૩૧) ’હું સ્વયંભગવાનનો અંશ છું અર્થાત મારા જીવાત્મા આ સ્વયંભગવાનનો જ એક અંશ છે અને ’સ્વયંભગવાન’ અંશી છે’ એટલે નિશ્ચિત સ્વરુપમાં શું છે?

ઉત્તર : સમુદ્ર અને સમુદ્રનાં એક ટીપાં વચ્ચેનો સંબંધ જ સ્વયંભગવાન અને પ્રત્યેક માનવ વચ્ચે રહેલ સંબંધ છે.

રાસાયણિક દ્રષ્ટિથી સમુદ્રનું જળ અને આ જળનાં અલગ થયેલ એક ટીપાં વચ્ચે કોઈપણ ફરક નથી – અર્થાત અભેદ છે. પરંતુ સમગ્ર સમુદ્રનું સામર્થ્ય અને આ અલગ કરેલ ટીપાંના સામર્થ્ય વચ્ચે તુલના કરી શકાતી નથી.

Scroll to top