૫) દાસ્યભક્તિનો અર્થ શું છે?

ઉત્તર : દાસ્યભક્તિનો અર્થ યાચના, લાચારી, પરતંત્રતા, પરાવલંબિતા અર્થવા દુર્બળતા નથી પરંતુ ’મારા સ્વામી જેટલાં સમર્થ છે; એટલો જ હું પણ સમર્થ બનીશ’, આવી ઈચ્છા રાખીને તેમના ચરણોમાં રહીને વિનમ્રતાથી તેમના બધા નિયમો સાથે સ્વયંને બાંધી લેવા એ જ દાસ્યભક્તિનો વાસ્તવિક અર્થ છે.

પરમેશ્વરનો પ્રેમ, નિર્ભયતા અને પાવિત્ર્ય આ ત્રિવેણી સંગમનાં દાસ્યત્વનો સ્વીકાર કરવો એ જ પરમાત્માનું દાસ્યત્વ છે.
દાસ્યભક્તિ અર્થાત સંપૂર્ણ શરણાગતિ. ભગવાન શ્રીકૃષ્ણના કહેવા અનુસાર,

સર્વધર્માન્‌ પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ |
અહં ત્વાં સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ: ||

ભગવાન કહે છે, “હે માનવ, તુ બધા ગુણધર્મો છોડીને માત્ર મારી શરણમાં આવી જા. હું તને પૂર્ણ પાપમુક્ત કરીને સર્વોચ્ચ સ્થાન પ્રદાન કરીશ.”
દરેક કર્મ કરતા સમયે પ્રથમ પરમેશ્વરનો વિચાર કરવો, આ દાસ્યભક્તિની પહેલી શરત છે.
દરેક કર્મ પરમેશ્વર માટે જ કરવા, આ દાસ્યભક્તિની બીજી શરત છે.

પરમેશ્વર મારી ઇચ્છાઓ પૂરી કરશે આ વિચારનો ત્યાગ કરીને, પરમેશ્વર મારા જીવન માટે જે ઉચિત છે એ જ કરશે, આવો દ્રઢ નિશ્ચય રાખવો જ દાસ્યભક્તિની ત્રીજી શરત છે.

મારી સેવા-ભક્તિનું ફળ હું માંગીશ નહિં. એમને જે કંઈ આપવુ હશે, એ આપશે. તેમાં જ આનંદપૂર્વક રહીને તેમની અધિકાધિક સેવા કેવી રીતે કરી શકુ, બસ આ જ વિચાર સાથે જીવનમાં ક્રિયાશીલ રહેવુ એ જ દાસ્યભક્તિની ચોથી શરત છે.

મારા ’કિંતુ’ ’પરંતુ’ અને મારી ’શરતો’ પૂરી થયા બાદ ’સુખ મળે કે દુ:ખ, પરંતુ મારી પાસેથી તમે તમારુ કાર્ય કરાવી લો’ આ જ તીવ્ર અને સાચી ઈચ્છા જ દાસ્યભક્તિની પાંચમી શરત છે.

ભગવાનની સેવા અને પ્રેમમાં જ અધિકાધિક આનંદ પ્રાપ્ત થાય છે અને ત્યારબાદ ગૃહસ્થી તથા પારમાર્થિક દ્રષ્ટિથી જીવન વાસ્તવિક રુપે સંપન્ન થવા લાગે છે. આ ગૃહસ્થી જીવનની સંપન્ન્નતા મને દાસ્યત્વથી દૂર લઈ જાય નહિં, એવી રીતે પરમાર્થથી પ્રાપ્ત થનારી ઉન્નતિના કારણે ક્યાંય મારા અહંકારની વૃદ્ધિ થાય નહિં, આ વાતનું ધ્યાન રાખવુ એ દાસ્યભક્તિની છઠ્ઠી શરત છે.
હનુમાનજીના આચરણને જ એકમાત્ર આદર્શમાર્ગ અને ભરતજીના આચરણને જ એકમાત્ર દિગ્દર્શક યંત્ર સમજીને જીવનયાત્રા કરવી એ જ દાસ્યભક્તિની સાતમી અને સૌથી મહત્વપૂર્ણ શરત છે.

Scroll to top