ઉત્તર : કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર આ ષડ્રિપુ જ મનુષ્યની પૂર્ણતાના સ્વપ્નને સાકાર ન થવા દેનારા છ શત્રુ છે.
ક્રોધના કારણે મનુષ્ય પોતાનુ સંતુલન ગુમાવી બેસે છે. ઘણીવાર માત્ર એક ક્રોધના આવેશમાં આવીને કરેલ ભૂલનું પ્રાયશ્ચિત કરવામા સંપૂર્ણ લૌકિક જીવન બરબાદ થઈ જાય છે.
મને ક્રોધ આવતો રહે છે, કોઈક ને કોઈક કારણવશ, એવું આપણને બધાને લાગે છે; એટલુ જ નહિં, પરંતુ આવો આપણને પૂર્ણ વિશ્વાસ હોય છે. પરંતુ ક્રોધ મારા મનમાં રહે છે, વધતો જ રહે છે. થાય છે એવુ કે પોતાના માટે અનુકુળ એવા કોઈ વિશેષ કારણથી અવસર મળતાં જ તે બહાર નીકળી આવે છે. ખોટા વિચાર, ખોટા આહાર-વિહાર અને ખોટી અપેક્ષાઓના કારણે મનમાં સ્થિત ક્રોધ વધતો રહે છે અને મજબૂત બને છે.
ક્રોધ એ સૌથી વધારે પ્રભાવકારક અને ક્ષણવારમાં વિનાશ કરનાર ભસ્માસુર જ છે.
અન્યાય પ્રત્યે આવેશમાં આવી જવુ એ જીંદાદિલીનું લક્ષણ છે. પરંતુ નાના નાના કારણોથી મનોમન અથવા જાહેરમાં ગુસ્સે થવુ એ મારા માટે જ વધારે હાનિકારક સાબિત થાય છે. મારા અત્યાધિક નારાજ થવાના કારણે અને નારાજગી ઓછી કરવાના પ્રયત્ન ન કરવાના કારણે શરીરની અનેક રાસાયણિક ક્રિયાઓ પર તેનુ દુષ્પરિણામ આવે છે અને તે ઘણા સમય સુધી સ્થિર રહે છે. હાઈ બ્લડ પ્રેશર, જઠરવ્રણ – અલસર, એસીડીટી, હૃદયવિકાર, સંધિગતવાત, દમ વગેરે અનેક રોગ ક્રોધના કારણે જ વધતા રહે છે, આ વાત આધુનિક વૈદ્યકશાસ્ત્ર પણ આપણને સમજાવે છે. ક્રોધના કારણે મહાપ્રાણનું મન પર રહેનાર નિયંત્રણ પણ ક્ષીણ થાય છે. અર્થાત મારા મન પર રહેનાર પરમેશ્વરી અંકુશ આ ક્રોધના કારણે ઢીલુ પડી જાય છે. અર્થાત ક્રોધ મારા ભક્તિમાર્ગના પ્રવાસમાં પણ વિધ્ન ઉભુ કરે છે.