"રામા રામા આત્મારામા ત્રિવિક્રમા સદ્ગુરુસમર્થા
સદ્ગુરુસમર્થા ત્રિવિક્રમા આત્મારામા રામા રામા”
શ્રધ્ધાવાનોના જીવનમાં પડનારા ભગવાનના પગલા છે ‘સ્વયંભગવાનની મંત્રગજર’
સ્વયંભગવાન શ્રીત્રિવિક્રમનું સર્વશ્રેષ્ઠ, સર્વહિતકારી, મંગલધામ સુખધામ છે ત્રિવિક્રમની મંત્રગજર.
સ્વયંભગવાનની મંત્રગજર આ ભક્તિભાવ ચૈતન્યના પ્રાણ છે. આ મંત્રગજર અનંત ઐશ્વર્યયુક્ત, અગણિત સામર્થ્યથી સંપન્ન અને અપરંપાર ગતિથી અનિરુધ્ધ છે અને આ મંત્રગજરનું ભજન શ્રધ્ધાવાનને તેમ જ અત્યાધિક પાપી રહેનાર શ્રધ્ધાવાનને પણ દોષરહિત કરનાર છે.
આ મંત્રગજરથી સ્વયંભગવાનનું નામ શ્રધ્ધાવાનની પ્રત્યેક કોશિકા(સેલ)માં પ્રવેશ કરે છે, પ્રત્યેક ગ્રંથી(ગ્લેંડ)માં પ્રવેશ કરે છે, પ્રત્યેક વિચારમાં પ્રવેશ કરે છે, પ્રત્યેકની ભાવનામાં પ્રવેશ કરે છે, પ્રત્યેક અનૈચ્છિક ક્રિયા (Involuntary Action) માં પણ પ્રવેશ કરે છે, એટલું જ નહીં, પરંતુ આ શ્રધ્ધાવાનના કામ, ક્રોધ, લોભ, મદ, મોહ અને મત્સર જેવા ષડ્રિપુઓમાં પણ પ્રવેશ કરે છે અને આ મંત્રગજર આ ષડ્રિપુઓને જ, આ સંબંધિત શ્રધ્ધાવાનના જીવનમાં સારા કાર્યો માટે ઉપયોગમાં લાવતા રહે છે.
સ્વયંભગવાનની મંત્રગજરને મુખમાં, મનમાં અને અંતરંગમાં રાખીને જે પણ કંઈ કરવામાં આવે છે, ભલે એ પછી ગમે તેટલું ખોટું કેમ ના હોય, છતાં પણ તે ધીરે ધીરે શુભ, હિતકારી અને મંગલ બનતું જાય છે.
“ભક્તિભાવ ચૈતન્ય” માં આ મંત્રગજરનું સ્થાન સર્વોચ્ચ છે.
ભક્તિભાવ ચૈતન્યમાં ત્રિવિક્રમની મંત્રગજર આ તો સર્વશ્રેષ્ઠ ભજન છે અને એટલે જ ભગવદ્ભજન વગર ભક્તિભાવ ચૈતન્ય અધિક વધારે ખીલી શકતું નથી.
આ ભક્તિભાવ ચૈતન્યમાં ‘સ્વયંભગવાનની આ સર્વોચ્ચમંત્ર માનવામાં આવે છે. કારણકે તેની રચના દત્તભગિની શુભાત્રેયી દ્વારા કરવામાં આવી છે.
પ્રત્યેક માનવના ઈષ્ટદેવતાનું નામ આ મંત્રગજરમાં સમાવિષ્ટ છે જ. કોઈપણ દેવતાનું નામ એ અંતમાં તો ‘કેશવ’ નું જ નામ છે. (સર્વદેવનમસ્કાર: કેશવં પ્રતિગચ્છતિ) ‘કેશવ’ એટલે આકૃતિથી પરે રહેનાર અને છતાંપણ આકૃતિમાં રહેનાર અને ‘કેશવ’ આ મૂળ સ્વયંભગવાનનું જ નામ છે. એ જ રામ છે અને એ જ કૃષ્ણ છે. એ જ શિવ છે અને એ જ વિષ્ણુ છે.
સ્વયંભગવાનના જીવિત અસ્તિત્વનાં અને રસપૂર્ણ પ્રેમની અનુભૂતિ અખંડ સ્વરૂપે મન અને બુદ્ધિમાં રહે એ સામાન્ય માનવ માટે સંભવ બની શકતું નથી. પરંતુ ભક્તિભાવ ચૈતન્યની આ મંત્રગજર અત્યધિક પ્રેમપૂર્વક કરતા રહેવાથી, તેણે થોડા કરેલ જાપ પણ વિશાળ બની જાય છે અને ખંડિત સ્મરણ પણ અખંડ બની જાય છે.
જે શ્રધ્ધાવાન આ મંત્રગજરની પ્રતિદિન ૧૬ માળા, કમ સે કમ ૩ વર્ષ સુધી કરે, એ શ્રધ્ધાવાનના વિશુદ્ધ ચક્રના (કંઠકૂપ ચક્રના) બધા જ સોળ દળ શુદ્ધ બની જાય છે અર્થાત તેમનું વિશુદ્ધ ચક્ર "હનુમંત્ ચક્ર’ બની જાય છે. પછી કોઈપણ જન્મમાં તે સુખપૂર્વક જન્મ લે છે, આનંદથી જીવન વ્યતીત કરે છે અને આનંદમાં જ વિલીન બને છે.
જેનાં માટે પ્રતિદિન ૧૬ માળા કરવી સંભવ ના હોય, તે પોતાની ક્ષમતા અનુસાર “ગણતરી કર્યા વગર” (જાપની ગણતરી ન કરતા) આ મંત્રગજર કરતા રહે અને આ જાપને ‘એ’ નાં ચરણોમાં અર્પણ કરતા રહે - આવી રીતે કરનાર શ્રધ્ધાવાનનું જીવન પણ સુંદર બનતું જ રહેશે.
આ મંત્રગજરથી ભક્તિભાવ ચૈતન્યની લહેરો ઉદ્ભવતી રહે છે અને જે કોઈને પોતાનું જીવન ઉત્તમ બનાવવું છે, તેને બધી જ વાતોની પૂર્તિ કરવામાં આવે છે.
સ્વયંભગવાનની મંત્રગજર એ જ શાંતિ અને સંતોષ પ્રાપ્ત કરવાનો એકમાત્ર મંત્ર છે.