ઉત્તર : ભક્તિભાવ ચૈતન્યમાં રહેવાના કારણે ઉદ્ધરણનો માર્ગ ખુલે છે અને થોડી પ્રતિક્ષા બાદ ભક્ત પાપમુક્ત થાય છે. એટલે ભક્તિભાવ ચૈતન્યમાં રહેવાના કારણે ’કર્મના અટળ સિદ્ધાંત’નો પ્રભાવ નષ્ટ થવા માટે મદદ મળે છે.
પાપનું પાપત્વ અને પૂણ્યનું પૂણ્યત્વ આ બંને વાતોથી સ્વયંભગવાન અલિપ્ત હોય છે. આ સ્વયંભગવાન માત્ર ભક્તિભાવ ચૈતન્યમાં જ લિપ્ત થાય છે. સ્વયંભગવાન શ્રીકૃષ્ણએ ભગવદ્ગીતાના ૯ માં અધ્યાયના ૩૦માં શ્લોકમાં સુસ્પષ્ટ સ્વરુપે કહ્યું છે – ’જો કોઈ અત્યંત દુરાચારી મારુ અનન્યભાવથી ભજન કરે છે, તો તેણે ઘણી સારી રીતે ભક્તિનો નિશ્ચય કર્યો છે તેથી તેને પવિત્ર જ માનવુ જોઈએ.’
સદ્ગુરુ આ સ્વયંભગવાન સ્વયં એક જ એક છે અને શુભાત્રેયી દ્વારા કરવામાં આવેલ તેમની મંત્રગજર આવા દુરાચારીઓને અર્થાત જે અત્યંત અને સર્વથા દુરાચારી છે; જેમણે પાપોની અંતિમ મર્યાદા ઓળંગી દીધી છે, જેમણે કોઈપણ પાપ કરવામા કંઈ બાકી રાખ્યું નથી એવા મૂર્ખાઓને પણ ભક્તિભાવ ચૈતન્યમાં પ્રવેશ કરે ત્યારે પાપહીન બનાવે છે.