ઉત્તર : આપણાં જીવનમાં આવનારા ૯૯% સુખ-દુ:ખ થોડા જ સમયમાં ગાયબ થઈ જાય છે અથવા તેમનું સ્વરુપ જ બદલાય જાય છે.
આ થોડા સમયને બરાબર સમજી લેવો અને આ થોડા સમયમાં સ્વયંને ભ્રમમાં ન રાખવા એ જ સબુરી છે.
આ સબુરી જ મારા મનમાં ઉત્પન્ન થતાં અનાવશ્યક ડર, ક્રોધ, મોહને દૂર કરી શકે છે.’’
’સબૂરી’નો અર્થ ’માત્ર રાહ જોવી’ એ નથી.પરંતુ તેનો અર્થ છે – પ્રશ્ન હલ કરવા માટે પરિશ્રમ કરતા રહીને એવો વિશ્વાસ કાયમ રાખવો કે મારા પ્રિય ભગવાન મારો ઘાત થવા દેશે નહિં, એ મને ઉચિત ફળ આપશે જ.
દુનિયામાં બધા પ્રકારના ઢોંગ કરી શકાય છે, અહીં સુધી કે અમિરી, વીરતા, અને શ્રધ્ધાનો ઢોંગ પણ કરી શકાય છે; પરંતુ સબુરીનો દેખાડો કોઈ ક્યારેય કરી શકતા નથી અને અહીં જ જૂઠ્ઠી શ્રધ્ધા અને જૂઠ્ઠી ભક્તિનો ભાંડો ફૂટી જાય છે.