ઉત્તર : સન્માર્ગ પર ચાલતા વ્યવહાર કરતા રહેવુ અને આવી રીતે વ્યવહાર કરતા કરતા અંતર્મનને ધીરે ધીરે પરમેશ્વરી મનના પ્રવેશ માટે ખાલી કરતા રહેવુ જ અધ્યાત્મ છે; (અને જીવનમાં અધ્યાત્મ આ અંતિમ ધ્યેયને સાકાર કરવા માટે દેહોપયોગી ક્રિયા સન્માર્ગથી કાર્યરત રાખવી જ વ્યવહાર છે.)
જ્યારે આપણાં જીવનનાં પ્રત્યેક કાર્ય આપણે પરમેશ્વર માટે કરીએ છીએ અને પરમેશ્વરને આપણી બધી વાતો એ જ ક્ષણે જ્ઞાત થાય છે, આ વાતને ધ્યાનમાં રાખીને જીવવુ જ આધ્યાત્મિક જીવન છે અને આ જ માર્ગ ખરેખર સત્ય પ્રેમ, આનંદ અને નિત્યપ્રસન્નતા પ્રદાન કરનાર હોય છે.
સત્ય, પ્રેમ, આનંદ આ જ એકમાત્ર અધ્યાત્મની ત્રિસૂત્રી છે. ભક્તિ, સેવા અને સંસ્કારોના શુદ્ધીકરણ એ જ અધ્યાત્મના સાધન છે. વ્યાવહારિક જીવન જીવતા સમયે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ અધિક સન્માર્ગથી કરવા અર્થાત ધર્મથી અર્થ અને કામ આ પુરુષાર્થોની પ્રાપ્તિ કરવી, એ જ આધ્યાત્મિક જીવનની પહેલી સીડી છે અને આવી રીતે ગૃહસ્થી કરતા સેવા અને ભક્તિનું અવલંબન કરીને સ્વયંનું અધિક શુદ્ધીકરણ કરીને બદલાવ લાવવો એ અધ્યાત્મવાદની બીજી સફળ સીડી છે.