ઉત્તર : દતગુરુ, સહજશિવ મહાદુર્ગેશ્વર અને જગદંબા આ ત્રણેય અને ત્રણેયના એકત્રિત રુપથી ’નાથ’ આ સંજ્ઞા છે. દત્તગુરુ અર્થાત નિર્ગુણ અર્થાત નિરંજનનાથ, સહજશિવ મહાદુર્ગેશ્વર અર્થાત આદિનાથ અર્થાત સગુણનાથ અને જગદંબા દુર્ગા અર્થાત ઉદયનાથ અર્થાત સકલનાથ.
આ ત્રણેયને જ ’નાથ’ અર્થાત ’પરમેશ્વર’ કહેવાય છે.
’નાથ’ આ નામમાં ’ન’ આ નિરંજનનાથના વાચક છે, ’આ’ આ સગુણનાથના વાચક છે અને ’થ’ આ સકલનાથના વાચક છે.