૧૬) આ વિશ્વની ઉત્પતિ કેવી રીતે થઈ છે?

ઉત્તર : પરબ્રહ્મ પરમેશ્વર દત્તગુરુના ’એકોઙસ્મિ બહુસ્યામ્‌’ આ આદ્ય સ્ફુરણથી એટલે કે ઈચ્છાથી આ વિશ્વ ઉત્પન્ન થયુ અને તેમના આ સંકલ્પ સાથે જ તેઓ પરમેશ્વર સ્વયં જ ’શ્રીમન્નારાયણ’ અર્થાત ’શ્રીમહાદુર્ગેશ્વર’ બની ગયા અને તેમની ઈચ્છા જ આદિમાતા ગાયત્રી, જગદંબા, ચંડિકા બની ગયા. લીલાધારી પરમેશ્વર સ્વયંની લીલાથી જ આ વિશ્વની ઉત્પત્તિ કરે છે, સ્વ-લીલાથી જ તેઓ આ વિશ્વનું સંચાલન કરે છે અને પોતાની લીલાથી જ તેઓ આ વિશ્વને સ્વયંમાં લય કરે છે.

પરમેશ્વર દત્તગુરુની આ લીલાશક્તિને જ ’લલિતા’ કહેવાય છે. આદિમાતા જગદંબા લલિતા જ પરમેશ્વરની આદ્યલીલા છે, પ્રથમલીલા છે. આ જ પરમપિતા દત્તગુરુની, નિત્યશિવની નિત્યલીલા છે. આ જ મહાકામેશ્વરની આદ્ય કામના છે.

લલિતા જ આદિવિદ્યા, શુદ્ધવિદ્યા, પરાશક્તિ, ચંડિકા, મહાદુર્ગા, શ્રીવિદ્યા છે. પરમેશ્વર ’શ્રીમન્નારાયણ’ છે, તો પરમેશ્વરી ’નારાયણી’ છે; પરમેશ્વર ’મહાદુર્ગેશ્વર’ છે, તો આ ’મહાદુર્ગા’ છે; પરમેશ્વર ’મહાકામેશ્વર’ છે, તો આ લલિતા ’મહાકામેશ્વરી કામકલા’ છે.

Scroll to top