ગુણોની ઓળખ થાય છે, વિશ્વની પ્રત્યેક ક્રિયા અને પ્રતિક્રિયામાં આ ત્રિસૂત્રીનો અનુભવ થવા લાગે છે. 

અહીં પરમેશ્વર આ સંપૂર્ણ જગતનાં એકમાત્ર કર્તા અને કરાવનારા છે, આ વાતનો દ્રઢ નિશ્ચય હોય છે. આ જ શ્રધ્ધા છે. 

સામાન્ય માનવ પણ ’ચિંતન’, ’મનન’, ’શોધ’ (અનુસંધાન) વગેરે મોટા – મોટા શબ્દોનું જ્ઞાન ન હોવાછતાં પણ સ્વયંના વ્યાવહારિક અનુભવો અને દૈનિક જીવનમાં નિર્માતા પ્રસંગોથી નિર્માણ થતી અનુભૂતિ દ્વારા જ ’શ્રધ્ધા’ શીખે છે, માત્ર કોઈ મન પર અંકિત કરે છે, વારંવાર ભારપૂર્વક કહે છે, તેનાથી શ્રધ્ધા ઉત્પન્ન થતી નથી.

આ જન્મમાં સહજતાથી શ્રધ્ધાભાવનું નિર્માણ થવુ, એ મારા પૂર્વજન્મની શ્રધ્ધાનું અપરિહાર્ય પરિણામ હોય છે.

Scroll to top