ભાગ ૪

તમે જો સમાજમાં નજર કરશો તો ખ્યાલ આવશે કે તોતડુ બોલનારા સ્ત્રી કરતા પુરુષો વધારે હોય છે. સ્ત્રીઓ તોતડુ બોલનારી ઓછી હોય છે અથવા તો નહીંવત હોય છે. એનું કારણ આપણા સમાજમાં નાનપણથી છોકરીને, “તારે શીખીને શું કરવુ છે?” એવું કહેવામાં આવે છે. અને છોકરાને, “તારે જ બધુ કરવાનું છે. તુ ભણ, તારે પહેલો નંબર લાવવાનો છે. એને શું, એ દસમી પાસ થઈ તો પણ બસ થઈ ગયુ. તુ બરાબર ભણ. તારે સારા નંબરે પાસ થવાનું છે. તારે સારુ આરોગ્ય મેળવવાનું છે. તારે મારુ રક્ષણ કરવાનું છે.”

એવું સતત કહેવામાં આવે છે. એટલેકે આપણે છોકરીની પ્રગતીની આડે આવીએ છીએ. પરંતુ આમ કરીને આપણે સારુ પરિણામ પણ મેળવીએ છીએ. કેમકે એ છોકરીને કોઈ જવાબદારી માથા પર ન પડવાને કારણે, કોઈ પ્રેશરમાં ન હોવાને કારણે, ‘પોતાનામાં કંઈક ઉણપ છે’ એ વિચાર મનમાં આવતો નથી. જ્યારે છોકરાને સતત પરિક્ષાઓનો સામનો કરવાનો આવે છે.

“તુ છોકરો છે, અમારા ઘરનો દિપક છે. જો, તારા પિતાજી કેટલા ગ્રેટ છે. તારે પણ એવા જ બનવાનું છે. તારા દાદાજી પણ ગ્રેટ હતા.” આવા સતતના પ્રેશર નીચે છોકરો રહેતો હોય છે. જે મારા પિતાજીમાં છે, મારા દાદાજીમાં છે, મામામાં છે અથવા શિવાજી, લોકમાન્ય ટિળકમાં છે એ મારામાં નથી, મારામાં એનો અભાવ છે, આ અભાવના અહેસાસને કારણે એ તોતડો બને છે. આ વાત સાયકૉલૉજીએ પણ માન્ય કરેલી છે.

એટલુ જ નહીં, તો પાતંજલી યોગદર્શન, એટલે ભારતીય માનસશાસ્ત્ર, એમને પણ આ વાત માન્ય છે. અભાવનો અહેસાસ માણસની કોઈપણ ક્રિયાને ખંડિત કરે છે. આ મહત્વની બાબત આપણે શીખી લેવી જોઈએ. જ્યારે આપણે પરમેશ્વરનો અભાવ આપણામાં જોઈએ છીએ, આપણી આજુબાજુ જોઈએ છીએ, ત્યારે એની પણ પ્રતિક્રિયા અથવા પ્રક્રિયા પણ એ જ સ્વરુપની હોય છે. જેને લીધે આપણે કરતા હોઈએ એ દરેક ક્રિયા એ તોતડુ બોલતા માણસ જેવી તોતડી હોય છે.

આપણે જે કંઈ કાર્ય કરવા માંગીએ છીએ, આપણને દરેકને લાગતુ હોય છે કે એ આપણે એટલી સમર્થતાથી કરી શકતા નથી. મારી પાસેથી જેટલા પ્રમાણમાં એ થવું જોઈએ એટલા પ્રમાણમાં એ થતુ નથી. મને જેટલો પ્રતિસાદ મળવો જોઈએ એટલા પ્રમાણમાં એ મળતો નથી. કેમકે હું તોતડુ કામ કરુ છુ. હું તોતડુ બોલુ છુ. મારામાં તોતડાપણાનો ન્યુનગંડ છે. કેમકે આ પરમેશ્વરી અભાવ મે માન્ય કર્યો છે. પરંતુ એ ફક્ત માનેલી વાત છે. એ સત્ય નથી. પરમેશ્વર પોતે ‘ભાવાય નમ:’ છે.

‘ૐ ભાવ:’ છે. તેઓ અસ્તિત્વરુપ છે. એટલે તેઓ કાયમ સદા સર્વદા છે જ. માટે તેઓ મારા મનમાં, મારી કૃતીમાં છે અને તેથી મારી દરેક કૃતીની શક્તી મારા પરમેશ્વરની જ છે. આ જે ક્ષણે આપણે માનવા લાગીએ છીએ, જે ક્ષણે કૃત્રિમતાથી આપણા અંતરંગમાં ઉતારવા લાગીએ છીએ, ત્યારે જ ધીરે ધીરે એ આપણા જીવનમાં કાયમ રહેશે. પછી આપણને અભાવ કદી જણાશે જ નહીં. ‘ૐ ભાવાય નમ: !’

 સમાપ્ત

Scroll to top