ઉત્તર : પ્રજાપતિબ્રહ્મા, મહાવિષ્ણુ અને પરમશિવ આ ત્રણેય રુપો આ સહજશિવ અને જગદંબાના ત્રણ પુત્ર જ છે અને આ વાત તમે પણ જાણો જ છો.
સાથે જ આ ત્રણેયનાં રુપ અને કાર્ય અલગ હોવાછતાં પણ આ ત્રણનાં મૂળ રુપ ૐકારસ્વરુપ પરમાત્મા જ છે.
દરેક મનુષ્યને તેમનાં ગત જન્મોનાં અનુભવો અનુસાર અને કર્મો અનુસાર આગળના જન્મમાં પસંદ, નાપસંદ અને ચયન કરવુ આ ત્રણ વાતો દરેક ક્ષેત્ર માટે આપોઆપ જ પ્રાપ્ત થાય છે. તેથી કોઈકને કોઈ એક દેવતા પસંદ હશે તો બીજા કોઈને બીજા કોઈ દેવતા ગમશે અને આ ચંડિકાકુળ સદસ્યોના અનેક રુપ જનમાનસમાં દઢ છે અને આ બધા રુપોના પ્રતિનિધિત્વ અને કેન્દ્રીકરણ મહાવિષ્ણુ અને પરમશિવ તથા લક્ષ્મી અને પાર્વતીમાં હોય છે.
કારણ કે આ બંનેની કરવામાં આવેલ ઉપાસના ત્રિ-નાથો સુધી જ આવીને પહોંચે છે.
મહાવિષ્ણુનાં ભક્તોની ઉપાસનાનો સ્વીકાર મહાવિષ્ણુનું જ રુપ લઈને, પરંતુ સહસ્ત્રબાહુ ધારણ કરીને ’નારાયણ’ નામથી સહજશિવ કરે છે અને જગદંબા ’નારાયણી’ રુપે કરે છે.
પરમશિવની ઉપાસનાનો સ્વીકાર સહજશિવ ’મહાદેવ’ આ નામથી અને ’સહસ્ત્રહસ્ત શિવ’ સ્વરુપે કરે છે અને જગદંબા ’શિવા’ અને ’મહાદેવી’ આ નામોથી તેનો સ્વીકાર કરે છે.
આ ત્રિ-નાથોંની યોજનાના કારણે અર્થાત નાથસંવિધ્ના કારણે ભગવાનના કોઈપણ રુપને માનનારા ભક્ત ત્રિ-નાથોના આર્શીવાદથી વંચિત રહી શકતા નથી.