ભક્તિ અને વિજ્ઞાનના પરસ્પર પૂરક ઉપયોગ દ્વારા વિશ્વ કલ્યાણનો,
માનવ કલ્યાણનો માર્ગ ખૂલ્લો થાય છે,
આ વિષે સ્પષ્ટતા કરતા દૈનિક પ્રત્યક્ષમાં તારીખ ૧૬-૧૨-૨૦૦૫ના દિવસે પ્રકાશિત થયેલ "આજચી ગરજ” (આજની આવશ્યકતા) આ અગ્રલેખમાં સદ્ગુરુ શ્રીઅનિરુધ્ધ બાપુ લખે છે -
"વિજ્ઞાન અને ભક્તિ એકબીજાને ક્યારેય પણ મારક તો સાબિત થશે જ નહિં, પરંતુ વિજ્ઞાનની સંપન્નતાથી ભક્તિવૈભવ વધશે જ અને ભક્તિસામર્થ્યથી વિજ્ઞાનની સંહારક શક્તિ દુર્બળ થતાં, વિધાયક આવિષ્કાર અધિકથી અધિક તાકાતવાન બનશે. વિજ્ઞાનની સહાયતાથી ભક્તિક્ષેત્રની ખોટી ધારણાઓ તથા કલ્પનાઓ નષ્ટ થશે અને ભક્તિના આધારથી વિજ્ઞાનના ખોટા ઉપયોગને અટકાવી શકાય છે.
આધુનિક સંહારક શસ્ત્ર એક ક્ષણમાં સામૂહિક સંહાર કરે છે; તેથી તેનો પ્રતિકાર કરવા માટે આપણે સામૂહિક સહયોગ, સામૂહિક પ્રેમ અને સામૂહિક સહજીવનની કળા શીખવી પડશે અને આવી અહિંસ્ત્ર સામૂહિક શક્તિ માત્ર વ્યક્તિગત તથા સામૂહિક ભક્તિમાંથી જ ઉત્પન્ન થશે.”
વિજ્ઞાન અને અધ્યાત્મ આ બે શાસ્ત્રોએ પ્રસ્તુત કરેલ "શક્તિમય વિશ્વ” આ સંકલ્પનાને સ્પષ્ટ કરતા "શ્રીમદ્પુરુષાર્થ ગ્રંથરાજ’ પ્રથમખંડ "સત્યપ્રવેશ”માં સદ્ગુરુ શ્રીઅનિરુધ્ધ કહે છે -
"વૈજ્ઞાનિકોએ આ સિધ્ધ કર્યુ છે કે પ્રોટોન્સનું (Protons) અને ઇલેક્ટ્રોન્સનું (Electrons ) જો અધિકાધિક વિભાજન કરવામા આવે તો અંતમાં "ચિદ્અણુ” અથવા Monads બચે છે (શક્તિનાં પુંજ) અને આ ચિદ્અણુ ઉત્પન્ન થતાં નથી અથવા નષ્ટ પણ થતાં નથી.
સમગ્ર વિશ્વ એટલે કે આ ચિદ્અણુઓનો અર્થાત શક્તિબિંદુઓનો અવિનાશી ફેલાવ છે અને તેથી સમગ્ર વિશ્વ પર, ત્યાં સુધી કે લોખંડ, લાકડા, પત્થરથી લઈને માનવ સુધી સર્વત્ર આ મૂળ શક્તિનાં સૂત્ર જ કાર્યરત રહે છે અને આ સૂત્ર જેનાં છે એ જ આ ભગવંત છે.”
આવી રીતે દૈનિક પ્રત્યક્ષમાં પ્રકાશિત થતી તુલસીપત્ર અગ્રલેખમાળાના અગ્રલેખ
ક્રમાંક ૧૬૧૦ (તા.-૧૪-૦૩-૨૦૧૯) માં
વિજ્ઞાન અને અધ્યાત્મ આ બંને શાસ્ત્રોને માન્ય રહેનારી
"વિશ્વની સ્પન્દરુપ શક્તિમયતા’
વિષે બાપુએ લખ્યું છે.
સદ્ગુરુ શ્રીઅનિરુધ્ધ(બાપુ) સ્વયં ડૉક્ટર (એમ.ડી. - મેડિસીન, હ્યુમેટોલોજીસ્ટ) છે
તથા તેમનાં પરિજન પણ સાયન્સની વિભિન્ન શાખાઓમાં ઉચ્ચશિક્ષિત ઉપાધિપ્રાપ્ત છે.
સદ્ગુરુ શ્રીઅનિરુધ્ધ(બાપુ) પોતાના પ્રવચનોમાં વિજ્ઞાનના, વૈજ્ઞાનિકોના કેટલાંય સંદર્ભ આપતા રહે છે.
વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક નિકોલ ટેસલા અને તેમનાં સંશોધનકાર્ય વિષે શ્રીહરિગુરુગ્રામમાં ૨૭ માર્ચ, ૨૦૧૪ના દિવસે કરવામાં આવેલ પ્રવચનમાં બાપુએ સવિસ્તાર માહિતી સમજાવી હતી અને તેમનાં જ માર્ગદર્શન અનુસાર દૈનિક પ્રત્યક્ષમાં નિકોલ ટેસલાના સંશોધનકાર્ય વિષે લેખમાળા પ્રકાશિત કરવામા આવી.
વિજ્ઞાનના વિભિન્ન વિષયો પર સ્વયં બાપુએ સેમિનાર્સ લઈને નેનો ટેક્નોલોજી, ક્લાઉડ કોપ્યુટિંગ, સ્વાર્મ ઇંટેલિજન્સ જેવા અનેક નવા વિષયોથી પોતાના શ્રદ્ધાવાન મિત્રોને પરિચિત કરાવ્યા છે.
આ સાથે જ, ડૉ. અનિરુધ્ધ જોશીએ પોતાના ૨૫ વર્ષોનાં પ્રદીર્ઘ વૈદ્યકીય અનુભવના આધારે "સેલ્ફ હેલ્થ” આ વિષય પર અંધેરી સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં ૧૩ ડિસેમ્બર, ૨૦૧૪ના દિવસે સેમિનાર કન્ડક્ટ કર્યો હતો, જેમાં હજારો જન ઉપસ્થિત હતાં
"શ્રીમદ્પુરુષાર્થ ગ્રંથરાજ દ્વિતીય ખંડ "પ્રેમપ્રવાસ”માં બાપુ લખે છે -