ભાગ ૨

‘ૐ ભાવાય નમ:’ . ‘ૐ ભાવ:’ એટલે ‘હું ભાવરુપે સર્વત્ર છુ’ એમ નહીં. તો ‘હું સર્વત્ર છુ એટલે હું ભાવરુપ છુ, કારણ હું અભાવરુપ હોઈ જ શકુ નહીં.’ એમ પરમેશ્વર આપણને કહેવા માંગે છે. આ વિષેના અનેક ઉદાહરણો જુદા જુદા વાડ્મયોમાં આપણને જોવા મળે છે. પણ સૌથી સુંદર ઉદાહરણ ભગવદગીતામાં શ્રીકૃષ્ણએ પોતાના મુખ વડે આપેલું છે. એ ઉદાહરણનો હું જાણીજોઈને સંધી વિગ્રહ કરીને, એ વાક્ય હું તમને બોલીને બતાવું છુ. જેથી તમે એનો અર્થ બરાબર સમજી શકો.

 ‘નાસતો વિદ્યતે ભાવો ! ન ભાવો વિદ્યતે સ્વત: !’

એટલે કે ‘અસત’ તરીકે જે કંઈ છે તે ક્યારેય હોતુ નથી અને ‘સત’ તરીકે જે છે એ નથી, એવું કદી પણ બનતુ નથી. આ વાત સમજવામાં થોડી અઘરી લાગે છે ને? એ માટે જ્ઞાનદેવે પોતાની જ્ઞાનેશ્વરીમાં સુંદર રીતે સમજાવ્યુ છે કે ‘જે છે એ છે જ. એ નથી એવું ક્યારેય બનતુ નથી.’ આ વાક્ય સમજાય એવું છે ને? આપણને થશે કે આ વાક્યમાં એવું શું મોટુ છે? પણ સાથે સાથે જ્ઞાનેશ્વર આગળના વાક્યમાં કહે છે, ‘જે નથી, એ ક્યારેય ન હતુ અને કદી પણ નહીં જ હોય.’ એટલે કે ‘જે અસ્તિત્વમાં નથી, તેનું અસ્તિત્વ ક્યારેય ન હતુ અને કદી પણ નહીં હોય.’ જે અસ્તિત્વમાં હતુ એ અસ્તિત્વમાં છે અને અસ્તિત્વમાં હશે. આ બધા જ વાક્યોનો સંબંધ પરમેશ્વર સાથે જોડાયેલો છે. આ પરમેશ્વર કાયમ ભાવસ્વરુપ હોય છે. એ કદી જ અભાવ રુપે હોઈ શકે નહીં. તો પછી આપણને વિચાર આવે કે જગતની દરેક વસ્તુમાં પરમેશ્વરનું અસ્તિત્વ છે તો પછી અમુક બાબતોનો અભાવ કેમ સાલે છે? સામાન્ય સમીકરણ છે. ૨ + ૨ જો ૪ થાય, તો ૧ + ૧ + ૨ = ૪ જ થાય. પણ અહીં એક મહત્વની બાબત એ પણ છે કે દા.ત. જ્યારે આપણે માઈલોનું અંતર કાપવાનું હોય છે ત્યારે સમજો એક જણ પૂના થી સતારા જવા માટે નીકળ્યો અને ૪ માઈલ આગળ ગયો, અને બીજો પૂનાથી મુંબઈ આવવા માટે નીકળ્યો અને ૪ માઈલ આગળ ગયો. આ બન્નેનો જો સરવાળો કરીએ તો એ આઠ માઈલ ગણાય? ન ગણાય. સરવાળો શૂન્ય જ આવે. કેમકે બે પૂર્ણ વિરુદ્ધ દિશામાં આ પ્રવાસ છે.

એવી જ રીતે આપણે ધ્યાનમાં રાખવાનું છે કે કોઈ પણ બાબતનો આપણને અભાવ છે એવું લાગે છે એટલે એ અભાવ આપણને સાલે છે. આ મહત્વની બાબત છે. અભાવરુપે ‘એ’ આપણને સાલે છે એ પણ પરમેશ્વર જ છે. એ પણ પરમેશ્વરનો જ ન્યાય છે એ ધ્યાનમાં રાખો. કોઈ બાબતનો અભાવ આપણને સાલે છે કેમકે પરમેશ્વરનો અભાવ આપણા જીવનમાં હોય છે માટે. આ મહત્વની વાત આપણે યાદ રાખવાની છે. જેને પરમેશ્વનો આભાવ ક્યારેય જણાતો નથી, એને જીવનમાં કોઈપણ બાબતનો અભાવ ક્યારેય સાલતો નથી અને અભાવ એને કદી થતો પણ નથી. તમને લાગશે આ ખૂબ અઘરી બાબત છે. કબૂલ. અઘરી છે પણ અશક્ય નથી. એ માટે સંત એકનાથે કહ્યું છે કે આ સહજસાધ્ય બાબત છે. કેવી રીતે તો માત્ર ભક્તી કરવાથી સાધ્ય છે. કોઈપણ જપ, તપ, આરાધનાની એ માટે આવશ્યકતા નથી. મોટી મોટી તપશ્ચર્યાઓ કરવાની જરુર નથી. એ માટે માત્ર પ્રેમ જરુરી છે. જો તમે પરમેશ્વરને પ્રેમ કરતા હશો તો પરમેશ્વરનું સત્યસ્વરુપ, જે ભાવરુપ છે અથવા અભાવ વિરહીત છે, એ જે ક્ષણે તમને સમજાશે, એ ક્ષણે દરેક ઠેકાણે પરમેશ્વર મારી નજીક હાજર છે એ ભાવના તમારામાં ઉત્પન્ન થશે. પછી એ વખતે વ્યવહારીક બાબતોનો અભાવ પણ તમને જાચક કે ત્રાસદાયક ઠરશે નહીં.

આપણે અનેકવાર સંતોના ચરિત્રમાં વાંચીએ છીએ કે તેઓ પાણી પરથી ચાલતા ગયા. એમણે એક માણસના માથા પર હાથ મૂક્યો અને એની ધંધામાં ખૂબ પ્રગતી થઈ, ભરપૂર પૈસા કમાયો. કોઈ સ્ત્રીને સફરજન ખાવા આપ્યુ અને એને ૧૨ સંતાનો થયા. આ બધુ સાંભળીને આપણે સંતોની પાછળ દોડીએ છીએ. આવા ચમત્કારોથી પોતાના દુ:ખો દૂર કરવાના પ્રયત્નો કરીએ છીએ. પણ એ યાદ રાખવું જોઈએ કે આ ચમત્કારો ઘડાયા કેમકે એ સંતોના જીવનમાં પરમેશ્વરી અભાવએ ક્યાંય સ્થાન હતુ નહીં. એ લોકોને પોતાની કોઈ સ્વતંત્ર ઈચ્છાઓ જ રહી ન હતી. પરમેશ્વરની ઈચ્છા એ જ એમની ઈચ્છા બની ગઈ હોવાને લીધે પરમેશ્વરની શક્તી એ જ એમની શક્તી બની ગઈ. જ્યારે આપણે પોતાની ઈચ્છા આગળ કરીએ છીએ ત્યારે આપણી શક્તીઓ કામ કરતી હોય છે અને જ્યારે ઈશ્વરી ઈચ્છાઓને આપણા મનમાં પ્રાથમિકતા આપીએ છીએ ત્યારે પરમેશ્વરી શક્તી પોતાની તરફથી કાર્યરત હોય છે અને એ અપરંપાર હોય છે. જેને લીધે આપણે કશે પણ હારનો સામનો કરવો પડતો નથી. આવેલા ભયંકર પૂરમાંથી અક્કલકોટના શ્રીસ્વામી સમર્થ કેવી રીતે ચાલીને ગયા, એનું વર્ણન આપણે ‘બખર’માં વાંચીએ છીએ. પણ યાદ રાખવુ જોઈએ કે આ બધુ અક્કલકોટના શ્રીસ્વામી સમર્થ કરી શકતા હતા કેમકે પરમેશ્વરી ઈચ્છા અને તેઓ પોતે બિલકૂલ જૂદા ન હતા. જ્ઞાનેશ્વરે પીઠ પર રોટલીઓ શેકાવા દીધી કેમકે અગ્નિદેવતા પરમેશ્વરી સ્વરુપ છે. એમની ઈચ્છા અને પરમેશ્વરની ઈચ્છા અલગ ન હતી. જ્ઞાનદેવ મુક્તાબાઈની ભૂખ ભાંગવા માંગતા હતા.

ક્ર્મશઃ

Scroll to top