ઉત્તર : જેનાથી સદા સર્વદા માત્ર પવિત્રતા અને આનંદ ઉત્પન્ન થાય છે, તે સત્ય છે.
જેનાથી માનવને બહુ સુખ મળે છે, પરંતુ તેનાથી પવિત્રતા ઉત્પન્ન થતી નથી, તે અસત્ય છે.
જેનાથી મનુષ્યને પવિત્રતાની પ્રાપ્તિ થઈને તાત્કાલિક સુખ પણ મળી જાય, પરંતુ અન્ય લોકો માટે દુ:ખદાયક અને પરમેશ્વરને આનંદ આપનાર નહિં હોય, તો તે પણ અસત્ય જ છે.
ઉદાહરણ – એક વ્યક્તિએ સદા ’સાચુ’ બોલવાના સોગંધ ખાધા છે અને આ વ્યક્તિ પોતાના ઘરનાં આંગણે બેઠા છે. એટલામાં સામેથી એક ભયભીત યુવતી દોડતી આવે છે અને તેણે કહ્યું કે ’મને બચાવો. મારી પર બળાત્કાર કરવા માટે કેટલાંક ગુંડા મારી પાછળ દોડતા આવી રહ્યાં છે.’ આ વાત સાંભળીને આ વ્યક્તિએ આ યુવતીને પોતાના ઘરમાં છુપાઈ સંતાઈ જવા માટે કહ્યું. તેનો પીછો કરતા પેલા ગુંડાઓ પણ ત્યાં આવી પહોંચ્યાં અને આ વ્યક્તિને પૂછયું,’પેલી છોકરી અહીં ભાગતા ભાગતા આવી છે, તે ક્યાં છે?’ આ સમયે આ વ્યક્તિએ શું જવાબ આપવો જોઈએ? સાચા બોલવાના સોગંધ ખાધા છે, તેથી ’વાસ્તવિકતા’ કહેવી જોઈએ કે ’હા, તે મારા ઘરમાં સંતાયેલી છે.’ નિશ્ચિત જ તેનો અર્થ એવો થાય છે, ’આવો, અહીં જુઓ, અહીં જ છે, તેની પર બળાત્કાર કરો.’ આવુ ઘટિત થાય ત્યારે બોલવુ અને કરવુ ’વાસ્તવિકતા’ અનુસાર તો હશે પરંતુ ’સત્ય’ અનુસાર નહિં હોય. કારણ કે આચરણથી ના તો પવિત્રતા ઉત્પન્ન થશે ના તો આનંદ, ના તો આ વ્યક્તિના જીવનમાં – ના તો આ યુવતીના જીવનમાં અને ના તો આ ગુંડાઓનાં જીવનમાં.