૭) ’નમસ્કાર’ એટલે શું?

ઉત્તર : ’નમસ્કાર કરવા’ એટલે હાથ જોડવા નહિં, પરંતુ મનને ખોટી દિશાએથી ઉચિત દિશામાં વાળવુ. મન તો અતિશય ચંચળ અને અતિશય વિશાળ છે. તેને શોધવુ બહુ અઘરુ છે.

’મન:’નુ વિરોધી છે ’નમ:’. માત્ર હાથ જોડીને પ્રણામ કરવા એ નમસ્કાર નથી, પરંતુ મનને ખોટી દિશાએથી ઉચિત દિશામાં વાળવુ એ નમસ્કાર છે.
’મન’ અને ’નમ:’ બે શબ્દો વચ્ચે સ્થિત છે, ’નામ’ આ શબ્દ. મનને ઉચિત દિશા પ્રદાન કરનાર ’ઉત્પ્રેરક’ (catalyst) છે ’નામ’, તો અનુચિત દિશા પ્રદાન કરનર ઉત્પ્રેરક (catalyst) છે ’માન’ (અહંકાર).

મારા જીવનની ’ધારા’ (મન) મને વિપરીત દિશામાં વાળીને ’ધારા’ને ’રાધા’ બનાવવી જોઈએ.

અને ’રાધા’ એટલે શું? શુદ્ધ, નિષ્કામ અને એકનિષ્ઠ ભક્તિ.

’રાધા’ અર્થાત ’હ્લાદિની’… આહ્લાદિની શક્તિ. જીવનને આહ્લાદાયક બનાવનારી પરમેશ્વરની ’પ્રેમશક્તિ’.

Scroll to top