ઉત્તર : ’હું’ ભગવાનમાં છું, હું ભગવાનનો છું, ભગવાન મારા હૃદયમાં છે, ભગવાનના પ્રેમમાં જ હું સુખપૂર્વક જીવી શકુ છું, આ શાશ્વત સત્ય જ્યારે માનવ ભૂલી જાય છે અને ભગવાનનો આધાર માત્ર આવશ્યકતા માટે જ લે છે ત્યારે આ માનવની સ્થિતી સમુદ્રથી અલગ પડેલ એક ટીપાં સમાન બને છે – આ ટીપું અર્થાત જીવાત્મા અર્થાત આ માનવ યત્કિંચિત્ અર્થાત અલ્પ બની જાય છે અને કંઈ કરી ન શકતા જમીનામાં ભળી જતા કીચડ બની જાય છે.
સમુદ્રથી અલગ પડેલ ટીપું જ્યારે સૂર્યની ઉષ્માથી બાષ્પ બનીને આકાશમાં આવે છે અને પર્જન્ય – વરસાદના ટીપાં બનીને પુન: સાગરમાં ભળે છે, ત્યારે ’આ ટીપાંને’ સંપૂર્ણ સાગરનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે અર્થાત આ ટીપાંને સમગ્ર સમુદ્રનું સમર્થન પ્રાપ્ત થાય છે.
આવી રીતે માનવ જ્યારે હંમેશા આ વાત ધ્યાનમાં રાખે છે કે ’હું આ અનંત અથાગ એવા સ્વયંભગવાનનો અંશ છું’ ત્યારે તેને આ ભગવત્-સમુદ્ર પાસેથી દરેક વાતોની આપૂર્તિ કરવામાં આવે છે.
’હું ભગવાનનો અંશ છું’ એટલે કે હું ભગવાનથી અલગ નથી, આ સત્યને જીવનમાં ઉતારવાનો સર્વશ્રેષ્ઠ અને અત્યાધિક સરળ, આસાન માર્ગ છે ભક્તિભાવ ચૈતન્ય.