૧) ’ભક્તિ’ અને ’ભાવ’ એ નિશ્ચિત રુપમાં શું છે?

ઉત્તર : ભક્તિ અર્થાત અત્યંત પ્રેમપૂર્વક કરવામાં આવેલ પરમેશ્વરનું સ્મરણ, દર્શન, ગુણગાન, નિ:સ્વાર્થ સેવા અને સત્ય, પ્રેમ અને આનંદ આ પરમેશ્વરી તત્વોને પોતાના જીવનમાં ઉતારવા માટે કરવામા આવેલ સમગ્ર પરિશ્રમ.

ભજ્‌-સેવાયામ્‌-ભજ્‌ ધાતુનો અર્થ જ મૂળ પ્રેમપૂર્વક સેવા છે.
હું મારા પરમેશ્વરની અતિશય શ્રદ્ધાપૂર્વક જે સેવા કરુ છું, એ જ ભક્તિ છે.
આનો અર્થ છે ભક્તિ અર્થાત પરમેશ્વરને પ્રેમ કરવો અને પરમેશ્વરનાં જ આવા અગણિત સંતાનો, જે બદનસીબ છે; તેમની સેવા કરવી.

પરમેશ્વરનો પ્રેમ મેળવવા માટેનો માર્ગ એટલે જ ભક્તિ.
ભક્તિ એટલે ’ભાવ’ આ હદય રહેનારી, નિત્ય વૃધ્ધિંગત થનારી, અંતરંગી પ્રેમશક્તિ અને સસ્નેહ સેવા છે.
ધર્મપાલન, સ્વકર્તવ્યપાલનને સાતત્યપૂર્વક કાયમ રાખીને દ્રઢ થઈ રહેલ સ્વયંભગવાનના અસ્તિત્વની અનુભૂતિ જ ભક્તિ છે.
જ્યારે ’ભાવ’ એટલે અંત:કરણમાં પ્રગટ થતી ભાવના.

Scroll to top