૧૯) ૐકાર, રામનામ અને ત્રિવિક્રમ તેમાં અન્યોન્ય સંબંધ શું છે?

ઉત્તર : ૐ આ એકાક્ષર મંત્ર (એક અક્ષરવાળો મંત્ર) જેવી રીતે ત્રિ-નાથોનાં સામર્થ્યથી યુક્ત છે, તે વિશ્વનાં પ્રાગ્ટ્યના મૂળ બીજ છે,
એવી રીતે ’રામ-નામ’ આ ત્રિ-નાથોનાં એકત્રિત અસ્તિત્વ ધારણ કરનાર સર્વશ્રેષ્ઠ મંત્ર છે. તેમાં સ્થિત “રં”નો અર્થ છે અગ્નિ અર્થાત સહજશિવ, ’આ’ અર્થાત મૂળ દૈવી પ્રકાશ અર્થાત સચ્ચિદાનંદ, ’આ’નંદબીજ અને મ’ આદિમાતાના બીજ (ષોમબીજ) છે. 

તેથી રામ નામનું મહાવિષ્ણુ દ્વારા અભિમાન ધારણ કરીને રામજન્મ થનાર છે, છતાં પણ ’રામ’ નામ સંપૂર્ણ ત્રિ-નાથ કુળના બધા બીજમંત્રોને પોતાનાં ઉદરમાં ધારણ કરે છે.

દત્તગુરુ અને તેથી સહજશિવ અને જગદંબાને ’રામ’ આ નામ સૌથી વધારે પ્રિય છે.

રામ નામમાં ’રા’ રુપે સહજશિવનું સામર્થ્ય અર્થાત પિતૃત્વ-સામર્થ્ય અને ’મ’ રુપે જગદંબાનું સામર્થ્ય અર્થાત માતૃત્વ-સામર્થ્ય દરેક માટે, દરેક શ્રદ્ધાવાન માટે આવશ્યક હોય એટલા પ્રમાણમા રહે છે.

આ રામનામનુ વહન સ્વયં હનુમાનજી કરે છે અને આ રામનામના શરીરને ત્રિવિક્રમ ધારણ કરે છે.

Scroll to top