ભક્તિભાવ ચૈતન્ય
અર્થાત સ્વયંભગવાન ત્રિવિક્રમ (The Supreme Personality of Godhead) નાં બનીને રહેવુ અને "આ (સ્વયંભગવાન) મારી સાથે સદૈવ છે’ એવી અનુભૂતિ રાખવી.
અર્થાત
વાસ્તવિક ભગવત્-જ્ઞાન અને વાસ્તવિક ભગવત્-ભાન (ભાન=અનુભૂતિ)
સચ્ચિદાનંદ અર્થાત સત્, ચિત્, આનંદ સ્વરુપ પરમેશ્વર દત્તગુરુ, આદિપિતા સહજશિવ નારાયણ અને આદિમાતા જગદંબા નારાયણી આ ત્રિ-નાથો નાં સમગ્ર વિશ્વને વ્યાપ્ત કરનારા અને ભક્તોનાં જીવનમાં સર્વત્ર ભરીને રહેનાર ’જીવિત આનંદ’ જ છે સ્વયંભગવાન, અર્થાત ત્રિવિક્રમ એટલે કે ત્રિ-નાથોનો આનંદ.
’ત્રિવિક્રમ’ અને ’સ્વયંભગવાન’ આ બે શબ્દ એકરુપ જ છે.
આ સ્વયંભગવાનનું જે રુપ આપણને ગમતુ હોય, એ રુપ સાથે સ્વયંને બાંધી રાખવુ અને આ રુપની સાથે સ્વયંને અધિકાધિક બાંધતા રહેવુ જ ભક્તિભાવ ચૈતન્ય છે.
આ ભક્તિભાવ ચૈતન્ય અને તેના મૂળ સ્ત્રોત આ બંને પણ અથાગ અને અનિરુધ્ધ છે એટલે કે જેની ગતિને કોઈપણ જાણી શકતુ નથી અને જેની ગતિને કોઈપણ રોકી શકતુ નથી એવા !
રામ, હરિ, હર, હરિહર, કૃષ્ણ, શિવ, ઈશ્વર, સર્વેશ્વર અથવા જે અન્ય કોઈપણ નામ તમને ગમતુ હોય, એ નામથી તમે એને બોલાવી શકો શકો છો.
ભક્તિભાવ ચૈતન્યમાં રહેવુ એ કોઈ કડક, કઠિણ તથા કષ્ટદાયક નિયમોનો માર્ગ નથી, પરંતુ ભક્તિભાવ ચૈતન્ય એ ભગવાન સાથે શુદ્ધ અને જીવિત સંબંધ કાયમ રાખવાનો માર્ગ છે - આ માર્ગ પર જે કંઈ કરવાનું છે, એ માત્ર પ્રેમથી જ. કોઈપણ નિયમ બનાવવા અને તેનું પાલન કરવુ, તે પણ પ્રેમથી જ.
પોતાનું જીવન વ્યતીત કરતા ભગવાન માટે અનેક વાતો કરતા રહેવુ અને પોતાના હાથે કરેલ સમગ્ર સારા કર્મો ભગવાનનાં ચરણોમાં અર્પણ કરતારહેવુ, એ જ ભક્તિભાવ ચૈતન્યનો એકમાત્ર નિયમ છે.
આ ભક્તિભાવ ચૈતન્યમાં સ્વયંભગવાનની મંત્રગજર આ સર્વોચ્ચ મંત્ર માનવામાં આવે છે. કારણ કે તેની રચના દત્તભગિની શુભાત્રેયી દ્વારા કરવામાં આવી છે.
આ મંત્રગજરથી ભક્તિભાવ ચૈતન્યની લહેરો ઉદ્ભવતી રહે છે અને જેને કોઈને પોતાનું જીવન ઉત્તમ બનાવવુ છે, તેને બધી જ વાતોની પૂર્તિ કરવામાં આવે છે.
જે શ્રદ્ધાવાન આ મંત્રગજરની ૧૬ માળા (જાપ કરવાની માળામાં ૧૦૮ મણકા હોય છે, આવી રીતે એક માળા કરવી એટલે ૧૦૮ વાર જાપ કરવા એવો અર્થ થાય છે.) પ્રતિદિન, કમ સે કમ ૩ વર્ષ સુધી કરે છે, એ શ્રદ્ધાવાનના વિશુદ્ધ ચક્રનાં (કંઠકૂપ ચક્રનાં) બધા જ સોળ દળ શુદ્ધ બની જાય છે અર્થાત તેમનું વિશુદ્ધ ચક્ર "હનુમંત્ ચક્ર’ બની જાય છે. પછી કોઈપણ જન્મમાં તે સુખપૂર્વક જન્મ લે છે, આનંદથી જીવન વ્યતીત કરે છે અને આનંદમાં જ વિલીન થાય છે.
૧ માળા - ૧૦૮ વાર સદગુરુ શ્રી અનિરુધ્ધ બાપુના આવાજમાં
(સમય ૧૮.૨૬ મિનિટ)