ભાગ 3

માટે આ પરમેશ્વર જે ભાવરુપ છે, આ જે ભાવ છે, અસ્તિત્વભાવ જેને કહેવાય છે, એ આપણામાં ઉતરવો જોઈએ. આપણે સાતત્યતાથી આપણા મનને શિખવવુ જોઈએ કે પરમેશ્વર છે જ. પરમેશ્વર સર્વ ઠેકાણે છે અને ખાસ તો પરમેશ્વર મારી પાસે છે. એ પછી આપણે જે દેહરુપે આવેલા છીએ, એ દેહમાંથી પૂર્ણ દેહાતીત અવસ્થામાં જવા માટે જરાપણ અહંકાર બચશે નહીં અને જો થોડોઘણો અહંકાર બચશે તો એ સાત્વિક અહંકાર હશે. તામસ અથવા રાજસ અહંકાર નહીં હોય.

બીજાને ત્રાસદાયક ઠરે એવો અહંકાર નહીં હોય. પોતાની જ પ્રગતી માટે અવરોધક બને એવો અહંકાર નહીં હોય. આ પરમેશ્વર ભાવરુપ છે, એ ભાવરુપ છે એટલે જ ક્યાંય પરમેશ્વરનો અભાવ નથી જ, તો જે પણ કંઈ અભાવરુપ છે, એ પરમેશ્વરી રુપ હોઈ જ શકે નહીં. આ પરિસ્થિતી સુધી આપણે પહોંચવાનું છે અને એ માટે પોતે જ પોતાનો અભ્યાસ કરવાનો છે. આપણને દરેકને એક વાત ખબર છે કે જ્યારે મરાઠી મિડિયમના છોકરાઓ અંગ્રેજી શીખતા હોય છે કે અંગ્રેજી મિડિયમના છોકરાઓ મરાઠી શીખતા હોય છે ત્યારે એ ભાષા બોલતી વખતે શરુઆતમાં દરેકને મુશ્કેલી પડે છે. એ ભાષા અડધી-પડધી જ બોલી શકાય છે.

કોઈ વખત હાંસીને પાત્ર પણ બનાય છે. પછી પોતાને પોતાની જ શરમ આવે છે કે મને હજી સારુ અંગ્રેજી બોલતા આવડતુ નથી. બીજા બધા કેટલુ સરસ બોલે છે. તો પણ અનેક લોકો પોતાના પ્રયત્નો ચાલૂ જ રાખે છે. સતત અંગ્રેજી બોલતા રહે છે, વાંચતા રહે છે અને એક દિવસ એ લોકો આ ભાષા સારી રીતે બોલી શકે છે. આ વાત જેટલી સહેલી છે એટલી જ સહેલી વાત પરમેશ્વરની બાબતમાં પણ છે.

શરુઆતમાં આપણે ભાંગેલી-તૂટેલી ભાષા બોલીએ છીએ. કૃત્રિમ રીતે ફરી ફરી બોલ્યા કરીએ છીએ. પછી સહજતાથી બોલી શકીએ છીએ. એ જ રીતે આ ભાવરુપની કે અસ્તિત્વની ભાષા આપણે શરુઆતમાં ભાંગેલી-તૂટેલી રીતથી કરીએ. દિવસમાં કમ સે કમ એકવાર આપણને યાદ આવવુ જોઈએ કે પરમેશ્વર ભાવરુપ છે. પરમેશ્વરનું અસ્તિત્વ બધે જ છે અને આથી જ પરમેશ્વર મારી નજીક પણ છે જ. મારા અંતરંગમાં પણ છે. મારા અંતરંગમાં એનો અભાવ હોઈ જ શકે નહીં. આ વાત દિવસમાં આજે એકવાર યાદ આવશે, આવતી કાલે બે વાર યાદ આવશે, પરમ દિવસે ત્રણ વખત યાદ કરશો.

ધીમે ધીમે ગમે ત્યારે યાદ આવશે અને પછી એ તમારો સહજ સ્વભાવ બની જશે. જે ક્ષણે એ તમારો સહજ સ્વભાવ બની જશે, તે ક્ષણે તમારામાંથી અભાવનો અહેસાસ સાવ જતો રહેશે અને જે ક્ષણે અભાવ દૂર થાય છે તે ક્ષણે પરમેશ્વરની પ્રાપ્તિ થાય છે. આમાં વૈજ્ઞાનિક સત્ય છે જે હું તમને જણાવુ. આપણે ઘણા માણસોને તોતડુ બોલતા જોઈએ છીએ.

તોતડુ બોલનારાની આપણે મશ્કરી કરતા હોઈએ છીએ. આ તોતડુ બોલનારા તોતડુ બોલે છે કેમકે એમનામાં પહેલેથી એક પ્રકારની હિણપતની ભાવના હોય છે જેને આપણે ન્યુનગંડ કહીએ છીએ. આ ન્યુગંડના અનેક પ્રકાર હોય છે. એમાંનો અભાવરુપી જે ગંડ હોય છે, એ એટલે આપણામાં કંઈક ઓછપ છે. આવી ભાવના જ્યારે નાનપણથી કોઈ બાળકના મનમાં ઉત્પન્ન થાય છે ત્યારે એ બાળક તોતડુ બોલવા લાગે છે. આગળ જતાં જો એ ઓછપનો ભાવ દૂર પણ થયો તોપણ એ બાળક તોતડુ બોલ્યા જ કરે છે.

ક્ર્મશઃ

author avatar
Aniruddha Premsagar
Scroll to top